IPL 2020નું ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે રમાશે પહેલી મેચ અને ક્યારે રમાશે ફાઈનલ, આ રહ્યું સંપૂર્ણ લિસ્ટ

ઈન્ડીયન પ્રીમીયર લીગ(IPL) સિઝન-13નો પ્રારંભ 29મી માર્ચથી થઈ રહ્યો છે. BCCIએ સત્તાવાર રીતે IPLનું શેડ્યુલ જાહેર કર્યું છે. 29મી માર્ચે ઉદ્વધાટન મેચમાં પાછલી વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડીયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો મુંબઈના વાનખેડા સ્ટેડીયમમાં થશે. સિઝનમાં પહેલી વાર એવું બન્યું છે કે માત્ર 6 મેચ જ બપોરે રમાશે, જ્યારે ટૂર્નામેન્ટસની 57 મેચ દિવસમાં રમાશે. IPLની ફાઈનલ મેચ 24 મેનાં રોજ રમાશે.

IPLનું સંપૂર્ણ શેડ્યુલ…

  • 29 માર્ચ મુંબઇ V/S ચેન્નઈ- 8 વાગ્યે, મુંબઈ
  • 30 માર્ચ દિલ્હી V/S પંજાબ, 8  વાગ્યે, દિલ્હી
  • 31 માર્ચ બેંગલોરુ V/S કોલકાતા 8 વાગ્યે બેંગ્લોરુ
  • 1 એપ્રિલ, હૈદ્રાબાદ V/S મુંબઈ, 8 વાગ્યે, હૈદ્રાબાદ
  • 5 એપ્રિલ મુંબઇ V/S બેંગ્લોરુ, સાંજે 4 વાગ્યે મુંબઈ
  • 5 એપ્રિલ રાજસ્થાન V/S દિલ્હી, 8 વાગ્યે, જયપુર યા ગુવાહાટી
  • એપ્રિલ 6 કોલકાતા  V/S ચેન્નઈ, 8 વાગ્યે, કોલકાતા
  • 7 એપ્રિલ, બેંગ્લોરુ V/S હૈદરાબાદ, 8 વાગ્યે, બેંગ્લુરુ
  • 8 એપ્રિલ પંજાબ V/S મુંબઇ રાત્રે 8 વાગ્યે મોહાલી
  • 9 એપ્રિલ રાજસ્થાન V/S કોલકાતા 8 વાગ્યે જયપુર / ગુવાહાટી
  • 10 એપ્રિલ દિલ્હી V/S બેંગ્લોરુ, 8 વાગ્યે, દિલ્હી
  • 11 એપ્રિલ ચેન્નઇ V/S પંજાબ, 8 વાગ્યે, ચેન્નઇ
  • 12 એપ્રિલ હૈદરાબાદ V/S રાજસ્થાન, સાંજે 4 વાગ્યે, હૈદરાબાદ
  • 12 કોલકાતા V/S મુંબઈ, 8 વાગ્યે, કોલકાતા
  • 13 એપ્રિલ દિલ્હી V/S ચેન્નઈ 8 વાગ્યે, દિલ્હી
  • 14 એપ્રિલ પંજાબ બેંગ્લોરુ, 8 વાગ્યે મોહાલી
  • 15 એપ્રિલ મુંબઇ V/S રાજસ્થાન, 8 વાગ્યે, મુંબઇ
  • 16 એપ્રિલ હૈદરાબાદ V/S કોલકાતા, 8 વાગ્યે, હૈદરાબાદ
  • 17 એપ્રિલ પંજાબ V/S ચેન્નઈ  8 વાગ્યે, મોહાલી
  • 18 એપ્રિલ, બેંગ્લોરુ V/S રાજસ્થાન, 8 વાગ્યે, બેંગ્લોરુ
