વર્લ્ડ કપનું નવું શિડ્યૂલ જાહેર: 9 મેચની તારીખો બદલાઈ: 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની મેચ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ODI વર્લ્ડ કપ 2023નું નવું શિડ્યૂલ જાહેર કર્યું છે. અપડેટ કરાયેલા શિડ્યૂલમાં 9 મેચોની તારીખો બદલવામાં આવી છે. ભારત-પાકિસ્તાનની મેચ હવે અમદાવાદમાં 14 ઓક્ટોબરે રમાશે. જ્યારે 12 નવેમ્બરે કોલકાતામાં રમાનાર પાકિસ્તાન-ઈંગ્લેન્ડ મેચ હવે 11 નવેમ્બરે યોજાશે.

ટીમ ઈન્ડિયાને ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી મેચ 11 નવેમ્બરે નેધરલેન્ડ સામે રમવાની હતી, પરંતુ હવે આ મેચ બેંગલુરુમાં 12 નવેમ્બરે રમાશે.

પાકિસ્તાનની 3, ભારતની બે મેચ રિશિડ્યુલ

વર્લ્ડ કપમાં 9 મેચો ફરીથી નક્કી કરવામાં આવી છે, પરંતુ કોઈપણ મેચનું સ્થળ બદલાયું નથી. ઈંગ્લેન્ડ-બાંગ્લાદેશ અને શ્રીલંકા-પાકિસ્તાન મેચ પણ રીશેડ્યુલ થવાને કારણે ભારત-પાકિસ્તાન મેચને ફરીથી શેડ્યૂલ કરવી પડી હતી. હવે 10 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ-બાંગ્લાદેશ અને પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મોટી મેચ 13 ઓક્ટોબરના બદલે 12 ઓક્ટોબરે લખનૌમાં રમાશે.

અપડેટ કરાયેલા શિડ્યૂલમાં પાકિસ્તાનની સાથે બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડની 3-3 મેચોની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ભારતની બે-બે મેચો ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે, જ્યારે ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને નેધરલેન્ડને પણ એક-એક મેચ ફરીથી શેડ્યૂલ કરવી પડી છે.

11 થી 12 નવેમ્બર વચ્ચે 3 મેચ ફરીથી શિડ્યૂલ કરવી પડી હતી

મેચને ફરીથી શિડ્યૂલ કરવાનો મુદ્દો બે અઠવાડિયા પહેલા શરૂ થયો હતો, જ્યારે અમદાવાદ પોલીસે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે તેમને સુરક્ષા આપવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે નવરાત્રીનો હિન્દુ તહેવાર પણ 15 ઓક્ટોબરથી શરૂ થાય છે, જેના કારણે પોલીસ એક સાથે બે જગ્યાએ સુરક્ષા આયોજન કરો.

સુરક્ષાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 14 ઓક્ટોબરે ફરીથી શિડ્યૂલ કરવામાં આવી છે. તેને મેનેજ કરવા માટે, 10 થી 15 ઓક્ટોબરની વચ્ચે 5 વધુ મેચો ફરીથી શિડ્યૂલ કરવી પડી.

અમદાવાદ પછી, કોલકાતા પોલીસે ગયા અઠવાડિયે કહ્યું હતું કે કાલીપૂજાના તહેવારને કારણે 12 ઓક્ટોબરે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ મેચ માટે તેમને સુરક્ષા સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે હવે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ મેચ 11 ઓક્ટોબરે કોલકાતામાં રમાશે. બીજી તરફ, 12 ઓક્ટોબરે ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચ હવે બેંગલુરુમાં રમાશે, જે પહેલા 11 નવેમ્બરે રમાવાની હતી.

વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી રમાશે

ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં 46 દિવસ માટે ODI વર્લ્ડ રમાશે, જેમાં 48 મેચો રમાશે. ગત વર્લ્ડ કપની વિજેતા અને ઉપવિજેતા ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં 5 ઓક્ટોબરે પ્રથમ મેચ રમાશે. 12મી નવેમ્બર સુધી ગ્રુપ સ્ટેજની 45 મેચો રમાશે. બે સેમી ફાઈનલ 15 અને 16 નવેમ્બરે રમાશે અને ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.

