બોલ પર લાળ વિના બોલર થઈ જશે ફુસ્સ ! સચિને ગોતી કાઢ્યો આ રસ્તો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) કોરોના વાયરસના ભયને કારણે બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે અને તે દરમિયાન ભારતીય પીઢ બેટ્સમેન સચિન તેંડુલકર અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર બ્રેટ લીએ ચર્ચા કરી હતી કે કોવિડ- 19 વચ્ચે લાળના પ્રતિબંધની અસર ક્રિકેટ પર કેવી અસર પડશે, ખાસ કરીને ટેસ્ટમાં તે અંગે ચર્ચા ચાલી રહી છે.

ભારતના મહાન બેટ્સમેન સચિને કહ્યું કે, ટેસ્ટ ઇનિંગ્સમાં 50 ઓવર પછી આઈસીસી બીજા નવા બોલનો ઉપયોગ કરવાનો વિચાર કરી શકે છે. આ બોલ 80 ઓવર પછી બદલવામાં આવતો હોય છે. સચિનનું માનવું છે કે, ઠંડા વાતાવરણમાં જ્યારે ખેલાડીઓ વધારે પરસેવો વહેડાવતાં નથી ત્યારે બોલને ચમકાવવો વધુ મુશ્કેલ રહેશે.

સચિને કહ્યું કે, તે બોલરો માટે વધુ નુકસાનકારક રહેશે. તેમણે સૂચન આપ્યું, “બોલને ચમકાવવા માટે લાળની ગેરહાજરીમાં, દરેક ઇનિંગ્સમાં નિશ્ચિત માત્રામાં મીણ વાપરવાની મંજૂરી હોવી જોઈએ.