Post

યુપી મદરેસા બોર્ડ એક્ટ 2004 ગેરબંધારણીય: અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ફેંસલો

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે શુક્રવારે યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004ને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. કહ્યું કે આ કાયદો ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે એટલે કે તે તેની વિરુદ્ધ છે. જ્યારે બિનસાંપ્રદાયિકતા એ બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે. કોર્ટે રાજ્ય સરકારને મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને મૂળભૂત શિક્ષણ પ્રણાલીમાં તાત્કાલિક સમાવી લેવાનો આદેશ આપ્યો છે. સરકારને એ પણ સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો કે 6 થી 14 વર્ષની વયના બાળકો માન્ય સંસ્થાઓમાં પ્રવેશથી વંચિત ન રહે.

જસ્ટિસ વિવેક ચૌધરી અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની ડિવિઝન બેંચે અરજદાર અંશુમાન સિંહ રાઠોડ અને અન્ય પાંચ લોકોની અરજી પર આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. અરજીઓમાં, ઉત્તર પ્રદેશ મદરેસા બોર્ડ શિક્ષણ અધિનિયમની બંધારણીયતાને પડકારતી, કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્તરે લઘુમતી કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવતા મદરેસાના સંચાલનની યોગ્યતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. રાજ્યમાં મદરેસાઓની તપાસ માટે સરકારે ઓક્ટોબર 2023માં SITની રચના કરી હતી. તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે ચાલી રહેલા હજારો મદરેસાઓને બંધ કરવાની તૈયારી ચાલી રહી છે.

શુક્રવારે કોર્ટે મદરેસાના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુપી સરકારને તેમને સરકારી શાળાઓમાં સમાવવા અને તેમને શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડવાનો નિર્દેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશ મદરેસા બોર્ડ એક્ટ 2004 હેઠળ રાજ્યમાં હજુ પણ મદરેસાઓ ચલાવવામાં આવી રહી છે. કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યા બાદ કોર્ટે સરકારને મદરેસાઓમાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય વિષયોમાં શિક્ષણ આપવા અને તેમનું ભવિષ્ય બગડે નહીં તેની ખાતરી કરવા માટે તેમને મૂળભૂત શિક્ષણ પ્રણાલીમાં સ્થાન આપવા જણાવ્યું છે.

શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન

અરજદાર વતી કહેવામાં આવ્યું હતું કે આ કાયદો ખૂબ જ ખોટી રીતે બનાવવામાં આવ્યો છે. આમાં બિનસાંપ્રદાયિકતા અને શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન થયું હતું. કહ્યું કે આ દેશમાં તમામ બાળકોને પાયાનું શિક્ષણ આપવાનો કાયદો છે, જ્યારે મદરેસાઓમાં તેને ધાર્મિક શિક્ષણ પૂરતો સીમિત કરી દેવામાં આવ્યો છે. જો સરકાર કોઈપણ શૈક્ષણિક સંસ્થાને અનુદાન આપતી હોય તો તેણે બાળકો પાસેથી ફી ન લેવી જોઈએ. પરંતુ, મદરેસાઓએ પણ તેનું ઉલ્લંઘન કર્યું છે. જણાવ્યું હતું કે આ કાયદો એટલો શક્તિશાળી બનાવવામાં આવ્યો હતો કે માત્ર શાળા શિક્ષણ જ નહીં પરંતુ કોલેજોને પણ નિયંત્રિત કરવાની સત્તા તેના હાથમાં છે.

આ અરજીનો મદરેસા બોર્ડ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર વતી મુખ્ય સ્થાયી વકીલ શૈલેન્દ્ર કુમાર સિંહે કેસ રજૂ કર્યો હતો. આ કેસમાં નિયુક્ત કરાયેલા એમિકસ ક્યુરીએ પણ દલીલો કરી હતી. કોર્ટે ચુકાદા સાથે અંશુમાન સિંહ રાઠોડની અરજી સ્વીકારી હતી. અન્ય પ્રશ્નો ઉઠાવતી બાકીની 5 સંદર્ભિત અરજીઓ સંબંધિત કોર્ટમાં પરત મોકલવા આદેશ કર્યો છે.

