TRAIએ લોન્ચ કરી નવી ટીવી ચેનલ એપ, હવે તમે મનગમતી ચેનલને આવી રીતે જોઈ શકશો

ટ્રાઇ (TRAI)એ ડીટીએચ સબ્સ્ક્રાઇબર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી ટીવી ચેનલ સિલેક્ટર (TV Channel Selector) એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન દ્વારા, વપરાશકર્તાઓ તેમના ડીટીએચ / કેબલ સબ્સ્ક્રિપ્શનને ચકાસી શકશે તેમજ પેકની ઓફર અંગેની માહિતી મેળવી શકશે. આ એપની વિશેષતા એ છે કે તે યુઝરને રીઅલ ટાઇમ ડેટા આપે છે. ટ્રાઇએ કહ્યું કે, આ એપ્લિકેશન સર્વિસ પ્રોવાઇડર પાસેથી એપીઆઈ દ્વારા સબ્સ્ક્રાઇબરનો ડેટા ઉપાડે છે.

આ એપ્લિકેશન Android અને iOS પર ઉપલબ્ધ કરાઈ

ટ્રાઇની TV Channel Selector એપ્લિકેશન, Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાઈ છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે, તમારે પહેલાં સેવા પ્રદાતાની પસંદગી કરવી પડશે અને તેમાં મોબાઇલ નંબર, સબ્સ્ક્રાઇબર આઈડી અથવા સેટ-ટોપ-બોક્સ નંબર દાખલ કરવો પડશે. આ પછી, વપરાશકર્તાના નોંધાયેલા નંબર પર એક ઓટીપી આવશે. ટ્રાઇએ જણાવ્યું છે કે, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ન હોવાના કિસ્સામાં યુઝર ઓટીપી ટીવી સ્ક્રીન પર જોવા મળશે.

તમને એકાઉન્ટ બેલેન્સની માહિતી મળશે

આ એપ દ્વારા તમને સબ્સ્ક્રાઇબર એકાઉન્ટ વિશેની માહિતી મળશે. આ સાથે, તમને બુકેની સંખ્યા અને વ્યક્તિગત ચેનલો સાથે સબ્સ્ક્રાઇબર્સ દ્વારા સબ્સ્ક્રાઇબ થયેલ કુલ ચેનલ્સ વિશે પણ માહિતી મળશે.

સરળતાથી મનપસંદ ચેનલો પસંદ કરી શકાશે

આ એપ્લિકેશન દ્વારા તમે તમારી પસંદગીની ચેનલો પસંદ કરી શકો છો. આ ઉપરાંત, વપરાશકર્તાઓ તે ચેનલો પણ દૂર કરી શકે છે જે તેઓ જોતા નથી. ટ્રાઇના જણાવ્યા અનુસાર, એપ્લિકેશન હાલમાં પસંદગીના ડીટીએચ ઓપરેટરો અને મલ્ટિ-સિસ્ટમ ઓપરેટરો સાથે કામ કરી રહી છે, જેમાં એરટેલ, ડી 2 એચ, ડિશ ટીવી, હેથવે ડિજિટલ, ઈન્ડિજિટલ, સિટી નેટવર્ક અને ટાટા સ્કાય વગેરેનો સમાવેશ થાય છે.

Bharat Browser છે દેશનું દેશી બ્રાઉઝર, જાણો સમગ્ર માહિતી

ટિકટોક (TikTok)ની ટક્કરમાં પહેલા મિત્રોન (Mitron) અને ચિંગારી (Chingari) એપ્લિકેશન સ્પર્ધામાં રજૂ કરવામાં આવી હતી અને હવે બેંગ્લોર સ્થિત સ્ટાર્ટઅપએ ભારત બ્રાઉઝર (Bharat Browser) શરૂ કર્યું છે. તેની વિશેષતા એ છે કે તે વિવિધ ભારતીય ભાષાઓમાં સામગ્રી પ્રદાન કરે છે અને તે બજારમાં ઉપલબ્ધ ઓછા બજેટ હેન્ડસેટ્સ પર પણ સારી રીતે કાર્ય કરે છે. આ બ્રાઉઝરનું કદ ફક્ત 8.2MB છે અને તે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાયું છે.

