કોરોના વાયરસથી બચવા ચાઇનીઝ વાળંદોએ વાળ કાપવાની નવી ટેકનીક શોધી

કોરોના વાયરસને કારણે હાલ વિશ્વભરમાં લોકો અમથા અમથા પણ ડરી રહ્યા છે ત્યારે જ્યાંથી એ વાયરસ ઉત્તપન્ન થયો છે તે ચીનમાં તેને લઇને ડર વધુ હોય તેમાં કોઇ નવાઇની વાત નથી. ચીનના લોકોમાં આ વાયરસનો એટલો બધો ભય છે કે સલૂનમાં હેર ડ્રેસર ગ્રાહકોના વાળ 4 ફૂટ દૂર રહીને કાપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ માટે કેવા પ્રકારની ટેકનિકનો ઉપયોગ થઈ રહ્યો છે.

આ વિડીયો ચીનના હેનાન પ્રાંતના એક સલૂનનો છે જ્યાં કોરોનાના ડરથી હેર ડ્રેસર લગભગ 3થી 4 ફૂટ દૂરથી જ લોકોના વાળ કાપી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે લાંબા ડંડામાં કાતર બાંધીને હેર કટિંગ કરાઈ રહ્યું છે. સાથે જ હેર બ્રેશ માટે 4 ફૂટ લાંબા ડંડાનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે ત્યાં અત્યાર સુધીમાં 3000થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે અને 80 હજારથી વધારે લોકોમાં આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે. ડબલ્યુએચઓએ આ વાયરસના ચેપથી બચવા માટે લોકોને એકબીજાથી અંતર બનાવી રાખવાની ગાઈડલાઈન જાહેર કરી છે. સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે લોકોના નાક કે મોઢા સ્પર્શ ન કરવો અને જો આવું થાય તો સેનેટાઈઝરનો ઉપયોગ કરો. ભીડવાળા વિસ્તારોથી દૂર રહો. આ કારણે જ ત્યાં વાણંદ આવી રીતે અપનાવી રહ્યા છે.

વુહાનમાં રોગીઓની સારવાર કરી રહેલા ચીનના ડોક્ટર્સે બુધવારે ભારતના ડોક્ટર્સને આ રોગને અટકાવવા માટે યોજનાઓ તૈયાર કરવા, પોતાના ચિકિત્સાકર્મીઓને ટ્રેનિંગ આપવા અને લોકોને માસ્ક લગાવવા તથા હાથ ધોવા વિશે જાગૃત કરવાની સલાહ આપી હતી.

શું માસ્ક કોરોના વાયરસથી બચાવે છે? પણ એક્સપર્ટ કરી રહ્યા છે ચોંકાવનારો દાવો, જાણો શું…

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે ભારતમાં પણ હંગામો મચી ગયો છે. ભારતમાં હજી સુધી કોઈનું મોત થયું નથી, પરંતુ જ્યારે પણ કોઈ વ્યક્તિ દિલ્હીમાં કોવિડ-1 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારથી ખાસ કરીને દિલ્હી-એનસીઆરના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મેડિકલ સ્ટોર્સમાં માસ્ક અને સેનિટાઈઝર્સની અછત છે, કારણ કે લોકો તેને ખરીદવા માટે વધુને વધુ ઉમટી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસના કુલ 28 કેસ નોંધાયા છે. જ્યારે ફ્રાન્સના માસિલા શહેરમાં લગભગ 2000 માસ્કની ચોરી થયાના અહેવાલ છે. બીજી તરફ અમેરિકાના સર્જન જનરલે 29 ફેબ્રુઆરીએ ટવિટ કરીને લોકોને માસ્ક ખરીદવાનું બંધ કરવાનું કહ્યું હતું. કોનું સાંભળવું? માસ્ક ખરીદવું કે નહીં? સૌથી મોટો પ્રશ્ન એ છે કે માસ્કની જરૂર છે કે નહીં? તો કોણે અને ક્યારે અને કયું માસ્ક ખરીદવાનું? ચાલો આપણે આ સવાલોના જવાબો જાણીએ.

જો તમે સ્વસ્થ છો, તો તમારે માસ્કની જરૂર નથી. હા, જો તમે કોરોના વાયરસથી કોઈની સંભાળ લઈ રહ્યા છો, તો પછી તમારે માસ્ક પહેરવો પડશે. બીજી બાજુ જે લોકોને તાવ, કફ અથવા શ્વાસ લેવામાં તકલીફ છે, તેઓએ માસ્ક પહેરવા જોઈએ અને તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ.

