મુંબઈમાં 26/11 જેવા આતંકવાદી હુમલાની ધમકી, મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ સુરક્ષા અધિકારીઓ સાથે યોજી બેઠક

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે 1 જુલાઈ, બુધવારે કહ્યું હતું કે, તેમણે મુંબઇની તાજ હોટલોમાં આતંકવાદી ખતરાને ધ્યાનમાં રાખીને પોલીસને રાજ્યમાં સુરક્ષા વધારવાનું કહ્યું છે. દેશમુખે મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સુબોધ જયસ્વાલ અને મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ સાથે બેઠક યોજી હતી અને બાદમાં કહ્યું હતું કે, કરાચી સ્ટોક એક્સચેંજ પરના હુમલા પછી મુંબઇની તાજ હોટલોમાં હુમલાની ધમકી આપવામાં આવી હતી. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, મેં રાજ્યમાં સુરક્ષા વધારવા માટે મહારાષ્ટ્રના ડીજીપી અને મુંબઇ પોલીસ વડા બંને સાથે વિગતવાર ચર્ચા કરી.

પોલીસે જણાવ્યું કે, મંગળવારે 2 તાજમહલ પેલેસ અને મુંબઇના તાજ લેન્ડ્સ એન્ડ હોટલની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી, જ્યારે કોઈ અજાણ્યા શખસે ફોન કર્યો હતો અને 26/11ની જેમ હુમલો કરવાની ધમકી આપી હતી. આ વ્યક્તિએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સભ્ય હોવાનો દાવો કર્યો હતો. દેશમુખે કહ્યું કે, સોમવારે મોડી રાતે એક પાકિસ્તાની નંબર પરથી હોટલ પર હુમલો કરવાની ધમકીના અલગ – અલગ ફોન કોલ્સ આવ્યા હતા.

129 વર્ષ પછી મુંબઈમાં આવ્યું વાવાઝોડું, એરપોર્ટ બંધ, સી-લીંક પર અવર-જવર અટકાવી દેવાઈ

મુંબઈ : ભારત હવામાન ખાતા (આઈએમડી) એ 3 જૂને, બુધવારે જણાવ્યું હતું કે, ‘નિસર્ગ’ વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકાંઠે અલીબાગમાં લેન્ડફોલ થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું કલાકના લગભગ 120 કિ.મી.ની ઝડપે ત્રાટક્યું હતું. આઇએમડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, બાદલનો જમણો ભાગ મહારાષ્ટ્રના કાંઠા વિસ્તાર, ખાસ કરીને રાયગઢ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે. તે આગામી ત્રણ કલાકમાં મુંબઇ અને થાણે જિલ્લામાં પહોંચશે. ચક્રવાત પહોંચવાની પ્રક્રિયા બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. મુંબઈ અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરાયું છે.

સાંજે 7 વાગ્યા સુધી #CycloneNisargaને કારણે મુંબઇ એરપોર્ટ પર કોઈ ફલાઇટ ટેક-ઓફ અથવા લેન્ડિંગ નહીં થાય.

હવામાન શાસ્ત્રીઓ કહે છે કે, 129 વર્ષ પછી આવું વાવાઝોડું મુંબઈમાં આવ્યું છે.

મુંબઇના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે વરસાદ, જોરદાર પવન, સમુદ્રમાં ઊંચા મોજા અને તોફાનોનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લેન્ડફોલને પૂર્ણ થવા માટે લગભગ 3 કલાકનો સમય લાગશે.

ભારે પવન અને વરસાદ સાથે અલીબાગમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા. દરિયાકાંઠાના વિસ્તારોમાં જતા અટકાવવામાં આવ્યા છે.

તોફાનને ધ્યાનમાં રાખીને બાંદ્રા-વરલી સી લિંક ઉપર ટ્રાફિક અવરજવર બંધ કરાઈ છે.

મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 21 ટીમો તૈનાત કરવામાં આવી છે

થાણે, રાયગઢ, રત્નાગિરીમાં જોરદાર પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકોને ઘરોમાંથી બહાર ન આવવાની સલાહ આપવામાં આવી છે.