ભારત બ્રાઉઝરની સુવિધાઓ:

  1. આમાં, વપરાશકર્તાઓ સ્થાનિક સમાચાર વાંચી શકે છે અને ખરીદી જેવા કામ પણ કરી શકે છે.
  2. ભારત બ્રાઉઝરનો ઉપયોગ કરતી વખતે, વપરાશકર્તાએ ફક્ત તેમનું રાજ્ય પસંદ કરવું પડશે, તે પછી તેઓ તેમના રાજ્યની તમામ લોકપ્રિય સાઇટ્સ અને માહિતી લઈ શકે છે.
  3. તેમાં દેશની 9 ભાષાઓમાં રીઅલ-ટાઇમ ટ્રેંડિંગ ન્યૂઝ અપડેટ્સ શામેલ છે.
  4. દેશભરમાં લોકપ્રિય ચેનલો અને લોકપ્રિય વિડીયોઝ આ બ્રાઉઝરમાં જોઈ શકાય છે.
  5. આ બ્રાઉઝરમાં, બાળકો માટે એક અલગ વિભાગ આપવામાં આવ્યો છે, જે તેમના માટે પ્રી-લોડ વિડીયોઝ, જોડકણાં, રમતો જેવી વસ્તુઓ બતાવે છે.

WWDC 2020: એપલે તેના પ્લાનનો ઉલ્લેખ કરીને WhatsAppનું ટેન્શન વધાર્યું

નવી દિલ્હી : એપલે તેની વાર્ષિક ડેવલપર્સ કોન્ફરન્સ ડબલ્યુડબલ્યુડીસીસી 2020 (WWDC 2020) ની શરૂઆત કરી છે. તમને જણાવી દઈએ કે આ ઇવેન્ટ 22 જૂનથી શરૂ થઈ છે, જે 26 જૂન સુધી ચાલશે. આ ઇવેન્ટમાં એપલે તેના imessage નો ઉલ્લેખ કરીને વોટ્સએપ (WhatsApp)નું ટેન્શન વધાર્યું છે. Appleએ તેની imessage એપ્લિકેશનમાં ઘણા ફેરફારો કર્યા છે અને કહ્યું છે કે તેમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સને સખત સ્પર્ધા આપવાની શક્તિ છે. સંદેશાઓને સુધારવા માટે ઘણી સખત મહેનત કરવામાં આવી છે અને હવે વપરાશકર્તાઓને તેમાં ગ્રુપ ચેટિંગનો એક મહાન અનુભવ મળશે.

તેમાં Mentions ફીચર પણ આપવામાં આવશે અને આ માટે તમારે ‘@’ નો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં. હવે એપલ યુઝર્સ પણ મેસેજ ચેટિંગ દરમિયાન કન્વર્ઝનને પિન કરી શકશે. એ કોન્ટેક્ટને ટોચ પર મૂકી શકશે જેની સાથે વપરાશકર્તાઓ સૌથી વધુ ચેટ કરી રહ્યાં છે. એપલે અપડેટમાં મેસેજીસ માટે મેમોજીસ સુધારવાનો પ્રયાસ કર્યો છે.

થોડી જ ક્ષણોમાં શરુ થશે Appleની વાર્ષિક ડેવલોપર કોન્ફરન્સ WWDC2020

Apple ટૂંક સમયમાં તેની વાર્ષિક ડેવલોપર કોન્ફરન્સ WWDC2020 શરૂ કરશે. આ ઇવેન્ટ ભારતીય સમય મુજબ 22 જૂન સાંજના 10.30 વાગ્યે શરૂ થશે અને કંપનીની ઓફિશિયલ સાઇટ, મોબાઇલ એપ્લિકેશન અને યુટ્યુબ ચેનલ પર લાઇવ જોઈ શકાશે.

Apple પાર્કથી ઇવેન્ટનું જીવંત પ્રસારણ થશે. કંપનીએ આ ઇવેન્ટથી સંબંધિત કેટલીક માહિતી જાહેર કરી છે, એમ કહીને કે ડબલ્યુડબલ્યુડીસીડી 2020 ઇવેન્ટ અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ હશે. તે સમગ્ર વિશ્વના Apple સમુદાયને એકસાથે લાવશે અને આ સમય દરમિયાન 23 મિલિયન (લગભગ 2 કરોડ 30 લાખ) લોકો આ ઇવેન્ટમાં વર્ચુઅલ રીતે ઓનલાઇન કનેક્ટ થશે. આ ઇવેન્ટ 22 જૂનથી 26 જૂન સુધી ચાલશે.

ડબલ્યુડબલ્યુડીસીસી 2020 લાઇવ:

ટિમ કૂકે મેમોજી વિડીયો દ્વારા દરેકને ગુડ મોર્નિંગ કહ્યું.

