નેપાળની સંસદે વિવાદિત નકશાને આપી મંજૂરી, ભારતના ત્રણ ક્ષેત્રને પોતાના ગણાવ્યા

વિવાદિત નકશામાં સુધારો કરવાની દરખાસ્ત નેપાળની સંસદમાં પસાર કરવામાં આવી છે. નવા નકશામાં ભારતના ત્રણેય ભાગો- કાલાપાની, લિપુલેખ અને લિમ્પીયાધુરાનો સમાવેશ થાય છે. 275 સભ્યોવાળી નેપાળી સંસદે આ વિવાદાસ્પદ બિલની તરફેણમાં 258 મતો આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને નેપાળમાં સરહદ વિવાદને કારણે સંબંધો તણાવભર્યા ચાલી રહ્યા છે. 8 મેના રોજ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે લીપુલેખથી ધારાચુલા સુધીના માર્ગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી નેપાળે વિરોધ દર્શાવતા લીપુલેખને તેનો ભાગ ગણાવ્યો હતો. 18 મેના રોજ નેપાળે એક નવો નકશો બહાર પાડ્યો. આમાં, ભારતના ત્રણ ક્ષેત્રો લીપુલેખ, લિમ્પીયાધુરા અને કાલાપાનીને પોતાના ક્ષેત્ર ગણાવ્યા છે.

નવો નકશો 18 મેના રોજ પ્રકાશિત થયો હતો

નેપાળે 18 મે ના રોજ એક નવો નકશો બહાર પાડ્યો, જેમાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પીયાધુરાએ પોતાનો હિસ્સો જાહેર કર્યો હતો. આ પગલાથી ભારત અને નેપાળ વચ્ચેની મિત્રતા તૂટવા લાગી. ભારતે આનો સખ્ત વિરોધ કર્યો છે પરંતુ હવે નેપાળ આ નકશા પર અડગ છે.