  • 19 એપ્રિલ દિલ્હી V/S કોલકાતા, 4 વાગ્યે, દિલ્હી
  • 19 એપ્રિલ 19 ચેન્નઇ V/S હૈદરાબાદ, 8 વાગ્યે, ચેન્નઇ
  • 20 એપ્રિલ મુંબઇ V/S પંજાબ 8 વાગ્યે, મુંબઇ
  • 21 એપ્રિલ રાજસ્થાન V/S હૈદરાબાદ, 8 વાગ્યે, જયપુર
  • 22 એપ્રિલ બેંગલોરુ V/S દિલ્હી 8 વાગ્યે, બેંગ્લોરુુ
  • 23 એપ્રિલ લકાતા V/S પંજાબ, 8 વાગ્યે, કોલકાતા
  • 24 એપ્રિલ ચેન્નઈ V/S મુંબઇ, 8 વાગ્યે, ચેન્નઇ
  • 25 એપ્રિલ રાજસ્થાન V/S બેંગ્લુરુ, 8 વાગ્યે, જયપુર
  • 26 એપ્રિલ પંજાબ V/S કોલકાતા, 4 વાગ્યે, મોહાલી
  • 26 એપ્રિલ હૈદરાબાદ V/S દિલ્હી, 8 વાગ્યે, હૈદરાબાદ
  • 27 એપ્રિલ ચેન્નઈ V/S બેંગ્લોરુ, 8 વાગ્યે, ચેન્નઈ
  • 28 એપ્રિલ મુંબઇ V/S કોલકાતા રાત્રે 8 વાગ્યે મુંબઈ
  • 29 એપ્રિલ રાજસ્થાન V/S પંજાબ, 8 વાગ્યે, જયપુર
  • 30 એપ્રિલ, હૈદરાબાદ V/S ચેન્નઈ 8 વાગ્યે, હૈદરાબાદ
  • 1 મે ​​મુંબઇ V/S દિલ્હી 8 વાગ્યે મુંબઈ
  • 2 મે કોલકાતા V/Sરાજસ્થાન, 8 વાગ્યે, કોલકાતા
  • મે 3 બેંગાલોરુ V/S પંજાબ, 4 વાગ્યે, બેંગ્લોરુ
  • 3 મે દિલ્હી V/S હૈદરાબાદ, 8 વાગ્યે, દિલ્હી
  • 4 મે રાજસ્થાન V/S ચેન્નઈ, 8 વાગ્યે, જયપુર
  • 5 મે હૈદરાબાદ V/S બેંગલોરુ, 8 વાગ્યે, હૈદરાબાદ
  • 6 મે દિલ્હી દિલ્હી V/S મુંબઈ, 8 વાગ્યે, દિલ્હી
  • 7 મે ચેન્નઇ V/S કોલકાતા, 8 વાગ્યે, ચેન્નઇ
  • 8 મે પંજાબ V/S રાજસ્થાન, 8 વાગ્યે, મોહાલી
  • 9 મે મુંબઇ V/S હૈદરાબાદ, 8 વાગ્યે, મુંબઇ
  • 10 મે ચેન્નઇ V/S દિલ્હી, 4 વાગ્યે, ચેન્નઇ
  • 10 મે કોલકાતા V/S બેંગલોરુ, 8 વાગ્યે, કોલકાતા
  • 11 મે રાજસ્થાન V/S મુંબઇ, 8 વાગ્યે, જયપુર
  • 12 મે હૈદરાબાદ V/S પંજાબ, 8 વાગ્યે, હૈદરાબાદ
  • મે 13 દિલ્હી V/S રાજસ્થાન, 8 વાગ્યે, દિલ્હી
  • 14 મે, બેંગ્લોરુ V/S ચેન્નઈ, 8 વાગ્યે, બેંગ્લોરુ
  • 15 મે કોલકાતા V/S હૈદરાબાદ, 8 વાગ્યે, કોલકાતા
  • 16 મે પંજાબ V/S દિલ્હી, 8 વાગ્યે, મોહાલી
  • 17 મે બેંગ્લોરુ V/S મુંબઇ,  8 વાગ્યે, બેંગ્લોરુ

