ભારતમાં પિસ્તોલનું લાયસન્સ લેવા કરતા રેસ્ટોરેન્ટ શરૂ કરવું મુશ્કેલ!

નિર્મલા સીતારમણે રજૂ કરેલા આર્થિક સર્વેમાં કેટલીક રોચક માહિતીઓ આપવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે ભારતમાં પિસ્તોલનું લાયસન્સ લેવાથી પણ મુશ્કેલ છે રેસ્ટોરેન્ટ શરૂ કરવું. આ દાખલાથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં આજે પણ નિયમોની જટિલતા કયા સ્તરે છે.

સર્વમાં કહેવાયું હતું કે રેસ્ટોરેન્ટ ખોલવા માટે કેટલાક પ્રકારની મંજૂરીઓની જરૂર હોય છે તે પૈકી એક પોલીસ ક્લીયરેન્સ પણ છે. સર્વેમાં સૂચન કરાયું છે કે તેને ઓછી કરી શકાય છે. પાડોશી દેશ ચીન અને સિંગાપોરમાં રેસ્ટોરેન્ટ ચલાવવા 4 મંજૂરીઓની જરૂર હોય છે જ્યારે ભારતમાં આ માટે 36 મંજૂરીઓની જરૂર હોય છે. તેની સરખામણીમાં પિસ્તોલનું લાયસન્સ લેવા 19 દસ્તાવેજોની જ જરૂર હોય છે.