આ વર્ષે, Appleની ડબ્લ્યુડબ્લ્યુડીસી 2020 કીનોટ આઇફોન એપ્લિકેશન, આઈપેડ, મેક અને Apple ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

Samsungએ આ બંને ફોનની કિંમતમાં વધારો કર્યો, જાણો નવી કિંમત

જો તમે આ દિવસોમાં સેમસંગ સ્માર્ટફોન ખરીદવા વિશે વિચારી રહ્યા છો, તો તમારે હવે વધુ પૈસા ખર્ચ કરવા પડશે. સેમસંગે તેની ગેલેક્સી એમ સિરીઝના બે લોકપ્રિય સ્માર્ટફોન ગેલેક્સી એમ 21 અને ગેલેક્સી એમ 31 ના ભાવમાં વધારો કર્યો છે. 91 મોબાઈલ્સના રિપોર્ટ અનુસાર, ઓફલાઇન સ્ટોર્સ પર આ બંને ફોન્સની કિંમત 500 રૂપિયા મોંઘી થઈ ગઈ છે અને આ કિંમત બધા જ વેરિએન્ટ પર લાગુ થશે, પરંતુ તમે વેબસાઇટ દ્વારા તેને જૂની કિંમતે ખરીદી શકશો.

ગેલેક્સી એમ 21 ના ​​4 જીબી રેમ + 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 500 રૂપિયા મોંઘી થઈ ગયા પછી હવે 14,499 રૂપિયા અને 6 જીબી રેમ + 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 16,499 રૂપિયા કરવામાં આવી છે.

બીજી બાજુ, ગેલેક્સી એમ 31 ની કિંમત તેના 6 જીબી રેમ + 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટ માટે 16,999 રૂપિયાથી વધીને 17,499 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય ફોનમાં 6 જીબી રેમ + 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટ ખરીદવા માટે 18,499 રૂપિયા અને 8 જીબી રેમ + 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટ ખરીદવા માટે 20,499 રૂપિયા ચૂકવવા પડશે.

#boycottchina, આ તે કેવી દેશભક્તિ? સેલ લાગતા જ મિનિટોમાં વેચાઈ ગયા OnePlus 8 Proના બધા ફોન્સ

ચીન સાથેની હિંસક અથડામણમાં શહીદ થયેલા સૈનિકોના અંતિમ સંસ્કારની અગ્નિ પણ ઠંડી થઇ નથી કે, દેશવાસીઓની દેશભક્તિની જ્યોત સળગતા પહેલા જ બુજી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હકીકતમાં, ચાઇનીઝ ઉત્પાદનો # બોયકોટચિનીપ્રોડક્ટ્સે (#BoyCottChineseProducts )નો બહિષ્કાર કરનાર જનતાએ ઓનલાઇન સેલ લાગતા જ માત્ર કેટલીક મિનિટોમાં ચાઈનીઝ કંપની વનપ્લસ 8 પ્રો સ્માર્ટફોનને ખરીદી લીધા હતા. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે લોકો ચાઇનીઝ કંપનીનો મોબાઈલ ખરીદશે નહીં, પરંતુ આજે જ ઓનલાઇન શોપિંગ સાઇટ એમેઝોન દ્વારા સેલ ખોલતાંની સાથે જ તમામ સ્માર્ટફોન્સ આઉટ ઓફ સ્ટોક થઈ ગયાં હતાં.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ બતાવે છે કે ભારત હજી ચીન પરની તેની અવલંબન ઘટાડવા માટે એટલું તૈયાર નથી, ખાસ કરીને સ્માર્ટફોનના કિસ્સામાં. તમને જણાવી દઇએ કે વનપ્લસ ચીની કંપની બીબીકે ઇલેક્ટ્રોનિક્સની બ્રાન્ડ છે જે ઓપ્પો, વીવો અને રીઅલમીના સ્માર્ટફોન પણ બનાવે છે.

ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર હજી પણ વેચાઈ રહ્યા છે ચાઇનીઝ ફોન્સ?

મંગળવાર અને બુધવારે, ચાઇનીઝ સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સના વેચાણ પર બોયકોટ ચાઈનાની કોઈ અસર દેખાઈ નહીં. આ સમય દરમિયાન લોકોએ આવા ઉપકરણો અને ચાઇનીઝ ફોનની ભારે ખરીદી કરી છે. આ મુદ્દા પર, ચાઇનીઝ બ્રાન્ડ્સ, ઇકોમર્સ સાઇટ્સ અને રિટેલ ચેઇનના વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે ચાઇનીઝ બ્રાન્ડ્સ માટે આ દિવસોમાં વ્યવસાય એકદમ સામાન્ય રહ્યો છે, એટલે કે કંપનીઓને કોઈ નુકસાન થયું નથી.