માસ્ક માટે અંધાધૂંધી વચ્ચે  વિશ્વ આરોગ્ય સંગઠને(WHO) માસ્ક કેવી રીતે પહેરાય તે અંગે જાણકારી આપી છે. WHOના જણાવ્યા મુજબ માસ્ક ફ્રન્ટ-ફેસિંગ ન હોવો જોઈએ. જો તેને હાથ લાગે તો તમારે તરત જ તમારા હાથ ધોવા જોઈએ. માસ્ક એવી રીતે પહેરવા જોઈએ કે તમારું નાક, મોં અને દાઢીનો ભાગ ઢંકાય. માસ્ક દૂર કરતી વખતે માસ્કનો છેલ્લો અથવા દોરી કાઢો, માસ્કને સ્પર્શશો નહીં.

જો તમને ચેપ લાગ્યો ન હોય તો માસ્ક પહેરવું જરૂરી નથી, ફોર્બ્સનાં રિપોર્ટમાં આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. યુનિવર્સિટી ઓફ આયોવા કોલેજ ઓફ મેડિસિનનાં રોગશાસ્ત્રના અધ્યાપક એલી પ્રિંસેવિકના જણાવ્યા મુજબ તમારે માસ્ક પહેરવાની જરૂર નથી, તેનાથી વિપરીત તમારે તે પહેરવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે જો તમે સ્વસ્થ છો તો એન-95 માસ્ક પહેરવાની જરૂર નથી.

તેમણે જણાવ્યું કે હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી કે તંદુરસ્ત લોકો માસ્ક પહેરીને કોરોનાને ટાળી શકે. ઉલટું, જો તેઓ માસ્ક ખોટી રીતે પહેરે છે, તો પછી જોખમ વધે છે કારણ કે તેઓ વારંવાર તેમના મોં પર હાથ રાખે છે. જો તમે બીમાર હોવ તો જ માસ્ક પહેરવાની જરૂર છે, જેથી કોરોના વાયરસ તમારાથી બીજામાં ન ફેલાય. અથવા જ્યારે તમે કોઈ બીમાર વ્યક્તિની સંભાળ લેતા હો ત્યારે તેને પહેરવું જરૂરી છે.

રણના મૃગજળ જેવી સિંહણની હાલત : કાચબાની ઢાલને બચકા ભરી ભરીને થાકી

ઝામ્બિયાના લોઅર ઝામ્બેઝી નેશનલ પાર્ક જંગલમાં એક ફોટોગ્રાફરને એક રમૂજી દ્રશ્ય જોવા મળ્યું હતું અને તે દ્રશ્ય તેણે પોતાના કેમેરામાં તબક્કાવાર કંડારી લીધું હતું. જોહન સેમ્પસન નામના એક ૬૪ વર્ષીય ફોટોગ્રાફર અને તેના મિત્રોએ જોયું કે એક સિંહણ એક કાચબાને શિકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

જંગલમાં ધીમી ચાલના આ પ્રાણીને જોઇને સિંહણે તેનો શિકાર કરવાનું નક્કી કર્યું અને તેના પર તરાપ મારી પણ કાચબો તેના રક્ષણાત્મક કવચ જેવી ઢાલમાં સંકોચાઇને સંતાઇ ગયો. સિંહણે કાચબાની બચકા ભરીને આ ઢાલને તોડવાના પ્રયાસો કર્યા પણ કાચબાની ઢાલ બહુ જ મજબૂત હોય છે અને સિંહણ ગમે તેટલા દાંત મારે પણ તે તૂટે તેમ ન હતું અને કાચબો ઢાલમાંથી બહાર નીકળતો ન હતો.

જુઓ વીડિયો

સિંહણે બેસી જઇને ઘણી વાર સુધી આ ઢાલ પર બચકા ભર્યા પણ તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા. છેવટે થાકી ગઇ હોય તેમ આ સિંહણ ઢાલને જીભ વડે ચાટતી પણ જણાઇ. ઘણો સમય થઇ ગયો એટલે જોહન અને તેના સાથીદારો ગેમ ડ્રાઇવ પર આગળ વધી ગયા. જોહન કહે છે કે અમારા રેન્જરને વિશ્વાસપૂર્વક જણાવ્યું કે આ સિંહણ થાકીને ઢાલ તોડવાનું છોડી દેશે અને આ કાચબો સલામત છટકી જશે.

