થઇ જાઓ તૈયાર ! હવે અમિતાભ બચ્ચન બતાવશે ભટકેલાને રસ્તો

જો તમે પણ એક સ્થાનથી બીજી જગ્યાએ જવા માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરો છો, તો પછી આ સમાચાર તમારી માટે ખુશીના સમાચાર બની શકે છે. સામાન્ય રીતે ગુગલ મેપ્સમાં કોઈ મહિલાનો અવાજ સંભળાય છે, પરંતુ હવે આવતા સમયમાં ગૂગલ મેપ્સમાં અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાય શકે છે. મિડ-ડે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગૂગલ અને અમિતાભ બચ્ચન વચ્ચે ગૂગલ મેપ્સને અવાજ આપવા માટે વાતચીત ચાલી રહી છે, જોકે ગૂગલ અથવા અમિતાભ બચ્ચન દ્વારા હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ રીતે જો કોઈ રસ્તો ભટકી ગયા હોય અને મેપ દ્વારા પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચવા માંગતા હોય તો તેમને હવે નજીકના ભવિષ્યમાં અમિતાભ બચ્ચનના અવાજમાં ‘લેફ્ટ -રાઈટ’, ‘યુ ટર્ન’ વગેરે સાંભળવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનની પાવરફુલ એક્ટિંગની સાથે લોકો તેના અવાજને પણ ખુબ પસંદ કરે છે.