હાલમાં પણ શા માટે આયોજિત થઇ રહ્યા છે ચાઇનીઝ સેલફોનના સેલ

ચાઇનીઝ બ્રોડ્સ હજી પણ લોકપ્રિય ઇ-કોમર્સ સાઇટ્સ ફ્લિપકાર્ટ અને એમેઝોન પર સ્માર્ટફોનનું વેચાણ (સેલ) રાખી રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભૂતકાળમાં લોન્ચ થયેલ શાઓમીનો સેલ ફોન એમ.આઈ.કોમ પર મૂકવામાં આવ્યો હતો અને આ થોડા સમયમાં વેચાઇ ગયો હતો, જે આશ્ચર્યજનક છે. ભારતમાં કોઈ કહે છે કે બાયકોટ ચીન અને કોઈ આ ચાનીઝ પ્રોડક્ટ્સ ખરીદી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે ચાઇનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માંગતા હો, તો તેમની ઉપલબ્ધતા જ અટકાવવી પડશે.

વ્યવસાયની દ્રષ્ટિએ ચીની કંપનીઓને કોઈ નુકસાન નહીં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર જેવી અનેક પહેલ ચલાવી છે, પરંતુ આની ચિની કંપનીઓના વેચાણ ઉપર કોઈ અસર પડી નથી. ઘણી વખત આ ચીની કંપનીઓ પર ડેટા જોખમ અને સલામતી ન હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે, પરંતુ ધંધાની દ્રષ્ટિએ તેમને ભારત તરફથી કોઈ નુકસાન થયું નથી. આશ્ચર્યની વાત તો એ છે કે આવા સમયે પણ વનપ્લસ ભારતમાં તેના તમામ સ્માર્ટફોન વેચી ચુકી છે.

ભારતીય ગુપ્તચર એજન્સીઓએ 52 ચાઇનીઝ એપને ખતરનાક ગણાવી, સરકારની સોંપ્યું લિસ્ટ

છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીનમાં તણાવ છે. પહેલેથી જ, તેમના સામાનનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ 15-16 જૂનની રાત્રે, ચીનના સૈનિકો દ્વારા છેતરપિંડી કરીને ભારતીય સૈનિકોની નિર્દય રીતે કરવામાં આવેલી હત્યાએ ગુસ્સો વધાર્યો છે. લોકો ખુલ્લેઆમ ચીનનો બહિષ્કાર કરી રહ્યા છે. પરંતુ તે દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ સરકારને ચીની એપ્સના ખતરા અંગે ચેતવણી આપીને એક યાદી મોકલી છે. જે યાદીમાં 52 ચાઈનીઝ એપ્લિકેશનને ખતરા સમાન ગણાવી છે.

પોલીસ માટે હાઈ લેવલનું સ્માર્ટ ફિટનેસ બેન્ડ, અક્ષય કુમાર કરશે મદદ

કોરોના વાયરસના ચેપના આ યુગમાં, ઘણા લોકો ફિટનેસ ગેજેટ્સને મહત્વ આપતા થયા છે. તેને ધ્યાનમાં રાખીને બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે નાસિક પોલીસને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. અહેવાલ મુજબ અક્ષય કુમારે નાસિક પોલીસને 33,000 ફીટનેસ બેન્ડ આપવાની જાહેરાત કરી છે. અક્ષય કુમાર ખુદ જ GOQiiનો બ્રાન્ડ એમ્બેસેડર છે. નાસિક પોલીસ જે ફીટનેસ બેન્ડ્સ મેળવશે તેમાં બ્લડ પ્રેશર, શરીરનું તાપમાન અને હાર્ટ રેટ ટ્રેકિંગ જેવી સુવિધાઓ આપવામાં આવશે. પોલીસ અધિકારીઓના આ ફિટનેસ બેન્ડ્સને સેન્ટ્રલ ડેશબોર્ડ દ્વારા જોડવામાં આવશે જ્યાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાની દેખરેખ રાખવામાં આવશે અને આ ઉપરાંત અહીંથી જ ચેપના સંભવિત સંકેતોની માહિતી મેળવવામાં આવશે.