ઇશાંત શર્માએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો, ન્યુઝીલેન્ડ સીરિઝ માટે થશે રવાના

ભારતના અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્માએ શનિવારે બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે અને તે હવે 21 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી બે ટેસ્ટની સીરિઝમાં ભાગ લેવા માટે ન્યૂઝીલેન્ડ રવાના થઇને ટીમ સાથે જોડાશે બીસીસીઆઇના એક સૂત્રએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે હાં ઇશાંતે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે, તે હવે ન્યૂઝીલેન્ડમાં ટીમ સાથે જોડાશે. તે પહેલી ટેસ્ટમાં પસંદગી માટે ઉપલબ્ધ છે, જો કે તે અંગે અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ લેશે.

ઇશાંત પહેલી ટેસ્ટ માટે ટીમ સાથે જોડાવા રવિવારે રવાના થાય તેવી સંભાવના છે. ઇશાંતે એનસીએમાં તેને ઇજામાંથી બહાર આવવામાં મદદરૂપ થનાર ફિઝિયો આશિષ કૌશિકનો આભાર માન્યો હતો. ઇશાંતે ટિ્વટ કરીને કહ્યું હતું કે 20 જાન્યુઆરીએ મારી ઘુંટીમાં ઇજા થયા પછી મારા માટે મુશ્કેલ સમય હતો. જો કે મને ખુશી છે કે આશિષ કૈૌશિકની મદદથી હું આજે ફિટ છું. તે સમયે સ્કેનમાં જે દેખાયું તે ઘણું ભયાનક હતું. આભાર આશિષ.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને પત્નીને આપ્યા છૂટાછેડા, વળતર પેટે આપશે 285 કરોડ

પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્ક અને તેની પત્ની કાઇલીએ લગ્નના સાત વર્ષ પછી છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે. આ બંનેના લગ્ન મે-2012માં થયા હતા. આ કપલને કેલ્સી લી નામની ચાર વર્ષની પુત્રી પણ છે.

બુધવારે દંપતીએ ‘ધ ઓસ્ટ્રેલિયન’માં નિવેદન બહાર પાડતાં કહ્યું કે,’ થોડા સમય માટે અલગ થયા પછી અમે એકબીજાની સહમતી અલગ થવાનો નિર્ણય લીધો છે. ‘ તેમણે વધુમાં કહ્યું, ‘અમારે એક બીજા માટે ઘણો આદર છે. અમે બંને સંમતિથી જુદા પડી ગયા છે. આ અમારા બંને માટે સારું છે અને સાથે મળીને અમારી પુત્રીની સંભાળ પણ રાખીશું.

રિપોર્ટ છે કે આ છૂટાછેડાની કિંમત 40 કરોડ ડોલર એટલે કે લગભગ 285 કરોડ રૂપિયા છે. તેમાં એક ઘર પણ શામેલ છે. ફોક્સ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર પાંચ મહિના પહેલા આ કપલ છૂટું પડ્યું હતું. જ્યારે ક્લાર્ક ઘર છોડીને બીજા ઘરે રહેવા ચાલ્યો ગયો હતો. એવા સમાચાર પણ છે કે 38 વર્ષીય કાઇલી તેની પુત્રી સાથે જૂના મકાનમાં રહેશે.

ક્લાર્ક 2015ની ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા ટીમનો કેપ્ટન હતો. 2015માં 115 ટેસ્ટ મેચ રમ્યા બાદ તે નિવૃત્ત થયો હતો. તેણે આ સમયગાળા દરમિયાન 28 સદીની મદદથી 8643 રન બનાવ્યા. તેણે 245 વનડે અને 34 ટી-20 મેચ રમી હતી.