16512: રાજ્યમાં કુલ મદરેસાઓને માન્યતા

બીજેપી અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ બાસિત અલીએ હાઈકોર્ટના ફેંંસલાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે કોર્ટના નિર્ણયથી બાળકોને આગળ વધવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે મદરેસાઓની સ્થિતિમાં ફેરફાર થવો જોઈએ. આજે પણ મદરેસાઓમાં બાળકો જમીન પર બેસીને અભ્યાસ કરે છે.

ચૂકાદોનો અભ્યાસ કરી બોર્ડ પગલાં લેશે

બોર્ડના અધ્યક્ષ ઈફ્તિખાર અહેમદ જાવેદે કહ્યું કે કોર્ટનો નિર્ણય વાંચીને આગળનો નિર્ણય લેવામાં આવશે. 20 વર્ષ બાદ આ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક કંઇક ખોટું હશે. અમારા વકીલો કોર્ટમાં તેમનો કેસ યોગ્ય રીતે રજૂ કરી શક્યા નથી.

મૌલાના સૈફ અબ્બાસે કહ્યું કે, અમે હાઈકોર્ટના નિર્ણયથી આશ્ચર્યચકિત છીએ
મૌલાના સૈફ અબ્બાસે કહ્યું કે અમે હાઈકોર્ટના નિર્ણયથી આશ્ચર્યચકિત છીએ. મદરેસા એક્ટ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે, મૌલવીઓએ નહીં. હવે મદરેસાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું શું થશે? તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો તેઓ વધુ કોર્ટનો સંપર્ક કરશે.

પર્સનલ લો બોર્ડ સુપ્રીમ કોર્ટમાં જશે

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રાશિદ ફરંગી મહાલીએ કહ્યું કે અમે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું.
હજારો મદરેસાઓ માન્યતા વિના અને વિદેશી ભંડોળથી ચાલી રહી છે.
રાજ્યની તમામ મદરેસાઓને વિદેશી ભંડોળના મુદ્દાની તપાસ માટે સરકારે ત્રણ સભ્યોની SITની રચના કરી હતી. આ રિપોર્ટમાં લગભગ 13 હજાર મદરેસાઓમાં વિવિધ ગેરરીતિઓ સામે આવી છે. છેલ્લા છ મહિનાથી તપાસ કરી રહેલી SITએ પોતાના બે રિપોર્ટ સરકારને સુપરત કર્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ અંતિમ રિપોર્ટ આપવામાં આવશે. SITની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે નેપાળની સરહદે આવેલા જિલ્લાઓમાં સેંકડો મદરેસાઓ ખોલવામાં આવી છે. તેમાંથી મોટાભાગના તેમની આવક અને ખર્ચનો હિસાબ SITને આપી શક્યા ન હતા. દાનથી મદરેસાનું નિર્માણ કર્યું હોવાનો દાવો કર્યો હતો, પરંતુ પૈસા દાનમાં આપનારાઓના નામ જાહેર કરી શક્યા નથી.

વિદેશી ભંડોળ સાથે માન્યતા વિના હજારો મદરેસા ચાલી રહ્યા છે
રાજ્યની તમામ મદરેસાઓને વિદેશી ભંડોળના મુદ્દાની તપાસ માટે સરકારે ત્રણ સભ્યોની SITની રચના કરી હતી. આ રિપોર્ટમાં લગભગ 13 હજાર મદરેસાઓમાં વિવિધ ગેરરીતિઓ સામે આવી છે. છેલ્લા છ મહિનાથી તપાસ કરી રહેલી SITએ પોતાના બે રિપોર્ટ સરકારને સુપરત કર્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ અંતિમ રિપોર્ટ આપવામાં આવશે. SITની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે નેપાળની સરહદે આવેલા જિલ્લાઓમાં સેંકડો મદરેસાઓ ખોલવામાં આવી છે. તેમાંથી મોટાભાગના તેમની આવક અને ખર્ચનો હિસાબ SITને આપી શક્યા ન હતા. દાનથી મદરેસાનું નિર્માણ કર્યું હોવાનો દાવો કર્યો હતો, પરંતુ પૈસા દાનમાં આપનારાઓના નામ જાહેર કરી શક્યા નથી.