થોડા દિવસો પહેલા, કોરોના વાયરસને કારણે, શરીરના તાપમાનનું વર્ણન કરતા વિશ્વના પ્રથમ સ્માર્ટબેન્ડને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. તેને ટેક કંપની ગોક્વી (GOQii) દ્વારા કેલિફોર્નિયામાં લાવવામાં આવી છે અને તેને ગોકી વાઇટલ 3.0 નામથી બજારમાં લોન્ચ કરવામાં આવી છે. આ ફિટનેસ બેન્ડ શરીરના તાપમાનને ટ્રેક કરવામાં સક્ષમ છે, આ સિવાય, કંપની માને છે કે, તે કોવિડ -19 ના પ્રારંભિક લક્ષણોને શોધી કાઢવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે શરીરના તાપમાનમાં અચાનક વધારો, કોવિડ -19નું એક પ્રારંભિક લક્ષણ છે.

Google Payમાં આવી રહ્યું છે અમેઝિંગ ફીચર, બદલી જશે યુઝર્સનો એક્સપિરિયન્સ

ગૂગલ પે (Google Pay) યુઝર્સને ખૂબ જ જલ્દી ગિફ્ટ મળશે. આ એપ્લિકેશનને ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહી છે જેથી વપરાશકર્તાઓ તેના દ્વારા ખરીદી પણ કરી શકે. ઘણી બ્રાન્ડ્સને ગૂગલ પે એપ્લિકેશનમાં એકીકૃત કરવામાં આવશે, જેના દ્વારા લોકો ઉત્પાદનો ખરીદી શકશે. સંભવ છે કે આ ઉત્પાદનો પર ઘણી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ થશે. 9to5 Google ના અહેવાલ મુજબ, આ સુવિધા વિશે એક સ્ટોપ પોર્ટલ બનાવવામાં આવશે, જ્યાંથી વપરાશકર્તાઓ પોતાની ખરીદી કરી શકશે. પ્રથમ આ સુવિધા યુ.એસ. માં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં ગૂગલ પે એપ્લિકેશનમાં ઘણા બ્રાન્ડ્સ અને કંપનીઓ એકીકૃત છે. અહીંના લોકો હમણાં આ એપ્લિકેશન દ્વારા ખરીદી કરી શકતા નથી, પરંતુ તેઓ તેમના મહત્વપૂર્ણ કામ જેવા બિલ, ટિકિટ બુકિંગ કરવામાં સક્ષમ છે. એક રોઇટર્સના અહેવાલ મુજબ, ગૂગલ પેને અન્ય પેમેન્ટ એપ્લિકેશન્સ કરતા વધારે ફાયદાઓ મળી રહ્યા છે કારણ કે આ એપ અન્ય એપ્સ કરતા એન્ડ્રોઇડ પર વધારે જોવા મળે છે.

BSNL યુઝર્સ માટે સારા સમાચાર, 22 દિવસ માટે ફ્રી મળશે આ સર્વિસ

નવી દિલ્હી : જો તમે પણ બીએસએનએલ (BSNL)ના યુઝર છો તો તમારા માટે એક સારા સમાચાર છે. કંપનીએ તેના 99 રૂપિયાના સ્પેશિયલ ટેરિફ વાઉચરમાં ફેરફાર કર્યો છે. હવે આ વાઉચરમાં, યુઝરને 22 દિવસ નિઃશુલ્ક (ફ્રિ) પર્સનલાઇઝ્ડ રીંગ બેક ટોન (પીઆરબીટી) સર્વિસ આપવામાં આવશે. આ સેવા માટે કંપની સામાન્ય રીતે દર મહિને 30 રૂપિયા લે છે. આ ઉપરાંત, દરેક ગીતની પસંદગી માટે તમારે 12 રૂપિયા ચૂકવવા પડે છે.

ઉલ્લેખનીય છે કે, બીએસએનએલનું આ વિશેષ ટેરિફ વાઉચર અમર્યાદિત વોઇસ કોલિંગ સાથે આવે છે જે 22 દિવસ માટે રોજિંદા કોલિંગ માટે 250 FUP મિનિટ પ્રદાન કરે છે. બીએસએનએલની આ યોજના આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ચંદીગઢ, ચેન્નાઈ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, ગુજરાત, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઝારખંડમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત કર્ણાટક, કોલકાતા, લદ્દાખ, મધ્ય પ્રદેશ અને દેશના અન્ય વર્તુળોના વપરાશકર્તાઓ પણ આ સેવાનો લાભ લઈ શકે છે.