WTC ફાઈનલ અને ઈંગ્લેન્ડ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન…

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ પસંદગી ચીફ સિલેક્ટર ચેતન શર્માનાં નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી, જેમાં 20 ખેલાડીઓની પસંદગી કરાઈ છે. જેમાં 6 ફાસ્ટ બોલર અને 3 સ્પિનરને તક આપવામાં આવી છે.

ભારતીય ટીમમાં ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારીએ રિકવર થઈને સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ટીમમાં હાર્દિક પંડ્યા અને પૃથ્વી શૉની પસંદગી કરવામાં આવી નથી. ભારત અને ન્યૂઝીલેન્ડ 18 જૂનનાં રોજ પ્રથમવાર ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક બીજા વિરૂદ્ધ ટક્કર આપશે.
ટીમ ઈન્ડિયા
બેટ્સમેનઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યા રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા
વિકેટ કીપરઃ રિષભ પંત, લોકેશ રાહુલ અને રિદ્ધિમાન સાહા (રાહુલ અને સાહાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે)
સ્પિન ઓલરાઉન્ડરઃ હનુમા વિહારી, રવિચંન્દ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર
ફાસ્ટ બોલરઃ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર અને ઉમેશ યાદવ

સ્ટેંડબાય પ્લેયર્સઃ
બેટ્સમેનઃ અભિમન્યૂ ઈશ્વરન
ફાસ્ટ બોલરઃ પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન

WTC ફાઈનલની સાથે ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત

WTC ફાઈનલ પછી ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ઓગસ્ટમાં 5 ટેસ્ટ મેચ પણ રમવાની છે. ફાઈનલની સાથે આ ટીમ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ શ્રેણીમાં ભાગ લેશે. આ જ કારણે BCCI વધારે ખેલાડીઓની ટીમને સામેલ કરવા માગતુ હતુ. આનાથી ફાયદો એ પણ થશે કે પ્રેક્ટિસ મેચના અભાવે ખેલાડીઓ આપસમાં તૈયારીઓ કરી શકે છે.

હવે ભારતીય ક્રિકેટ બોર્ડ ટીમને ચાર્ટર્ડ ફ્લાઈટથી ઈંગ્લેન્ડ મોકલવાની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. 18 થી 22 જૂન મેચ યોજાશે. UK સરકારની ગાઈડ લાઈન મુજબ ક્વોરન્ટીનનો સમય 14 દિવસનો રાખવામાં આવ્યો છે, પરંતુ BCCIએ આને 7 દિવસનો કરવા માંગ કરી હતી. બોર્ડનું માનવું છે કે ટીમ સતત 9 મહિનાથી બબલમાં રહે છે, જેથી એમને થોડી રાહત આપની જોઈએ.

ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ ટીમનું પલડું ભારે જણાઈ રહ્યું છે, કારણ કે એમની ટીમને ફાઈનલ પહેલા ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 2 ટેસ્ટ મેચ રમવાની તક પણ મળી રહી છે. જેમાં એમની તૈયારીઓ સૌથી વધારે હશે. 2 જૂનથી કેન વિલિયમ્સનની ટીમ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણીની શરૂઆત કરશે. NZએ 20 ખેલાડીઓની ટીમ બનાવી છે, જેમાંથી 15ની પસંદગી WTC ફાઈનલમાં કરાશે.

પાકિસ્તાની ટીમ ભારત આવશે: T-20 વર્લ્ડ કપ માટે પાક. ખેલાડીઓને વિઝા અપાશે, અમદાવાદમાં રમાશે ફાઇનલ મેચ

પાકિસ્તાનની ક્રિકેટ ટીમને આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં થનારી ICC વર્લ્ડ ટી-20 માટે ભારત આવવામાં કોઈ મુશ્કેલી થશે નહીં. ભારત સરકાર પાકિસ્તાની ખેલાડીઓ અને મીડિયાને વિઝા આપવા માટે તૈયાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુક્રવારે થયેલી વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા એપેક્સ કાઉન્સિલની માહિતી આપી છે. માનવામાં આવે છે કે બોર્ડ સચિવ જય શાહે આ કાઉન્સેલિંગને માહિતી આપી છે.