આ આતંકી સંગઠને મોસ્કોમાં કોન્સર્ટ હોલમાં કર્યો હુમલો, અત્યાર સુધીમાં 60ના મોત, 145 ઘાયલ

મોસ્કોના કોન્સર્ટ હોલમાં શુક્રવારે મોડી રાત્રે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં અત્યાર સુધી 60 લોકો માર્યા ગયા હોવાનું જાણવા મળે છે. આ હુમલામાં 145 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. કુખ્યાત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે. આ અંગે ISએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રશિયાની રાજધાની મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી હતી અને કહ્યું હતું કે ભારત દુઃખની આ ઘડીમાં રશિયન સરકાર અને તેના લોકો સાથે એકતામાં ઊભું છે.

એક નિવેદન આપતા, આતંકવાદી સંગઠને કહ્યું કે તેણે રશિયાની રાજધાની મોસ્કોની બહાર આવેલા ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓના એક મોટા મેળાવડાને નિશાન બનાવ્યું. આમાં ઘણા લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.

કટોકટી સેવાઓ મંત્રાલયે જણાવ્યું હતું કે ગોળીબાર પછી, લગભગ 100 લોકો થિયેટરના ભોંયરામાંથી ભાગવામાં સફળ થયા હતા, જ્યારે અન્ય છત પર છુપાઈ ગયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રોક બેન્ડના તમામ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

રશિયન મીડિયા અનુસાર, હુમલાખોરોએ વિસ્ફોટકોનો પણ ઉપયોગ કર્યો હતો, જેના કારણે હોલમાં વિસ્ફોટ થયો હતો અને ભારે આગ લાગી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બિલ્ડિંગમાંથી ભારે ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.

મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને આ હુમલાને અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના ગણાવી હતી. રશિયાની ટોચની તપાસ એજન્સીનું માનવું છે કે આ એક આતંકવાદી હુમલો છે. રશિયાના બે દાયકાના ઈતિહાસમાં આ સૌથી ખતરનાક આતંકવાદી હુમલો છે.

PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “અમે મોસ્કોમાં જઘન્ય આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભારત દુઃખની આ ઘડીમાં રશિયાની સરકાર અને લોકો સાથે એકતામાં ઊભું છે.

ભાજપમાં ભડાકો: ભીખાજી ઠાકોર બાદ વડોદરાના રંજન ભટ્ટે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

ગુજરાત ભાજપ માટે શનિવારની સવારની શરૂઆત સારી થઈ નથી. ભાજપના વડોદરાના વર્તમાન સાંસદ અને આવતી ચૂંટણીના ઉમેદવાર રંજન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી તેની ગણતરીની મિનિટોમાં ભાજપના અન્ય એક ઉમેદવારે પણ ચૂંટણી ન લડવાની વાત કરી છે. ભાજપના સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમણે પણ રંજનબેનની જેમ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ માહિતી આપી છે.

સૂત્રોાનું માનીએ તો હજુ પક્ષમાં આંતરિક કારણોને ધ્યાનમાં લઈ અન્ય ઉમેદવારો આ રીતે અનિચ્છા દર્શાવે તેવી શક્યતા છે. રંજન ભટ્ટનો વિરોધ વડોદરા શહેરમાં થઈ રહ્યો હતો.

જો બન્નેની વાત પક્ષના મોવડી મંડળને માન્ય હશે તો નવા ઉમેદવારો જાહેર કરવાની ફરજ પક્ષને પડશે. ભિખાજી ઠાકોરે ડામોરમાંથી ઠાકોર અટક કરી હોવાનો વિવાદ થોડા સમય પહેલા ચર્ચાનો વિષય બન્યો હતો. હવે તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે.

