અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પર વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

ટૂંક સમયમાં જ ટેલિવિઝનના મોટા સ્ટાર બનીને મોટા પડદે પોતાના અભિનયની વાહવાઈ લૂંટનારા બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આ રીતે આત્મહત્યા કરીને દુનિયાને અલવિદા કહેશે તે કોઈના માનવામાં આવતું નથી. ‘એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મથી સૌના દિલમાં પોતાના માટે સ્થાન બનાવનાર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન રવિવારે બાંદ્રામાં તેના એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા સૌકોઈ ચોંકી ઉઠ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાંતના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.


વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, સુશાંત સિંહ રાજપૂત … એક તેજસ્વી યુવાન અભિનેતા ખૂબ જલ્દીથી ચાલ્યો ગયો. તેણે ટીવી અને ફિલ્મોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી. મનોરંજનની દુનિયામાં તેમનો ઉદય ઘણાને પ્રેરણા આપે છે. તેમણે ઘણી યાદગાર પર્ફોમન્સ આપી. હું તેમના મૃત્યુ પર સ્તબ્ધ છું. તેના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ. સુશાંતની આ રીતે વિદાય થતાં બધાં દંગ રહી જાય છે, કોઈને ખાતરી નથી થઇ રહી કે તે હવે આપણી વચ્ચે નથી.