થાઇલેન્ડના જંગલમાં કોબ્રાનું લોહી પીવાની સાથે ઝેરી કરોળિયા અને વીંછી ખાતા અમેરિકન મરિન સૈનિકો

થાઇલેન્ડના જંગલમાં આજકાલ અમેરિકન સમુદ્રી દળના સૈનિકો ઝેરી કરોળિયાઓ અને વીંછીઓ ખાઇ રહ્યા છે અને અત્યંત ખતરનાક કોબ્રા સાપનું લોહી પી રહ્યા છે. અત્યંત કપરા સંજોગોમાં જંગલમાં કઇ રીતે ટકી રહેવું તેની કવાયતના ભાગરૂપે તેઓ આવું કરી રહ્યા છે.

જુઓ વીડિયો

કોબ્રા ગોલ્ડ તરીકે ઓળખાતી વાર્ષિક સંયુક્ત લશ્કરી કવાયત થાઇલેન્ડના જંગલમાં ચાલી રહી છે. આ કવાયતમાં અમેરિકા અને થાઇલેન્ડના સૈનિકો સંયુક્તપણે યુદ્ધાભ્યાસ કરે છે. આ કવાયતમાં સિંગાપોર, ચીન, ભારત, જાપાન, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા સહિતના અન્ય ૨૯ દેશો પણ ભાગ લઇ રહ્યા છે અને એશિયા પેસિફિક ક્ષેત્રની આ સૌથી મોટી લશ્કરી કવાયત બની રહે છે. આ કવાયતમાં હજારો સૈનિકો ભૂમિ અને સમુદ્રી કવાયતો કરે છે, પણ આમાં ખાસ ધ્યાન ખેંચે તેવી બાબત સૈનિકોને વિપરીત સંજોગોમાં ટકી રહેવા માટે અપાતી તાલીમ છે.

અમેરિકન મરિન સૈનિકો અહીં આ તાલીમ ખાસ લે છે અને તેના ભાગરૂપે તેઓ જંગલમાં અત્યંત ઝેરી અને ડંખીલા જીવ જંતુઓને મારીને, તેમનું ભક્ષણ કરીને પણ કઇ રીતે જીવતા રહી શકાય તે શીખવવામાં આવે છે. અમેરિકન મરિન ફોર્સના સૈનિકો તેમાં ઝેરી કરોળિયા અને વીંછી જેવા જંતુઓ ખાય છે અને કોબ્રાનું લોહી પીએ છે. કોબ્રાનું લોહી પીતા પહેલા તેનું માથું કાપી નાખવાની તાલીમ તેમને આપવામાં આવે છે.

સાપની ઝેરની કોથળીઓ તેના મોંમાં હોય છે અને માથુ કાપી નાખવામાં આવતા આ ઝેરનો ભય દૂર થઇ જાય છે. કોબ્રાના લોહીમાં ઝેર હોતું નથી. કેટલીક તસવીરો દર્શાવે છે કે સૈનિકોના મોંમાં ચળકતું, લાલ લોહી રેડાઇ રહ્યું છે. આ તાલીમનું આ ૩૯મુ વર્ષ છે. દસ દિવસ સુધી ચાલનારી આ કવાયત અને તાલીમ ગયા મંગળવારે શરૂ થઇ છે.

ઉંચા વૃક્ષ પરથી છલાંગ લગાવી દીપડાએ કર્યો હરણનો શિકાર : વીડિયો જોઇ રહી જશો દંગ

જંગલમાં હિંસક પ્રાણીઓ સિંહ, વાઘ, ચિત્તા અને દીપડા જે રીતે શિકાર કરે છે તેના્ ઘણાં વીડિયો કે ફોટાઓ તમે જોયા હશે, દરેક હિંસક પ્રાણી પોતાના શિકાર ભણી જે ચૂપકીદીથી આગળ વધે છે તમે તે જોયું હશે પણ શું તમે કદી કોઇ શિકાર પર સીધો હુમલો કરતાં હિંસક પ્રાણીને જોયું છે. મોટાભાગે શિકાર કરતી વખતે આ હિંસક પ્રાણીઓએ એક લાંબી રેસ રમવી પડે છે અને તે પછી તેમના હાથમાં એ શિકાર આવે છે. પણ અહીં અમે તમને દીપડાએ કરેલા એક એવા શિકારનો વીડિયો દર્શાવી રહ્યા છીએ કે જેમાં માત્ર એક છલાંગ અને હરણનું કામ તમામ થઇ ગયું છે.