આ સાથે આણંદના ઉમેદવાર મિતેષ પટેલ સામે પણ પક્ષમાં વિરોધ ઉગ્ર બનતો જાય છે. મિતેષ પટેલ વિરુદ્ધમાં પક્ષે ભાજપ હાઈકમાન્ડ સામે રજૂઆત કરી તેમના અમુક કારાનારા બહાર લાવ્યાનું ચર્ચામાં છે. આજે ભાજપની બેઠક દિલ્હી ખાતે મળશે આથી તેમની ઉમેદવારી સામે પણ પ્રશ્નાર્થ છે. અહીંથી કૉંગ્રેસે વિધાનસભ્ય અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે.

ઓટીટીની અશ્લિલ સામગ્રી સામે કડક કાર્યવાહીઃ 18 પ્લેટફોર્મ, 19 સાઈટ, 10 એપ બ્લોક

ઓ.ટી.ટી. પર અશ્લિલ સામગ્રી સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી કરી છે અને અનેક પ્લેટફોર્મ બ્લોક કરાયા છે.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઓટીટીની અશ્લિલ સામગ્રી પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોદી સરકાર દ્વારા બ્લોક કરાયેલા ૧૮ પ્લેટફોર્મ, ૧૯ સાઈટ્સ-૧૦ એપ્સ અને પ૭ સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

કેન્દ્ર દ્વારા આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી છે જ્યારે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા ભૂતકાળમાં ઘણી વખત આ અંગે ચેતવણી આપવામાં આવી હતી. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓવર ધ ટોપ પ્લેટફોર્મ પર અશ્લિલ સામગ્રીને લઈને મોટી કાર્યવાહી કરી છે.

પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ૧૮ અવરોધિત ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લિલ, અભદ્ર અને કેટલાક પ્રસંગોએ પોર્ન સામગ્રી પણ આપવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી છે જ્યારે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા ભૂતકાળમાં ઘણી વખત આ અંગે ચેતવણી આપવામાં આવી હતી.

ગુરુવારે (૧૪ માર્ચ, ર૦ર૪) સમગ્ર દેશમાં ૧૮ ઓટીટી પ્લેટફોર્મ, ૧ વેબસાઈટ્સ, ૧૦ એપ્સ અને પ૭ સોશિયલ મીડિયા હેન્ડલ બ્લોક કરવામાં આવ્યા હતાં.

ગુજરાતમાં ભાજપે આ 7 ઉમેદવારના નામ કર્યા જાહેર, જાણો કોનું પત્તુ કપાયું અને કોણ થયું રિપીટ?

ભાજપે કુલ 72 ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં ગુજરાતમાં પણ 7 ઉમેદવારોને ટિકિટ મળી છે. આ સાત ઉમેદવારોમાં સુરતથી મુકેશ દલાલ,ભાવનગરમાં નિમુબેન બાભણીયા, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વમાં હસમુખભાઈ પટેલ, વડોદરામાં રંજનબેન ભટ્ટ, છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા, વલસાડમાં ધવલ પટેલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, ભાજપે સાબરકાંઠા, ભાવનગર, છોટાઉદેપુરમાં અને સુરત, વલસાડના સાંસદની ટિકિટ કાપીને નવા ચહેરાને તક આપી છે.

ભાજપે બીજી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતમાં સુરતના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટિકિટ કાપી મુકેશ દલાલને ટિકિટ આપી છે. તે જ રીતે ભાવનગરના વર્તમાન સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને ટિકિટ નથી મળી. તેમના સ્થાને ભાવનગરના પૂર્વ મેયર નિમુબેન બાંભણીયાને ટિકિટ અપાઇ છે.

