PNB કૌભાંડ: કોર્ટે નીરવ મોદીની સંપત્તિ કુર્ક કરવાની મંજૂરી આપી

પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડ કેસમાં એક વિશેષ અદાલતે 8 જૂન, સોમવારે અહીં ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની સંપત્તિ જોડવાની (કુર્ક કરવાની) મંજૂરી આપી છે. કોર્ટે આ આદેશ ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફંડર્સ એક્ટ (એફઇઓએ) ની કલમો હેઠળ આપ્યો છે.

એફઇઓએ અમલમાં આવ્યાના બે વર્ષ પછી દેશમાં આ પ્રકારનો આ કાયદા હેઠળ કોઈની સંપત્તિના જોડાણનો આદેશ કરવામાં આવ્યો હોય તેવો આ પહેલો કેસ છે. વિશેષ અદાલતના ન્યાયાધીશ વીસી બર્ડેએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આદેશ આપ્યો છે કે પીએનબીને મોર્ટગેજેજ ન હોય તેવા મોદીની સંપત્તિ જોડો. કોર્ટે કહ્યું કે ડિરેક્ટોરેટરે આ સંપત્તિ એક મહિનાની અંદર એફઇઓએ કલમ હેઠળ જપ્ત કરી લેવી જોઈએ.