પીએમ મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગણાવ્યો ધોળો હાથી

મહારાષ્ટ્રમાં જ્યારથી ભાજપ સાથે છેડો ફાડીને શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કર્યું છે ત્યારથી મુખ્યમંત્રી બનેલા ઉદ્ધવ ઠાકરે ભાજપ સરકારે શરૂ કરાવેલી યોજનાઓને નકામી ગણાવીને તેની સામે વાંધા ઊભા કરી રહ્યા છે. હવે ઉદ્ધવ ઠાકરે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી બુલેટ ટ્રેનને ધોળા હાથી સમાન ગણાવીને આવા હાથીને પાળી શકે તેવી મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ નથી. ઉદ્વવે શિવસનાના મુખપત્ર સામનામાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે બુલેટ ટ્રેન અમારુ સપનુ નથી, અમે લોકોની વચ્ચે જઇશું અને ફરીથી જોઇશુ કે આ બબાતે ખરેખર શું કરવા જેવું છે.

જ્યારે ઉદ્વવ ઠાકરેને પુછવામાં એવું કહેવાયું કે આ તો પીએમ મોદીના ડ્રીમ પ્રૉજેક્ટ છે ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે જ્યારે ઊંઘ ઉડે છે ત્યારે વાસ્તવિક સ્થિતિ સામે આવી જાય છે. સીએમ ઉદ્વવે કહ્યું કે, સરકારનુ કામ વિકાસ કરવાનુ છે, તાજેતરમાંજ મે નાગપુર મેટ્રૉના બીજા તબક્કાનુ ઉદઘાટન કર્યુ. કેટલાક પ્રૉજેક્ટોને મેં સ્થગિત કરી દીધા. આર્થિક પરિસ્થિતિઓને જોઇને જ રાજ્યની વિકાસની પ્રાથમિકતા નક્કી કરવી જોઇએ.

ઉદ્વવે મોદી સરકાર પર બુલેટ ટ્રેનને લઇને નિશાન સાધતા કહ્યું કે જરૂરિયાત હોવા છતાં ખેડૂતોની જમીનો છીનવવામાં આવી રહી છે, આ સફેદ હાથી છે, જેને પાળવો બિલકુલ ઉચિત નથી. બુલેટ ટ્રેન વિશે બધાને સાથે બેસીને વિચાર કરવો જોઇએ. બુલેટ ટ્રેનને લઇને કોને લાભ થશે અને કોને નુકશાન થશે તે પણ જોવુ જોઇએ.