સુશાંતસિંહ રાજપૂતનાં મોતનું દુઃખ સહન ન કરી શકી તેની ભાભી, આઘાતમાં છોડ્યા પ્રાણ

બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળે મૃત્યુનું દુઃખ તેના કઝીન ભાભી સુધા દેવી સહન કરી શક્યા નહીં. આઘાતમાં તેમનું મોત થઇ ગયું. મુંબઈમાં સુશાંતના અંતિમ સંસ્કારની વિધી સંપન્ન થઇ રહી હતી ત્યારે જ તેની ભાભીનું અવસાન થયું.

આપને જણાવી દઈએ કે, સુશાંતના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ તેણે રવિવારે (14 જૂન)થી ખાવા પીવાનું છોડી દીધું હતું. તે સુશાંત સિંહના કઝીન ભાઈ અમરેન્દ્ર સિંહની પત્ની હતી. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, તે થોડા સમયથી બીમાર હતા. રવિવારે સુશાંત રાજપૂતનાં મોતનાં સમાચાર આવતાની સાથે જ તે ફરી વાર બેહોશ થઈ ગયા હતા. સોમવારે (15 જૂન) સાંજે પાંચ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ સુશાંતસિંહ રાજપૂતના વતનનું ગામ પૂર્ણિયાના મલડીહામાં રહેતા હતા.

આત્મહત્યા બાદ સુશાંતના પરિવારને સવાલો પુછતી ચેનલ ટવિટર પર બની ટારગેટ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી તેનાં સમાચાર સામે આવ્યા તેને હજી થોડા કલાકો થયાં છે. જ્યારે તેમનો પરિવાર, ચાહકો અને સમગ્ર ફિલ્મ સમુદાય હજી આઘાતની સ્થિતિમાં છે, ત્યારે કેટલાક ન્યુઝ ચેનલો તેમના પરિવાર તરફથી નિવેદન મેળવવા પટના સ્થિત તેમના ઘરે પહોંચ્યા છે.

https://twitter.com/_akanshjain_/status/1272123008782446593

તેમના ઘરેથી તેમના પપ્પા અને અંકલની શું સ્થિતિ છે તે અંગેના અહેવાલના વિઝ્યુઅલ્સ ચેનલમાં પર દર્શાવવામાં આવતા લોકોને ગુસ્સો આવી રહ્યો છે. નેટીઝેન્સ તેમના અસંવેદનશીલ અહેવાલ માટે ન્યૂઝ ચેનલોની ટીકા કરવા માટે ટ્વિટર પર ગયા હતા. અહીં તમે વિવિધ ટ્વીટમાં લોકોનો ગુસ્સો જોઈ શકો છો. મીડિયા આ સમયે સુશાંતની ફેમેલીને કેવી રીતે ડિસ્ટર્બ કરી શકે તેમજ જ આવા કપરા સમયમાં કેવી રીતે તેના ઘરે જય શકે તે અંગે ટ્વીટર યુઝર્સે સવાલ ઉઠાવ્યા છે.

 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પર વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

ટૂંક સમયમાં જ ટેલિવિઝનના મોટા સ્ટાર બનીને મોટા પડદે પોતાના અભિનયની વાહવાઈ લૂંટનારા બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આ રીતે આત્મહત્યા કરીને દુનિયાને અલવિદા કહેશે તે કોઈના માનવામાં આવતું નથી. ‘એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મથી સૌના દિલમાં પોતાના માટે સ્થાન બનાવનાર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન રવિવારે બાંદ્રામાં તેના એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા સૌકોઈ ચોંકી ઉઠ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાંતના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.


વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, સુશાંત સિંહ રાજપૂત … એક તેજસ્વી યુવાન અભિનેતા ખૂબ જલ્દીથી ચાલ્યો ગયો. તેણે ટીવી અને ફિલ્મોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી. મનોરંજનની દુનિયામાં તેમનો ઉદય ઘણાને પ્રેરણા આપે છે. તેમણે ઘણી યાદગાર પર્ફોમન્સ આપી. હું તેમના મૃત્યુ પર સ્તબ્ધ છું. તેના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ. સુશાંતની આ રીતે વિદાય થતાં બધાં દંગ રહી જાય છે, કોઈને ખાતરી નથી થઇ રહી કે તે હવે આપણી વચ્ચે નથી.