બોર્ડના જણાવ્યા પ્રમાણે, સરકાર પાસેથી પાકિસ્તાની ખેલાડીઓને વિઝાની મંજૂરી મળી ગઈ છે. જોકે ફેન્સ વિશે હજી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સંબંધિત મંત્રાલય આ વિશે ટૂંક સમયમાં નિર્ણય લેશે. વર્ચ્યુઅલ બેઠકમાં સામેલ એક BCCI પદાધિકારીઓએ જણાવ્યું હતું કે ટી-20 વર્લ્ડ કપ ICC ઈવેન્ટ છે. એને ધ્યાનમાં રાખીને સરકારે પાકિસ્તાની ખેલાડીઓ અને મીડિયા માટે વિઝાને મંજૂરી આપી દીધી છે.

આ પહેલાં પીસીબીના અધ્યક્ષ અહેસાન મનીએ અલ્ટિમેટમ આપ્યું હતું કે BCCIએ 31 માર્ચ સુધી પાકિસ્તાની ટીમને વિઝાની મંજૂરી આપવા વિશે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી લેવું જોઈએ. એના એક દિવસ પછી એક એપ્રિલે ICCએ બોર્ડ મીટિંગમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે આ વિવાદ એક મહિનાની અંદર ઉકેલાઈ જશે.

BCCI વર્લ્ડ કપ માટે 9 જગ્યા નક્કી કરવામાં આવી છે. ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ સિવાય દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, ધર્મશાલા, કોલકાતા અને લખનઉ સ્ટેડિયમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાની ટીમ છેલ્લી વાર 2016માં ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત આવી હતી. 25 માર્ચ 2016માં ઓસ્ટ્રેલિયા સામે મોહાલીમાં પાકિસ્તાનની ભારતીય જમીન પર રમવામાં આવેલી છેલ્લી મેચ હતી. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાને ભારતમાં 4 મેચ રમી હતી. ભારત વિરુદ્ધ ભારતમાં જ દ્વિપક્ષીય સિરીઝ રમવા માટે પાકિસ્તાની ટીમ છેલ્લીવાર 2012-13માં આવી હતી. ત્યારે પાકિસ્તાને 3 વન-ડે મેચની સિરીઝમાં 2-1થી જીત મેળવી હતી.

WhatsAppમાં આવશે નવું ગજબનું ફીચર, આ રીતે સર્ચ કરી શકશો મેસેજ

જો તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp (વોટ્સએપ)નો ઉપયોગ કરો છો, તો પછી આ સમાચાર તમારી સાથે સંકળાયેલા છે. વોટ્સએપ યુઝર્સમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને આની સાથે એપનું કદ પણ વધી રહ્યું છે. આજના યુગમાં, વોટ્સએપમાં સંદેશ શોધવાનું કાર્ય મુશ્કેલ બની ગયું છે. તેને ધ્યાનમાં રાખીને, વોટ્સએપ ટૂંક સમયમાં એક નવું ફીચર શામેલ કરશે જે તમને તારીખ દ્વારા સંદેશા શોધવામાં મદદ કરશે.

આ વિશેષ સુવિધાનું નામ Search by date (સર્ચ બાય ડેટ) છે. Wabetainfo ના એક અહેવાલ મુજબ, સુવિધા હાલમાં વિકસિત છે અને કંપની તેને રિલીઝ કરતા પહેલા તેનું પરીક્ષણ કરી રહી છે. આ વિશેષ સુવિધા પ્રથમ આઇફોન વપરાશકર્તાઓ માટે લાવવામાં આવશે, તે પછી તેને એન્ડ્રોઇડ ડિવાઇસીસ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

આ સુવિધા આ રીતે કાર્ય કરશે

વોટ્સએપ પર સર્ચ બાય ડેટ સુવિધા દ્વારા તમે તારીખ પરથી સંદેશાઓ શોધી શકશો. આ સુવિધાની રજૂઆત પછી, વપરાશકર્તાઓ કેલેન્ડરનું ચિહ્ન જોશે જ્યાં તેઓ તેમના સંબંધિત સંદેશાઓ અનુસાર તારીખ પસંદ કરી શકશે અને સંદેશ જોઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, આ સિવાય મલ્ટિડિવીઝન સપોર્ટ, ઓટોમેટીક મેસેજ ડિલીટ, અને એપ બ્રાઉઝર જેવી સુવિધાઓ પણ ટૂંક સમયમાં વોટ્સએપમાં શામેલ થવા જઈ રહી છે

આ પૂર્વ ક્રિકેટરની પત્ની જોવા મળશે ફિલ્મી પડદે, આવી રહી છે તેની ફિલ્મ મની બેન્ક ગેરંટી

ફિલ્મી જગત અને ક્રિકેટનો નાતો બહુ જૂનો રહ્યો છે. તાજેતરામાં સમાચાર આવ્યા છે કે પૂર્વ ક્રિકેટરની પત્ની હવે બિગ સ્ક્રીન પર પોતાનો જલવો પાથરવા આવી રહી છે. સોશિયલ મીડિયા પર આ અંગે ક્રિકેટરની પત્નીએ ફિલ્મને લઈ પોતાના અનુભવ પણ શેર કર્યા છે.