વલસાડમાં વર્તમાન સાંસદ કે.સી.પટેલના બદલે ધવલ પટેલને અપાઇ ટિકિટ, છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાનું પત્તુ કપાયું છે તેમના સ્થાને જશુભાઈ રાઠવાની પસંદગી થઈ છે. સાબરકાંઠા બેઠક પર હાલમાં દીપસિંહ રાઠોડના બદલે ભીખાજી ઠાકોરને ટિકિટ મળી છે.

ગુજરાત ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારોના નામનો જાહેરાત કરી દીધી છે. ભાજપે 22માંથી પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કાપ્યા છે. અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગર બેઠક પર હજુ ઉમેદવારના નામ પર સસ્પેંસ યથાવત છે.

 

મુંબઈના બે સાંસદોની ભાજપે ટિકિટ કાપી નાંખી, પિયુષ ગોયલ, મિહિર કોટેચા બન્યા ઉમેદવાર

લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે, જેમાં આજે 72 ઉમેદવારનો સમાવેશ કર્યો છે. આજની યાદીમાં મહારાષ્ટ્ર સહિત મુંબઈની બે બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યાં છે, જેમાં ઉત્તર મુંબઈ અને ઉત્તર પૂર્વ મુંબઈના ઉમેદવારોની જાહેરાત કરીને અમુક નેતાઓની સાથે તેમના કાર્યકરો નારાજ થયા છે.

જોકે, આ વખતે ભાજપે નાંખેલી ગુગલીના કારણે બે સિટિંગ સાંસદની વિકેટ પડી ગઇ છે. ઉત્તર મુંબઈથી બે વખત સાંસદ રહી ચૂકેલા ગોપાલ શેટ્ટીનું પત્તું આ વખતે કપાયું છે અને તેમના સ્થાને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલને ઉમેદવારી આપવામાં આવી છે. જ્યારે ઉત્તર પૂર્વ મુંબઈથી સાંસદની ટિકિટ પણ આ વખતે કપાઇ છે.

મનોજ કોટક પણ સીટીંગ સાંસદ છે અને તેમના સ્થાને મિહિર કોટેચાને લોકસભાની ચૂંટણીની ઉમેદવારી ઉત્તર પૂર્વ મુંબઈની બેઠક ઉપરથી આપવામાં આવી છે. ભાજપના આ નિર્ણયના કારણે સીટીંગ સાંસદ અને તેમના સમર્થકોને આઘાતજનક છે, જ્યારે પીયૂષ ગોયલ અને મિહિર કોટેચા માટે ભાજપની લોકસભા ઉમેદવારોની બીજી યાદી સરપ્રાઇઝ તરીકે જોવા મળી રહી છે.

ઉત્તર મુંબઈની બેઠક ભાજપ માટે અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે અને ગઇ લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડ ચાર લાખ કરતાં વધુ મતોની સરસાઇથી ભાજપના ઉમેદવાર આ બેઠક ઉપરથી વિજયી થયા હતા. એટલે કે ભાજપની ગઢ મનાતી આ બેઠક ઉપરથી પીયૂષ ગોયલને સેફ પેસેજ આપી દેવામાં આવ્યો હોવાનું કહેવાઇ રહ્યું છે.

બીજી તરફ ઉત્તર પૂર્વ મુંબઈની બેઠક ઉપરથી મનોજ કોટકનું નામ બાકાત કરી મિહિર કોટેચાને ઉમેદવારી અપાતા ભાજપે આ મતવિસ્તારના મતદારોને અચંબો આપ્યો છે. હવે આ બંને ઉમેદવારો લોકસભાની ચૂંટણીની કસોટીમાં કેટલા ખરા ઉતરે છે તે જોવાનું રહેશે.

ગુજરાતમાં આ 4 લોકસભાની સીટ માટે સસ્પેન્સ: જાણો ભાજપની શું છે રાજકીય મુશ્કેલી?

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ તેના ઉમેદવારોની જાહેર કરી રહ્યું છે. ભાજપે આજે લોકસભાના નવા 7 નામો જાહેર કરતાં કુલ 22 ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. જો કે હજુ પણ 4 સીટો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે, આ બેઠકોમાં અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં 26માંથી 26 બેઠકો જીતવા માગે છે તેથી ખુબ જ સાવધાનીપૂર્વક ઉમેદવારો જાહેર કરી રહ્યું છે. હવે આ 4 સીટો પર ક્યાં કોકડું ગુચવાયું છે તે જાણવું રસપ્રદ બની રહેશે.

