પાંચ ગણા ભાવે ડેટા ખરીદવા થઈ જાઓ તૈયાર, તમ્મર આવી જાય તેટલો ભાવ વધારો માંગતું જિઓ

ભારતની ટેલિકોમ કંપનીઓ આજકાલ તેમના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે અને તેની અસર ધીમે ધીમે ગ્રાહકો પર પડવા માંડી છે. તાજેતરમાં જ ટેરિફ વધારવામાં આવ્યા છે. પરંતુ હવે તમારા મોબાઇલનો ઉપયોગ કરવો વધુ ખર્ચાળ હોઈ શકે છે.

ટેલિકોમ રેગ્યુલેટર બોડી (ટ્રાઇ) ખરેખર ફ્લોર પ્રાઈસિંગ લાવવાની તૈયારી કરી રહી છે. રિલાયન્સ જિઓએ ટ્રાઇને ફ્લોર પ્રાઈસ વધારવાનું સૂચન કર્યું છે. આ કંપનીએ કહ્યું છે કે શરૂઆતમાં ડેટા માટે 15 રૂપિયા પ્રતિ જીબી ફિક્સ કરવા જોઈએ.

રિલાયન્સ જિઓએ ટ્રાઇને સલાહ પણ આપી છે કે થોડા સમય પછી એટલે કે છથી નવ મહિના દરમિયાન આ ભાવ વધારીને 20 રૂપિયા પ્રતિ જીબી કરી શકાય છે. ઇટી ટેલિકોમના રિપોર્ટમાં સૂત્રો પાસેથી આ બાબતો ટાંકવામાં આવી છે.

રિપોર્ટ્સ અનુસાર રિલાયન્સ જિઓએ કહ્યું છે કે ભારતીય ગ્રાહકો ભાવ પ્રત્યે સંવેદનશીલ છે. ફ્લોર પ્લાન વધારવા માટે જરૂરી છે કે તે એક જ સમયે તેમાં વધારો કરવામાં ન આવે પણ તબક્કાવાર ફ્લોર પ્લાનમાં વધારો કરવામાં આવે.

ટેલિકોમ કંપનીઓએ સરકારને હજારો કરોડ રૂપિયા આપવાના છે અને આને કારણે વોડાફોન આઈડિયા જેવી કંપનીઓ અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. ટ્રાઇ એક પરામર્શ પેપર પર કામ કરી રહી છે જેથી તેમને     ઓક્સિજન આપી શકાય અને કંપનીઓ ફરી બેઠી થાય. ફ્લોર પ્રાઈસિંગ હેઠળના ડેટા માટે બેઝ પ્રાઈસ નક્કી કરવામાં આવશે.

તાજેતરમાં વોડાફોન આઈડિયાએ ટેલિકોમ વિભાગને એક પત્ર લખ્યો છે. કંપનીએ કહ્યું છે કે એક જીબી ડેટાની મીનીમમ પ્રાઈસ 35 રૂપિયા કરવી જોઈએ. હાલમાં એક જીબી ડેટા માટે ગ્રાહકો લગભગ 4 થી 5 રૂપિયા ચૂકવવામાં આવે છે.

હવે વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિઓ એમ બંનેએ આ ફ્લોર પ્રાઈસિંગ કંપની હેઠળ ડેટાના ભાવમાં વધારાની ભલામણ કરી છે, તેથી સ્વાભાવિક છે કે આવનારા સમયમાં કેટલાક નિર્ણય લેવામાં આવશે.

જો ટ્રાઇને આ બંને કંપનીઓની ભલામણ પર વચલો રસ્તો કાઢે છે તો આ કિસ્સામાં પણ ડેટાના ભાવમાં વધારો થશે. ડેટાના ભાવમાં વધારો થવાનો અર્થ સીધો તમારા મોબાઇલ રિચાર્જ પ્લાન પર હશે અને તે પહેલાં કરતાં વધુ ખર્ચાળ બનશે.

અત્યારે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે તે ક્યારે લાવવામાં આવશે. પરંતુ અત્યારે ટેલિકોમ ઉદ્યોગની સ્થિતિ જોતાં લાગે છે કે મોબાઇલ ડેટાનો ઉપયોગ કરવો જલ્દીથી વધુ મોંઘો બની શકે છે. કારણ કે જો કંપની આ કરે છે, તો ધીમે ધીમે બધી કંપનીઓ કરશે. આ સમયે ભારતમાં ઘણા ઓછા ટેલિકોમ પ્લેયરો બાકી છે, તેથી ગ્રાહકો પાસે ઓછા વિકલ્પો હશે.