સ્વીંગના બાદશાહ તરીકે ઓળખાયેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર વસીમ અકરમની પત્ની શનાયરા ટૂંક સમયમાં ફિલ્મી પડદે જોવા મળશે. આ અંગેની જાહેરાત શનાયરા જાતે જ કરી છે. સમાચાર એજન્સી ‘ડોન’ ના રિપોર્ટ મુજબ શનાયરા અકરમે તેની આગામી ફિલ્મ ‘મની બેક ગેરેંટી’ નું લાંબુ શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. શનાયરાએ તેનો શૂટિંગનો અનુભવ સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યો છે.

શનાયરા અકરમે કહ્યું કે તમને શું લાગે છે કે આ બધુ થયા બાદ મને મની બેન્ક ગેરંટી મળવી જોઈએ? આ એક શાનદાર અનુભવ રહ્યો અને ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ શાનદાર હતી.

શનાયરાએ ટવિટ કર્યું કે નર્વસ શનાયરા, પોતાની પહેલી પાકિસ્તાની ફિલ્મ સાથે, મારા દસ દિવસના હીલના તનાપૂર્ણ સેટ, બાથરૂમમાં બંધ થવાનું, ટિટેનસના પીડાદાયક ઇન્જેક્શન, ઉંઘ વિનાની રાત, ખાવા માટે ચીપ્સ.

જોકે શનાયરાને ભાષાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો. તેણે લખ્યું કે ભાષાકીય અવરોધનું એક નવું સ્તર રોમેન્ટિક ક્ષણમાંથી પસાર થયું, જે મેં જાતે જ અનુભવ્યું છે.

શનાયરા જે શોબિઝની દુનિયામાં કેટલાક ફેશન શોના રેમ્પ પર જોવા મળે છે, તે મુખ્યત્વે સોશિયલ મીડિયા દ્વારા સામાજિક મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવા માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર વસીમ અકરમ સાથેના ફોટો પોસ્ટ કરતી રહે છે. ઉપરાંત બાળકોના ફોટો પણ પોસ્ટ કરતા રહે છે.

હવે શનાયરાએ ફિલ્મ જગતમાં પોતાનો હાથ અજમાવવાનું નક્કી કર્યું છે. શનાયરાએ તેની આગામી ફિલ્મ ‘મની બેક ગેરેંટી’ ના શૂટિંગ બાદ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. શનાયરા વસીમ અકરમની બીજી પત્ની છે. 12 ઓગસ્ટ 2013 ના રોજ બંનેએ લાહોરમાં લગ્ન કર્યા. શનાયરા અકરમથી લગભગ 17 વર્ષ નાની છે. તે બંનેની એક પુત્રી આયલા અકરમ છે, જેનો જન્મ 27 ડિસેમ્બર 2014ના રોજ મેલબોર્નમાં થયો હતો.

વસીમ અકરમે 1995માં હુમા મુફ્તી સાથે લગ્ન કર્યા. તે બંનેને બે પુત્રો તાહમૂર (1996) અને અકબર (2000) છે. લગ્નના લગભગ 15 વર્ષ પછી  હુમાના શરીરના ઘણા ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે 25 ઓક્ટોબર 2009ના રોજ ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં તેનું નિધન થયું હતું. વસીમ અકરમના બે પુત્રો તહમૂર અને અકબર ઘણીવાર વસીમ અકરમની તસવીરો પોસ્ટ કરે છે. આટલું જ નહીં શનાયરાએ આ બંનેની તસવીરો ઘણી વખત પોસ્ટ પણ કરી છે.

રશિયામાં 13 વર્ષની છોકરી 10 વર્ષના છોકરાથી ગર્ભવતી થઈ!