નવેમ્બર 2018માં કપલના જીવનમાં તોફાન આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન મીડિયામાં ક્લાર્ક અને તેની આસિસ્ટન્ટ વચ્ચેના અફેરના સમાચાર આવ્યા હતા. માઇકલ ક્લાર્કની ક્રિકેટ એકેડમી સંભાળતી સાશા અને કલાર્ક વચ્ચે અફેર હોવાની વાત ખાસ્સી ચગી હતી અને તે પહેલાં બંને લાંબા સમય સુધી સાથે જોવા મળ્યા હતા. જોકે, બંનેએ પ્રેમ સંબંધોના અહેવાલોને ફગાવી દીધા હતા.

પાકિસ્તાની ક્રિકેટર શાદાબ ખાન પર દુબઇની મોડલે મુક્યો બ્લેકમેલ કરવાનો આરોપ

પાકિસ્તાની સ્પિનર શાદાબ ખાન એક નવા વિવાદમાં ફસાયો છે. દુબઇમાં રહેતી મોડલ અશરીના સાફિયાએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકીને શાદાબ પર બ્લેકમેલ કરવાનો આરોપ મુક્યો છે. અશરીનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે મારા અને પાકિસ્તાની ક્રિકેટર શાદાબ ખાનના સંબંધો અંગે ઘણીવ વાતો થઇ જેને હું અવગણતી રહી છું પણ હવે એ મને અને મારા પરિવારને પ્રભાવિત કરવા માંડી છે.

 

View this post on Instagram

 

YES I see all the messages you guys send and it is very hard for me to accept but here we are. This is personal/vulnerable for me to share but I have a platform Alhamdulillah to do right. 🙏🏼 I’m sorry to all the girls who reached out for help when they were used and taken advantage of by the person I was with. Astaghfirullah that I believed his lies and unconsciously enabled his behavior. I have zero to gain from posting this but if I can help one girl become aware then I’m willing to jeopardize myself. I’ve been dealing with this since I moved to Dubai. Shadab is probably the first guy I’ve cared about so deeply and it’s hard to process this still. I cant address anything further for legal reasons so please respect my privacy. 🙏🏼

A post shared by Ashreena Safia M. (@ashreenasafia) on

અશરીનાએ કહ્યું હતું કે શાદાબ અને હું માર્ચ 2019માં ઇંગ્લેન્ડના વર્લ્ડકપ દરમિયાન નજીક આવ્યા હતા. હું તેની સાથે સીપીએલ ગુએના, બાંગ્લાદેશ અને દુબઇ ગઇ જ્યાં તે અન્ય છોકરીઓ સાથે પણ લફરાં કરતો રહ્યો. હું તેની સાથે ગઇ કારણકે મને લાગતું હતું કે અમે સાથે જ રહીશું. જ્યારે અમારા સંબંધ અંગે એક પાકિસ્તાની અખબારે છાપ્યું તો શાદાબ અલગ ફોન પરથી કોલ કરીને મને ત્રાસ આપવા માંડ્યો હતો અને કહ્યું હતું કે વધુ કંઇ બોલીશ તો તારા અંગત ફોટા લીક કરી દઇશ.

 

View this post on Instagram

 

A post shared by Ashreena Safia M. (@ashreenasafia) on

મેચ ફિક્સીંગના આરોપી બુકી સંજીવ ચાવલાને ભારત લવાયો, હવે ફિક્સીગના નવા ફણગા ફૂટશે

ક્રિકેટમાં મેચ ફિક્સીંગ કાંડનો એક આરોપી એવો બુકી સંજીવ ચાવલાને બુધવારે અહીં ભારતને પ્રત્યાર્પિત કરી દેવાયો હતો અને ગુરૂવારે વહેલી સવારે દિલ્હી પોલીસની એક ટીમ તેને લંડનથી દિલ્હીના્ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લઇને આવી પહોંચી હતી. સંજીવ ચાવલા બહું ગાજેલા હેન્સી ક્રોનિયા મેચ ફિક્સીંગ રેકેટમાં સામેલ હતો. જેનો ભંડો દિલ્હી પોલીસે 2000માં ફોડ્યો હતો. મેચ ફિક્સીંગના આરોપ લાગ્યા બાદ સંજીવ ચાવલા લંડન ભાગી ગયો હતો અને દિલ્હી પોલીસના સતત પ્રયાસો અંતે સફળ થયા હતા અને તેને ભારત પાછો લાવવામાં તેમને સફળતા મળી હતી.

