જોન સીના પછી હવે હોલિવૂડના આ સુપરસ્ટાર્સ પણ આસિમ રિયાઝના સપોર્ટમાં

બિગ બોસના કન્ટેસ્ટન્ટ આસિમ રિયાઝની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ એટલી જ હોય તેવુ લાગી રહ્યું છે. સિદ્ધાર્થ શુક્લાની સાથે બિગ બોસના ટાઇટલનો પ્રબળ દાવેદાર ગણાતા આસિમ રિયાઝ બાબતે ઘણાં ટ્રેન્ડ ચાલી રહ્યા છે. બિગ બોસના આ સ્પર્ધક અને તેના ચાહકો માટે એક મોટી ખુશખબરી સામે આવી છે. થોડા સમયે પહેલા WWE સુપરસ્ટાર જોન સીનાએ આસિમનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને તેનું સમર્થન કર્યું હતું અને હવે હોલીવુડની ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસની આખી ટીમ આસિમ રિયાઝના સમર્થનમાં ઉતરી આવી છે.

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9 દ્વારા પોતાના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર આસિમ રિયાઝનું સમર્થન કર્યુ છે. આ ટિ્વટમા આસિમ રિયાઝને ટેગ કરીને એક પોસ્ટ શેર કરવામાં આવી છે. ટિ્વટમાં લખાયું છે કે આસિમ રિયાઝ તારું ફાસ્ટ ફેમિલીમાં સ્વાગત છે. #F9 22 માર્ચે થિયેટરમાં રિલીઝ. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસની ટીમે આ રીતે આસિમ રિયાઝનું સમર્થન કર્યું અને સાથો સાથ પોતાની ફિલ્મનું પ્રમોશન કર્યુ છે. જોન સીના પછી ફાસ્ટ એન્ડ ફ્યુરિયસની ટીમે જે રીતે આસિમને સપોર્ટ કર્યો છે, તેનાથી તેના ફેન્સમાં ખુશીની લહેર દોડી છે.