ભાજપ માટે અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગર સીટ માટે ઉમેદવારો જાહેર કરવામાં સૌથી મોટી મુશ્કેલી જાતિ સમીકરણો ઉપરાંત પાર્ટીનું આંતરિક રાજકારણની છે. જેમ કે મહેસાણામાં અનિલભાઈના પત્ની અને વર્તમાન સાંસદ શારદાબેન પટેલે આ બેઠક પર ચૂંટણી લડવાની પહેલાંથી ના પાડી છે. તે જ રીતે નીતિન પટેલે આ બેઠક પર દાવેદારી કરી હતી પણ હાઈકમાન્ડના દબાણથી તેમને આ દાવેદારી છોડી દીધી છે. મહેસાણામાં પાટીદાર અને ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે. હાલ મહેસાણા સીટ માટે ડો. એ.કે પટેલના પુત્ર એવા ડૉક્ટર ધનેશ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલનું નામ પણ ટિકિટ માટે ચર્ચામાં છે, તો બીજું એક મોટું નામ કડી વિદ્યાલયના સરદારભાઈનું છે તે પણ આ બેઠકના પ્રબળ દાવેદાર ઉમેદવાર ગણી શકાય છે.

સુરેન્દ્રનગરમાં પણ કોને ટિકિટ આપવી એ મુદ્દે પાર્ટીમાં અવઢવની સ્થિતી છે. સુરેન્દ્રનગરમાં હાલમાં ભાજપના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા છે. ભાજપ એમને રીપિટ કરે તેવી સંભાવના ઓછી છે. હાલના સાંસદ ડો. મહેન્દ્ર મુજપરા સામે સૌથી મોટો વિરોધ ફરિયાદ સ્થાનિક કાર્યકરોનો છે, તેઓ ક્યારેય પ્રજાનું કામ હોય ત્યારે જનતાની વચ્ચે રહ્યા નથી. આ બેઠક માટે પહેલાં આ સીટ પર કુવરજી બાવળિયાનું નામ ચાલ્યું હતું પણ તેઓએ જાહેરમાં ચોખ્ખી ના પાડી દીધી હતી, હવે પાર્ટી જસદણના ડો. ભરત બોઘરા કે શંકરભાઈ વેગડના નામ અંગે ચર્ચા કરી રહી છે.

અમરેલી બેઠક પર વિવાદ વધ્યો છે. અમરીશ ડેરને ભાજપે કેસરિયો પહેરાવતાં આ સીટ પર કોને ઉમેદવાર જાહેર કરવો એ સમસ્યા બની ગઈ છે. અમરેલીમાં ત્રણ ટર્મથી ચુંટાતા નારણ કાછડીયાને પડતા મૂકવામાં આવશે તે હવે સ્પષ્ટ થઈ ગયું પણ તેમના સ્થાને તો પાટીદાર સમુદાયના કયા ઉમેદવારને પસંદ કરવા તેને લઈને પાર્ટીમાં અશમંજસની સ્થિતી જણાણી રહી છે. જેમ કે સાંસદ બનવા માટે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા જુના અને જાણીતા બાવકુ ઉધાડ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના ભાઈ મુકેશ સંઘાણી દાવેદાર છે ત્યારે નવું નામ જિલ્લા પંચાયત હાલના પ્રમુખ ભરત સુતરીયાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.

 

જ્ઞાનેશ કુમાર, સુખબીર સંધુ નવા ચૂંટણી કમિશનર નિમાયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પેનલે ગુરુવારે ભૂતપૂર્વ IAS અધિકારી સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમારને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે, એમ લોકસભામાં કૉંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મીડિયાને જાણકારી આપી હતી. આ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે ચૂંટણી કમિશનરની નિમણૂક માટે પસંદગી સમિતિની બેઠક 15 માર્ચે સાંજે 6 વાગ્યે યોજાશે, પણ ત્યાર બાદ આજે બપોરે 12 કલાકે આ બેઠક યોજાઇ હતી. ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે તેઓ ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા સાથે સહમત નથી.