1990ના દશકમાં ડી કંપની માટે મુખ્ય બુકી બનેલા સંજીવ ચાવલાના પ્રત્યાર્પણથી 1992માં બંને દેશ વચ્ચે થયેલી પ્રત્યાર્પણ સંધીનો આ પહેલો હાઇ પ્રોફાઇલ કિસ્સો બનશે. સૂત્રોએ માહિતી આપી હતી રકે સંજીવ ચાવલાને એર ઇન્ડિયાના વિમાન દ્વારા ગુરૂવારે વહેલી સવારે દિલ્હી લવાશે. ચાવલાને હિરાસતમાં લેવા માટે દિલ્હી પોલીસના નાયબ કમિશનર રામ ગોપાલ નાઇક પોતાની ટીમ સાથે હાલમાં લંડનમાં જ છે અને ગૃહ વિભાગના આદેશની રાહ જોઇ રહ્યા છે. ચાવલા જામીન પર મુક્ત હતો અને ભારતીય સત્તાધીશોને તેની સોંપણી કરવાની હોવાથી તેને મેટ્રોપોલિટન પોલીસે તાત્કાલિક પોતાની કસ્ટડીમાં લઇ લીધો હતો.

2000માં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર ઇશ્વર સિંહે એક ટેલિફોનિક વાતચીતના રેકોર્ડીંગમાં હેન્સી ક્રોન્યે અને સંજીવ ચાવલા મેચ ફિક્સીંગ બાબતે વાચતીત કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. પ્રારંભે ક્રોનિયેએ તમામ આરોપ નકાર્યા હતા પણ પછીથી તેણે સ્વીકારી લીધું હતું કે તે મેચ ફિક્સીંગમાં સામેલ હતો. આ દરમિયાન ચાવલા લંડન ભાગી ગયો અને ત્યાં જઇને તેણે 2005માં લંડનનું નાગરિકત્વ લઇ લીધું અને ત્યાંથી તેણે પાસપોર્ટ પણ મેળવી લીધો હતો.

જૂઓ ફોટો: ટ્રમ્પ-PM મોદી જેનું ઉદ્વધાટન કરવાના છે તે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડીયમની પ્રથમ ઝલક

24મી ફેબ્રુઆરી અને 28મી ફેબ્રુઆરી વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મોટેરા સ્ટેડીયમનું ઉદ્વધાટન કરવા આવનાર છે. પીએમ મોદી પણ સાથે રહેશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમને અત્યારથી જ શણગારી દેવામાં આવી રહ્યું છે. સ્ટેડીમની પ્રથમ ઝલક તસવીરોમાં જોઈ શકાય છે.

 

વિરાટ કોહલીએ અંડર-19 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાને આપી શુભેચ્છા ; કહ્યું ઘરે લઇ આવો કપ

ભારતીય સીનિયર ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અંડર-19 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાને શુભેચ્છા આપતા કહ્યું હતું કે ઘરે કપ લઇ આવો. ભારતીય ટીમ આ સાથે 7મીવાર અંડર-29 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે અને પાંચમીવાર વર્લ્ડકપ જીતવાથી માત્ર એક પગલું દૂર છે.

