પોલીસ માટે હાઈ લેવલનું સ્માર્ટ ફિટનેસ બેન્ડ, અક્ષય કુમાર કરશે મદદ

કોરોના વાયરસના ચેપના આ યુગમાં, ઘણા લોકો ફિટનેસ ગેજેટ્સને મહત્વ આપતા થયા છે. તેને ધ્યાનમાં રાખીને બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે નાસિક પોલીસને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. અહેવાલ મુજબ અક્ષય કુમારે નાસિક પોલીસને 33,000 ફીટનેસ બેન્ડ આપવાની જાહેરાત કરી છે. અક્ષય કુમાર ખુદ જ GOQiiનો બ્રાન્ડ એમ્બેસેડર છે. નાસિક પોલીસ જે ફીટનેસ બેન્ડ્સ મેળવશે તેમાં બ્લડ પ્રેશર, શરીરનું તાપમાન અને હાર્ટ રેટ ટ્રેકિંગ જેવી સુવિધાઓ આપવામાં આવશે. પોલીસ અધિકારીઓના આ ફિટનેસ બેન્ડ્સને સેન્ટ્રલ ડેશબોર્ડ દ્વારા જોડવામાં આવશે જ્યાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાની દેખરેખ રાખવામાં આવશે અને આ ઉપરાંત અહીંથી જ ચેપના સંભવિત સંકેતોની માહિતી મેળવવામાં આવશે.


થોડા દિવસો પહેલા, કોરોના વાયરસને કારણે, શરીરના તાપમાનનું વર્ણન કરતા વિશ્વના પ્રથમ સ્માર્ટબેન્ડને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. તેને ટેક કંપની ગોક્વી (GOQii) દ્વારા કેલિફોર્નિયામાં લાવવામાં આવી છે અને તેને ગોકી વાઇટલ 3.0 નામથી બજારમાં લોન્ચ કરવામાં આવી છે. આ ફિટનેસ બેન્ડ શરીરના તાપમાનને ટ્રેક કરવામાં સક્ષમ છે, આ સિવાય, કંપની માને છે કે, તે કોવિડ -19 ના પ્રારંભિક લક્ષણોને શોધી કાઢવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે શરીરના તાપમાનમાં અચાનક વધારો, કોવિડ -19નું એક પ્રારંભિક લક્ષણ છે.