આ તારીખ સુધી રેલવે પાટા પર દોડશે નહીં, પેસેન્જર ટ્રેનો પર લગાવાઈ રોક

કોરોના મહામારીના કારણે રેગ્યુલર પેસેન્જર ટ્રેન પાટા પર દોડાવવામાં વિલંબ થયો છે. રેલવેએ મોટી જાહેરાત કરી 12 ઓગસ્ટ સુધીની ટિકિટ રદ કરી દીધી છે. 12 ઓગષ્ટ સુધી રેલવે પાટા પર દોડશે નહીં.   રેલવેએ 14 એપ્રિલ સુધી બુક કરાયેલી તમામ ટિકિટ રદ કરી દીધી છે અને તેમના નાણાં પરત કરી દેવામાં આવ્યા છે. રેલ્વેએ આ અંગે માહિતી આપી હતી. રેલ્વેએ કહ્યું કે 14 એપ્રિલ સુધીમાં બુક કરાયેલ તમામ ટિકિટને રદ કરવાનો નિર્ણય લીધો છે. રેલ્વે બોર્ડના આદેશમાં જણાવાયું છે કે નિયમિત સમયપત્રક ટ્રેનોમાં 14 એપ્રિલ અથવા તે પહેલાં બુક કરાયેલ તમામ ટિકિટ રદ કરવામાં આવશે. રેલવેમાં 120 દિવસ અગાઉથી બુકિંગ થઈ શકે છે.

આ પણ સૂચવે છે કે સામાન્ય રેલવે સેવા 12 ઓગસ્ટ સુધીમાં શરૂ થવાની અપેક્ષા નથી. સોમવારે જારી કરાયેલા રેલ્વે બોર્ડના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે મુસાફરોની ટિકિટ રદ કરવામાં આવી છે તેમને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. નોંધનીય છે કે, સામાન્ય કામગીરી બંધ કરી હાલમાં 230 વિશેષ ટ્રેનો દોડી રહી છે.

ચીન સામે એક્શન, રેલ્વેએ ચીની કંપની સાથેનો 471 કરોડનો કરાર રદ કર્યો

લદ્દાખની ગલવાન ખીણમાં ચીનની કાર્યવાહી બાદ હવે ભારત તેને પાઠ ભણાવવામાં વ્યસ્ત છે. ભારતીય રેલ્વેએ ચીની કંપની સાથે કરાર રદ કર્યો છે. 2016માં, ચીની કંપની સાથે 471 કરોડમાં કરાર થયો હતો, જેમાં તેને 417 કિલોમીટર લાંબી રેલ્વે ટ્રેક પર સિગ્નલ સિસ્ટમ સ્થાપિત કરવાની હતી. આ અગાઉ સરકારે બીએસએનએલ અને એમટીએનએલને ચિની સાધનોનો ઉપયોગ ઘટાડવા સૂચના આપી હતી.

ભારતીય રેલ્વેની ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ડીએફસીસીઆઈએલ), બેઇજિંગ નેશનલ રેલ્વે રિસર્ચ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિગ્નલ એન્ડ કમ્યુનિકેશન્સ ગ્રુપ ક. લિ. સાથે કરાર રદ કર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કાનપુર અને દીન દયાળ ઉપાધ્યાય રેલ્વે સ્ટેશનના સેક્શનની વચ્ચે 417 કિલોમીટરમાં સિગ્નલિંગ અને ટેલિકમ્યુનિકેશંસનું કામ થવાનું હતું. તેની કિંમત 471 કરોડ રૂપિયા છે.

શું કહ્યું રેલ્વેએ

ભારતીય રેલ્વેનું કહેવું છે કે, ભારતીય રેલ્વે હેઠળ આવેલી ડીએફસીસીઆઈએલે નબળા પ્રદર્શનને કારણે ચીની કંપની સાથે કરાર રદ કર્યો છે. કંપનીના નબળા પ્રદર્શનને કારણે ડીએફસીસીએલે આ નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે 15 જૂન, સોમવારે રાત્રે ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. ચીનની આ કાર્યવાહી બાદ દેશમાં રોષનું વાતાવરણ છે.

રેલવેએ લોકડાઉન દરમિયાન બુક ટિકિટ માટે મુસાફરોને 1885 કરોડ રૂપિયા પરત કર્યા

નવી દિલ્હી: લોકડાઉનના સમયગાળા દરમિયાન બુક કરવામાં આવેલી ટિકિટ રદ કરવાને બદલે રેલવે દ્વારા મુસાફરોને 1885 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. આ અંગે રેલવે વિભાગ દ્વારા આપવામાં આવી છે. કોરોના વાયરસના ચેપને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન રેલવેએ તેની નિયમિત પેસેન્જર ટ્રેન સેવા રદ કરી હતી.

રેલવેએ જણાવ્યું કે, “તમામ ટ્રેનો રદ થવાને કારણે મુસાફરોને મોટી રકમ પરત આપવાનો એક પડકાર હતો.” બુક કરાયેલ ટિકિટની જગ્યાએ રદ કરાયેલ ટિકિટ માટે મુસાફરોને 1885 કરોડ પરત કરવામાં આવ્યા છે. જે ખાતામાંથી ટિકિટ બુક કરાવતી વખતે ચુકવણી કરવામાં આવી હતી તેના પર રકમ પરત મોકલવામાં આવી છે. રેલવેના આ પગલાથી મુસાફરોને તેમની રકમ સમયસર પરત ચુકવવામાં આવી છે.