વિરાટે ભારતીય જૂનિયર ટીમને ટિ્વટર પર શુભેચ્છા આપતા લખ્યું હતું કે ભારતી. અંડર 19 ક્રિકેટ ટીમને મારા તરફથી શુભેચ્છા, તમારી પાછળ આખો દેશ ઊભો છે, કપ જીતીને ઘરે લઇ આવો. કેપ્ટન કોહલીના આ ટિ્વટને થોડી જ વારમાં 26 હજારથી વઘુ લોકોએ લાઇક કરી હતી અને 3000 હજાર જેટલા લોકોએ તેને રિટ્વીટ કરી હતી.

સચિન તેંદુલકર : ઓસ્ટ્રેલિયન ટી-શર્ટ, ઉધારની બેટ, પાંચ વર્ષ પછી બેટિંગ છતાં પહેલા બોલે ચોગ્ગો

ભારતના મહાન દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલરકર ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી બુશફાયર ચેરિટી મેચમાં રિકી પોન્ટીંગની ટીમના કોચ તરીકેની ભૂમિકા અદા કરવા પહોંચ્યો હતો. જો કે ચાહકોની તેના પ્રત્યેની લાગણીને કારણે ઇનિંગ્સ બ્રેક દરમિયાન સચિન બેટિંગ કરવા ઉતર્યો હતો. સચિન ઓસ્ટ્રેલિયન ટી-શર્ટ પહેરીની ઉધારની બેટ સાથે પાંચ વર્ષ પછી મેદાનમાં બેટિંગ માટે ઉતર્યો હતો અને તેણે પહેલા જ બોલે ચોગ્ગો ફટકાર્યો હતો.

પાંચ વર્ષ પછી મેદાન પર ઉતરેલા સચિન માટે દર્શકોની લાગણી અને પ્રેમ એવો ને એવો જ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની ખેલાડી એલિસ પેરીએ સચિનને બોલ ફેંક્યો હતો અને સચિને ફાઇન લેગ બાઉન્ડરી પર ચોગ્ગો ફટકાર્યો હતો. સચિન આ પહેલા છેલ્લે ઓલસ્ટાર્સ સીરિઝમાં સચિન બ્લાસ્ટર્સ ટીમ વતી નવેમ્બર 2015માં ટી-20 મેચ રમ્યો હતો અને તે સમયે તેણે 56 રન બનાવ્યા હતા.

ગોડ ઓફ ક્રિકેટના નામે જાણીતા સચિન આ મેચ દરમિયાન એક ઓવર બેટિંગ કરવા આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરીએ સચિનને પોતાની બોલિંગમાં બેટિંગ કરવાનો પડકાર ફેંક્યો હતો અને તેના કારણે સચિન એ પડાકર ઝીલીને બેટિંગ માટે આવ્યો હતો. એક ઓવર બેટિંગ કરવા આવેલો સચિન તરત જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા માંડ્યો હતો અને તેનો એક વીડિયો આઇસીસીએ શેર કર્યો હતો. તે જ્યારે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે ફરી એકવાર તેના દાયકામાં ગ્રાઉન્ડમાં જે સાંભળવા મળતું હતું તે સચિન સચિનનો ગુંજારવ ચાલુ થઇ ગયો હતો. સચિન ડેન ક્રિસ્ટીયન પાસેથી બેટ લઇને બેટિંગ કરવા ઉતર્યો હતો.

 

ટીમ ઇન્ડિયા ફરી હારી : 3 વન ડેની સીરિઝમાં ન્યઝીલેન્ડની 2-0ની અજેય સરસાઇ

માર્ટિન ગપ્ટિલ અને રોસ ટેલરની અર્ધસદીઓ પછી બોલરોએ કરેલા જોરદાર પ્રદર્શનને કારણે ન્યુઝીલેન્ડે ભારતીય ટીમ સામેની બીજી વન ડે 22 રને જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડે પહેલો દાવ લઇને 50 ઓવરમાં 8 વિકેટે 273 રન કર્યા હતા, જો કે ભારતીય ટોપ ઓર્ડર યોગ્ય રીતે પરફોર્મ ન કરી શક્યું હોવાથી ભારતીય ટીમ 48.3 ઓવરમાં 251 રનમાં ઓલઆઉઠ થયું હતુ અને તેના કારણે ભારત મેચ 22 રને હાર્યું હતું.