આઠ માર્ચે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે રાજીનામુ આપ્યું હતું અને 14 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી કમિશનર અનુપ ચંદ્રા પાંડે નિવૃત્ત થયા હતા. આમ કુલ 3 ચૂંટણી કમિશનરમાંથી માત્ર એક જ ચૂંટણી કમિશનર રાજીવ કુમાર રહ્યા હતા. નોંધનીય છે કે ચૂંટણી કમિશનરની બે ખાલી પોસ્ટ માટે ઉત્પલ કુમાર સિંહ, પ્રદીપ કુમાર, જ્ઞાનેશ કુમાર, સુખબીર સંધુ એમ ચાર નામ ચર્ચાઇ રહ્યા હતા.

ચૂંટણી કમિશનરની પસંદગી કરવા માટે મળેલી સમિતિની બેઠક બાદ અધીર રંજન ચૌધરીએ પસંદગીની પ્રક્રિયા સામે તેમની અસંમતિ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે સરકાર પાસે બહુમતી છે. અગાઉ તેમણે મને 212 નામ આપ્યા હતા, પણ નિમણૂકની 10 મિનિટ પહેલા તેઓએ મને ફરીથી ફક્ત છ નામ આપ્યા. પસંદગી સમિતિમાં CJI નથી. કેન્દ્ર સરકારે એવો કાયદો બનાવ્યો છે કે CJI કંઇ દખલ ના કરી શકે અને કેન્દ્ર સરકાર તેમની મરજીથી તેમને અનુકૂળ નામ પસંદ કરી શકે. મને લાગે છે કે ચૂંટણી કમિશનરની પસંદગીમાં જે પ્રક્રિયા અનુસરવામાં આવી છે, તેમાં કેટલીક ખામી છે. આમ તેમણે પસંદગીની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા પસંદગી સામે પોતાની અસહમતિ દર્શાવી હતી.

ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે લોકસભાની ચૂંટણી પહેલા રાજીનામુ આપવાની જાહેરાત કર્યાના કેટલાક દિવસો બાદ આ નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકો વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળની પેનલ દ્વારા કરવામાં આવી હતી. આ પેનલમાં ભારતના CJIને છઓડીને વિપક્ષના નેતા અને નિયુક્ત કેબિનેટ પ્રધાનનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટની ફટકાર પછી ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડની માહિતી જાહેર કરી

સુપ્રીમ કોર્ટના આદેશ પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા ચૂંટણી પંચને સોંપી દીધો છે. હવે ચૂંટણી પંચે એસબીઆઈ પાસેથી ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત પોતાની જાણકારી વેબસાઈટ પર અપલોડ પણ કરતા ખળભળાટ મચી ગયો છે.

ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા ઈલેક્ટોરલ બોન્ડનો જે ડેટા 12મી માર્ચે સોપ્યો હતો. ચૂંટણી પંચે પંદરમી માર્ચની ડેડલાઈન પૂર્વે આજે જાહેર કરી દીધો હતો.

ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર જે ડેટા શેર કર્યો છે, તેમાં 12 એપ્રિલ 2019 પછી 1,000 રુપિયાથી એક કરોડ રુપિયા સુધીના ચૂંટણી બોન્ડ (આ બોન્ડ હવે પૂરા થઈ ગયા છે)ની ખરીદીની જાણકારી આપી છે, જેમાં કંપનીઓ અને વ્યક્તિઓ દ્વારા કરવામાં ખરીદી બતાવી છે. ઈલેક્ટોરલ બોન્ડની માહિતી જાહેર કરતા સુપ્રીમ કોર્ટના આદેશ પાલન કરતા એસબીઆઈએ એ સંસ્થાઓની પણ વિગત આપી હતી, જેમણે પૂરા થયેલા ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા.
ચૂંટણી પંચવતીથી જાહેર કરવામાં આવેલા ચૂંટણીના બોન્ડના માધ્યમથી ચૂંટણીનું ભંડોળ પ્રાપ્ત કરનારી પાર્ટીમાં ભાજપ, કોંગ્રેસ, અન્નાદ્રમુક, બીઆરએસ, શિવસેના, ટીડીપી, વાઈએસઆર સહિત અન્ય પાર્ટીનો સમાવેશ થાય છે.
ચૂંટણીના બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને દાન આપનારી કંપનીની યાદીમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેધા એન્જિનિયરિંગ, પીરામલ એન્ટરપ્રાઈઝ, ટોરન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કમશિર્યલ ડેવલપર્સ, વેદાંતા લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર સુલા વાઈન, વેલસ્પન, સન ફાર્મા અને અન્યનો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચે ચૂંટણીના બોન્ડને લઈ એસબીઆઈ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) તરફથી ઉપલબ્ધ ડેટાની સમય મર્યદાના એક દિવસ પહેલા એટલે આજે રાતના પોતાની વેબસાઈટ પર ડેટા અપલોડ કરવામાં આવ્યા છે.

ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટે પંદરમી માર્ચના સાંજના પાંચ વાગ્યા પહેલા વિગતવાર ડેટા પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો હતો. બીજી બાજુ એસબીઆઈએ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરતા બારમી માર્ચે ચૂંટણી પંચને ચૂંટણીના બોન્ડ સંબંધિત ડેટા આપવાની જાહેરાત કરી હતી.

આ અગાઉ સુપ્રીમ કોર્ટે સોમવારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અરજીની ફગાવી દીધી હતી, જેમાં વિગતવાર બોન્ડને જાહેર કરવા 30 જૂન સુધીની મુદત આપી હતી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) ડીવાય ચંદ્રચુડની વડપણ હેઠળની બેન્ચે બેંકની અરજીને ફગાવી હતી.

ચૂંટણી પહેલાં સરકારે ભર્યું મોટું પગલું, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડતા વાહનચાલકોને રાહત

લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પહેલાં કેન્દ્ર સરકારે ઇંધણના ભાવ ઘટાડીને સૌને ચોંકાવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરીને વાહનચાલકોને રાહત આપી છે. ઇંધણના ભાવ ઘટાડયા છે, જે 15મી માર્ચે સવારથી અમલી બનશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પેટ્રોલના લીટર દીઠ બે રૂપિયા અને ડીઝલમાં પણ બે રૂપિયાનો ઘટાડો કર્યો છે, જે આવતીકાલ સવારે 6 વાગ્યાથી નવો ભાવ અમલી બનશે. ભાવ ઘટાડતા વાહનચાલકોને રાહત થઈ શકે છે, પણ આ ઘટાડો ચૂંટણીલક્ષી છે, એવો રાજકીય પક્ષોએ દાવો કર્યો હતો.

ભાવમાં ઘટાડો કર્યા પછી પાટનગર દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા પ્રતિ લિટર અને એક લિટર ડીઝલ 87.62 રૂપિયામાં મળશે. મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા અને ડીઝલ 92.15 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે.

ઇંધણના ભાવમાં ઘટાડા મુદ્દે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હોવાની એક્સ પર જાહેરાત કરી હતી.

વિશ્વ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને વિકસિત અને વિકાસશીલ દેશોમાં પણ ઇંધણના ભાવમાં 50થી 72 ટકાનો વધારો થયો છે, જ્યારે પડોશી દેશમાં પણ પેટ્રોલ મળવાનું બંધ થયું છે. પચાસ વર્ષના સૌથી મોટા તેલ સંકટનું નિર્માણ થયું હોવા છતાં પીએમ મોદીએ દેશવાસીઓ પર એની અસર વર્તાવા દીધી નથી, એમ તેમણે જણાવ્યું હતું.