રશિયામાં એક 13 વર્ષની વિદ્યાર્થીની 10 વર્ષના એક છોકરાથી ગર્ભવતી થઈ હતી, એમ સ્થાનિક મીડિયાના હેવાલમાં જાણવા મળ્યું હતું. બંને બાળકો સાઈબેરિયામાં ક્રાસ્નોયાર્સ્ક ક્ષેત્રમાં અલગ અલગ શાળાઓમાં અભ્યાસ કરે છે, પણ એવું માનવામાં આવે છે કે તેઓ નાના હતાં ત્યારથી મિત્ર બન્યાં હતાં.

ગર્ભવતી છોકરી આ બાળકને રાખવાની યોજના બનાવી રહી છે અને તેના પરિવારે તેને ટેકો આપ્યો છે,એમ ટીબીકે દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોલીસ પરિસ્થિતિઓની તપાસ કરી રહી છે અને છોકરીની શાળાએ કહ્યું હતું કે તેઓ બનતી સમસ્ત સહાય કરશે. જો કે 10 વર્ષનો છોકરો છોકરીના બાળકનો પિતા છે તે અંગે એક સ્થાનિક બાળકોના ડોક્ટરને શંકા છે.

દરવાજો બંધ કરીને છોકરીઓ કરી રહી હતી કંઇક એવું કે માંએ અંદર જતાની સાથે ચપ્પલ વડે મારી

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણાં સમયથી ફરી રહ્યો છે, જેમાં ઘરના એક રૂમનો દરવાજો બંધ કરીને બે છોકરીઓ ડાન્સ કરી રહી હોય છે અને તેવામાં જ રૂમમાં તેમની માતાની એન્ટ્રી થાય છે અને તે પોતાના પગમાંથી ચપ્પલ કાઢીને બંનેને ઝપેટવા માંડે છે. વીડિયોમાં જોવા મળે છે કે બે છોકરીઓ પોતાના રૂમમાં મ્યુઝિક અને કેમેરા ઓન કરીને ડાન્સ કરી રહી હોય છે. લાઉડ મ્યુઝિકની સાથે આ બંને ડાન્સ કરે છે તેવા સમયે તેમની માતાની રૂમમાં એન્ટ્રી થાય છે અને જેવી તેમને બંનેને ડાન્સ કરતાં જુએ છે કે તરત જ પગમાંથી ચપ્પલ કાઢીને તેમને ફટકારવા માંડે છે. તમે પણ વીડિયો  જુઓ.

આ વીડિયો યૂટ્યુબ પર 3 જુલાઇ 2018ના રોજ અપલોડ કરાયો હતો એ વીડિય ક્યારનો અને ક્યાંનો છે તેની કોઇ માહિતી તેમાં આપવામાં આવી નથી. પણ આ વીડિયો જોરશોરથી શેર કરવામાં આવ્યો હતો. વીડિયો જોતા જ હસી પડાય તેવો છે. તેમાં પણ છોકરીઓ જે રીતે ડાન્સમાં મશગૂલ હોય છે તેમાં તેમને તેમની મા દરવાજો ખોલીને રૂમમાં એન્ટ્રી કરે છે તે ખબર જ પડતી નથી.

2019માં સ્માર્ટફોન પર પોર્ન જોવામાં સૌથી આગળ ભારત, બીજા ક્રમે રહ્યો આ દેશ

દેશમા જે સ્પીડથી સ્માર્ટફોન લોકોના જીવનમાં ઘુસણખોરી કરી રહ્યો છે, તે જ સ્પીડથી પોર્ન જોનારાની સંખ્યા પણ વધતી જઇ રહી છે. 2019માં સ્માર્ટફોન પર પોર્ન જોવા મામલે વિશ્વમાં ભારત પહેલા ક્રમે રહ્યું છે. નવા રિપોર્ટમાં આ ખુલાસો થયો હતો કે 2019માં ભારતમાં 89 ટકા લોકોએ મોબાઇલ ડિવાઇસ પર પોર્ન જોયું હતું. આ આંકડો 2017 કરતાં 3 ટકા વધારે છે. 2017માં ભારતમાં મોબાઇલ પર પોર્ન જોનારાની સંખ્યા 86 ટકા રહી હતી.