આ વિજય સાથે જ ન્યુઝીલેન્ડની ટીમે ભારત સામે 6 વર્ષ પછી વન ડે સીરિઝ જીતી છે. આ પહેલા ન્યુઝીલેન્ડની ટીમ 2014માં પોતાના ઘરઆંગણે ભારત સામે 4-0થી જીત્યું હતું. તેની સાથે જ ભારતની આ ન્યુઝીલેન્ડ સામેની વન ડે ઇન્ટરનેશનલમાં સતત ત્રીજી હાર રહી હતી. આ પહેલા વર્લ્ડકપની સેમી ફાઇનલમાં અને તે પછી ન્યુઝીલેન્ડમાં રમાયેલી પહેલી વન ડેમાં ભારતીય ટીમ હારી ચુકી હતી.

273 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતીય ટીમ નિયમિત સમયાંતરે વિકેટ ગુમાવતી રહી હતી, કેદાર જાદવ પાસે આજે સારી તક હતી પણ તે પોતાને મળેલી એ તકનો ઉપયોગ કરી શક્યો નહોતો અને ખરાબ શોટ મારીને આઉટ થયો હતો. ભારતે 7 વિકેટ ગુમાવી દીધી હતી અને કોઇ આશા નહોતી બચી ત્યારે નવદીપ સૈની અને રવિન્દ્ર જાડેજાએ 76 રનની ભાગીદારી કરીને જીતની આશા જગાવી હતી. જો કે નવદીપ 45 રન બનાવીને આઉટ થયો તે પછી, જાડેજાએ ભારતને જીતાડવાનો પ્રયાસ કર્યો હતો પણ અંતે ભારતીય ટીમ 22 રને આ મેચ હારી હતી.

અંડર-19 વર્લ્ડકપ: ક્રિકેટના મેદાન પર પણ પાકિસ્તાન રગદોળાયું, પાકિસ્તાનને હરાવી ભારત ફાઇનલમાં

અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલની સદી અને દિવ્યાંશ સક્સેનાની અર્ધસદી ઉપરાંત બંનેની નોટઆઉટ 176 રનની ભાગીદારીની મદદથી પાકિસ્તાનને 10 વિકેટે હરાવીને દમામભેર સતત ત્રીજીવાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે બીજી સેમી ફાઇનલમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડમાંથી જે વિજેતા થશે તેની સાથે ફાઇનલમાં ભારત રમશે.

આ પહેલા સુશાંત મિશ્રાની આગેવાનીમાં ભારતીય બોલરોએ કરેલા જોરદાર બોલિંગ પ્રદર્શનને કારણે પાકિસ્તાનની ટીમ 172 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ભારતે ફાઇનલ પ્રવેશ કરવા માટે માત્ર 173 રન કરવાની જરૂર છે અને તેના બેટ્સમેનો જે ફોર્મમાં છે તેના કારણે એ મુશ્કેલ લાગતું નથી.

પાકિસ્તાન વતી હૈદર અલી અને કેપ્ટન રોહેલ નઝીરે અર્ધસદી ફટકારી છતાં અન્ય બેટ્સમેનો તેમને જોઇએ તેવો સાથ આપી શક્યા નહોતા. ભારત વતી સુશાંત મિશ્રાએ 8.1 ઓવરમાં 28 રન આપીને 3, જ્યારે કાર્તિક ત્યાગીએ 8 ઓવરમાં 32 રન આપીને 2 તેમજ રવિ બિશ્નોઇએ 10 ઓવરમાં 46 રન આપીને 2 વિકેટ ઉપાડી હતી. આ સિવાય અર્થવ અંકોલેકર તેમજ યશસ્વી જયસ્વાલે 1-1 વિકેટ લીધી હતી.