રેસ્ટોરન્ટ્સને મદદ કરવાના પ્લાન સાથે Paytmએ રાજ્ય સરકારોને મોકલ્યો પ્રસ્તાવ

લોકડાઉનને કારણે રેસ્ટોરન્ટ ઉદ્યોગને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો કે, રેસ્ટોરન્ટને મદદ કરવા માટે હવે ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ (Paytm)એ પ્રસ્તાવ તૈયાર કરી 10 રાજ્યોમાં મોકલ્યો છે. કંપનીને આશા છે કે આ 10 રાજ્ય સરકારો તેના પ્રસ્તાવને સ્વીકારી લેશે. Paytmએ દ્વારા કોન્ટેક્ટલેસ ફૂડ ઓર્ડર અને પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારોને મોકલવામાં … Continue reading “રેસ્ટોરન્ટ્સને મદદ કરવાના પ્લાન સાથે Paytmએ રાજ્ય સરકારોને મોકલ્યો પ્રસ્તાવ”

લોકડાઉનને કારણે રેસ્ટોરન્ટ ઉદ્યોગને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો કે, રેસ્ટોરન્ટને મદદ કરવા માટે હવે ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ (Paytm)એ પ્રસ્તાવ તૈયાર કરી 10 રાજ્યોમાં મોકલ્યો છે. કંપનીને આશા છે કે આ 10 રાજ્ય સરકારો તેના પ્રસ્તાવને સ્વીકારી લેશે.

Paytmએ દ્વારા કોન્ટેક્ટલેસ ફૂડ ઓર્ડર અને પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારોને મોકલવામાં આવ્યો છે. કોન્ટેક્ટલેસ ફૂડ ઓર્ડર અને પેમેન્ટન કારણે લોકો રેસ્ટોરન્ટમાં ડાઈન ઈન અને ટેકઅવે દ્વારા પોતાના પ્રિય ભોજનનો આનંદ માની શકે છે. નોંધનીય છે કે, Paytmએ એપ્રિલમાં કહ્યું હતું કે, તેણે સ્કેન ટૂ ઓર્ડર નામના કોન્ટેક્ટલેસ ઇન-સ્ટોર ઓર્ડર મૂકવા માટેની ટેક્નોલોજી વિકસાવી છે. આ સાથે, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોલ્સ સોશિયલ ડિસ્ટન્સને અનુસરીને મેનૂ, ઓર્ડર, બિલિંગ અને કેશલેસ વ્યવહાર કરી શકશે.

સમગ્ર દેશમાં 8 જૂન, સોમવારથી કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં મોલ્સ અને રેસ્ટોરન્ટ્સ ખુલશે. આ માટે, પેટીએમએ આ ક્યૂઆર કોડથી સજ્જ ફૂડ ઓર્ડર આપવાનો રસ્તો શોધી કાઢ્યો છે. અત્યારે આવી દરખાસ્ત 10 રાજ્યોમાં મોકલવામાં આવી છે અને આગામી સમયમાં તે અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પેટીએમએ કહ્યું છે કે તેણે દેશભરમાં હજારો રેસ્ટોરન્ટ્સ સાથે ભાગીદારી કરી છે.