રિટાયરમેન્ટના દિવસે જ જોઈએ છે PFના રૂપિયા? તો બસ આટલું કરો

કોઈ પણ નોકરી કરતા માણસ માટે પ્રોવિડન્ટ ફંડ (PF) સૌથી મહત્વપૂર્ણ છે. PF ભવિષ્ય માટે સલામત હોવાનું સાબિત થાય છે. આ જ કારણ છે કે મોટાભાગના નોકરી કરતા લોકો નિવૃત્તિના દિવસે PFના રૂપિયા કાઢવાની ઈચ્છા રાખે છે.

જો તમે પણ આવું વિચારી રહ્યા છો તો સૌ પ્રથમ યુનિવર્સલ અકાઉન્ટ નંબર (UAN) નંબરને આધાર સાથે જોડવું પડશે. જો તમે આધારને UAN નંબર સાથે જોડ્યો નથી, તો તમને PF સંબંધિત જરૂરી સુવિધાઓ મળશે નહીં.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર સુનીલ બર્થવાલે કહ્યું કે PFના મહત્તમ લાભ માટે UANને આધાર સાથે જોડવાની જરૂર છે.

સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFOઇ) એક એવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે કે જેમાં માણસને રિટાયરમેન્ટના દિવસે જ પ્રોવિડન્ટ ફંડ મળશે અને સમયસર પેન્શન મળશે.

અહીં જણાવી દઈએ કે કે 2017માં તત્કાલીન કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી બંડારુ દત્તાત્રેયે સંસદને આ સુવિધા વિશે જણાવ્યું હતું. આ ઉપરાંત EPFO ટૂંક સમયમાં PFમાં એમ્પ્લોયરો દ્વારા આપમેળે યોગદાનના પાલનની દેખરેખ માટે ઇ-નિરીક્ષણ સિસ્ટમ રજૂ કરશે.  EPFOના આ નિર્ણયથી દેશના આશરે આઠ કરોડ લોકોને ફાયદો થવાની સંભાવના છે.