એડલ્ટ એન્ટરટેઇનમેન્ટ સાઇટ પોર્નહબના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં દર 4માંથી 3 વ્યક્તિ મોબાઇલ પર પોર્ન જુએ છે. મતલબ કે પોર્ન જોવા માટે ડેસ્કટોપ અને લેપટોપ જેવા ડિવાઇસ હવે લોકો માટે સેકન્ડરી ચોઇસ બની ગયા છે. 2019માં વૈશ્વિક સ્તરે પોર્નહબના મોબાઇલ ટ્રાફિકનો હિસ્સો 77 ટકા પર પહોંચી ગચો હતો. જે એક વર્ષ પહેલા કરતાં 10 ટકા વધારે હતો.

મોબાઇલ પર પોર્ન જોવા મામલે બીજા ક્રમે 81 ટકા સાથે અમેરિકા અને 79 ટકા સાથે બ્રાઝિલ ત્રીજા ક્રમે છે. તો જાપાનમાં 70 ટકા લોકો મોબાઇલ વડે પોર્નહબ પર પહોંચ્યા હતા અને યુકેમાં 74 ટકા લોકોએ મોબાઇલ પર પોર્ન જોયું હતું. પોર્નહબના યર ઇન રિવ્યુ રિપોર્ટમાં એનવો ખુલાસો થયો છે કે 2013માં પોર્નહબના કુલ ટ્રાફિકમાં મોબાઇલ ટ્રાફિકનો હિસ્સો માત્ર 40 ટકા હતો. મોબાઇલ પર પોર્ન જોવાનો ટ્રેન્ડ તમામ મુખ્ય પોર્નહબ માર્કેટમાં જોવા મળ્યો હતો.

નાની ઉંમરે કાર ખરીદનારા વધુ સેક્સ કરતાં હોવાનો ખુલાસો

શું કાર અને સેક્સ લાઇફ વચ્ચે કોઇ કનેક્શન છે એવો સવાલ જો તમારા મનમાં થતો હોય તો હાલમાં જ થયેલા એક અભ્યાસ કહે છે કે હાં આ બંને વચ્ચે કન્ક્શન છે અને તે કનેક્શન ઘણું હોટ છે. આ અભ્યાસ સંબંધી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો કોઇ નાની વયે કાર ખરીદે છે તો તેનું સ્વાભિમાન વધી જાય છે. કાર તેમના માટે સ્ટેટસ સિમ્બોલ બની જાય છે અને એ જ વાત મહિલાઓને પણ આકર્ષિત કરે છે. નાની વયે કાર લેનારાઓની સેક્સ્યુઅલ ડિઝાયર અને સેક્સ કરવાની સંભાવના બંને ઘણી વધી જાય છે. આ અભ્યાસ મેક્સિકોમાં કરવામાં આવી છે.ત્યારે ભારતના યુવા કારવાળાઓ પર આ અભ્યાસ કેટલો ફીટ બેસે છે તે તો તેઓ જ જણાવી શકે તેમ છે.

મેક્સિકો યુનિવર્સિટી ઓફ કોલિમાના રિસર્ચર્સે એક અભ્યાસમાં એવું શોધી કાઢ્યું હતું કે કાર હોવાથી કોઇ વ્યક્તિની સેક્સ્યુઅલ ડિઝાયર મતલબ કે સેક્સ કરવાની ઇચ્છા અને સેક્સ કરવાની સંભાવના બંને વધી જાય છે. સ્ટડીના લીડ ઓથર ડેવિડ હર્નેનડેઝ કહે છે કે જીવનના પ્રારંભિક તબક્કામાં જ કારના માલિક બનવું એ સેક્સ્યુઅલ ઇન્હેનસરનુમ કામ કરે છે. મહિલાઓ એવા પુરૂષોને સ્પષ્ટપણે વધુ મહત્વ આપે છે જેમની પાસે મટીરિયલ રિસોર્સ વધુ હોય છે અને કાર તેમાંથી જ એક સૌથી જરૂરી મટીરિયલ રિસોર્સ છે.

સેક્સ્યુઅલ રિસર્ચ એન્ડ સોશિયલ પોલિસી નામના જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ માટે રિસર્ચર્સે વેસ્ટર્ન મેક્સિકોની એક યૂનિવર્સિટીના 17થી 24 વર્ષના 809 સ્ટુડન્ટ્સને તેમની સેક્સ લાઇફ અંગે સવાલો કર્યા હતા અને તેમાં આ રસપ્રદ તારણ બહાર આવ્યું હતું. જેમની પાસે કાર હતી તેમણે અન્ય કરતાં વધુ સેક્સ માણ્યું હતું અને તેમના સેક્સ્યુઅલ પાર્ટનર પણ વધારે હતા.