જુઓ વીડિયો

હાલમાં એક દીપડાએ કરેલા હરણના શિકારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે દીપડો પહેલાથી જ એક વૃક્ષ પર ચઢીને બેઠો હોય છે અને ત્યાં તૃણાહારી હરણોનું એક ટોળું ઘાસ ચરતું ચરતું આવી ચઢે છે. હરણ પોતાના માથે ભમતા મોતથી બેખબર આરામથી ચરી રહ્યા હોય છે ત્યારે જ દીપડો ઝાડ પરથી તેમના પર ત્રાટકે છે અને એક હરણ તેની ઝપેટે ચઢી જાય છે. એ હરણને ભાગવાની પણ તક નથી મળતી, કારણ તેની ગરદન જ દીપડાએ પકડી લીધી હતી. આ વીડિયો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુશાંત નંદાએ ટિ્વટર પર શેર કર્યો હતો.

અન્ય પુરુષો સાથે શારિરીક સંબંધ બાંધવામાં ભારતીય મહિલાઓને છે વધુ રસ

ભારતમાં હજી પણ સેક્સને વર્જિત તરીકે જોવામાં આવે છે. ખાસ કરીને લગ્ન પછી મહિલાઓ પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે પતિ સિવાય કોઈ અન્ય પુરુષ સાથે કોઈ પણ પ્રકારના શારીરિક સંબંઘ ન રાખે. પરિણીત મહિલાઓના અફેરને અહીં સારી નજરથી જોવાતા નથી. પરંતુ એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપના તાજેતરના સરવે પર નજર નાખો તો ભારતીય હવે આ વિષયો પર બોલ્ડ થઈ રહ્યા છે.

એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપના ગ્લિડેને એક સંશોધન કર્યું છે, જેમાં 53 ટકા ભારતીય મહિલાઓએ સ્વીકાર્યું છે કે તેઓ તેમના પતિ સિવાય પણ અન્ય પુરુષો ઈન્ટીમેટ રિલેશનશીપ છે. જ્યારે અન્ય મહિલાઓ સાથે લગ્નેતર સંબંધ રાખનારા પુરુષોની સંખ્યા 43 ટકા હતી.

ગ્લિડેનના માર્કેટિંગ ડિરેક્ટર સોલન પેલેટના કહેવા પ્રમાણે, ‘ભારતીય મહિલાઓ રોમાંસ અને બેવફાઈની બાબતમાં ખૂબ જ ખુલ્લી હોય છે. ગ્લિડેન લોકોને આવું વાતાવરણ આપે છે જેમાં તેઓ તેમના જીવનસાથી સાથેના સંબંધને અસર કર્યા વિના, તેમની સાથે મેચીંગ વિચાર રાખનારા કોઈ પણ પુરુષ સાથે લવસ્ટોરી શરૂ કરી શકે.

લીપ યર એટલે શું? શા માટે ફેબ્રુઆરી મહિનામાં દર ચાર વર્ષે 29 તારીખ આવે છે? લીપ યર નહીં ઉજવાય તો થાય આ મોટું નુકશાન

દર ચાર વર્ષે લીપ યર ઉજવવામાં આવે છે જે ફેબ્રુઆરી મહિનામાં આવે છે. લીપ યરમાં ફેબ્રુઆરીનો એક વધારાનો દિવસ ઉમેરવામાં આવે છે. જેના કારણે ફેબ્રુઆરી મહિનો લીપ યરમાં 29 દિવસનો હોય છે. ચાલો આપણે લીપ યર વિશે વિગતવાર જાણીએ.

તમે બધા જાણો છો કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, જેના કારણે દિવસ અને રાત હોય છે અને હવામાન બદલાય છે. પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરવામાં લગભગ 365.242 દિવસ લાગે છે. એક વર્ષમાં 365 દિવસ હોય છે. આ કિસ્સામાં ચાર વર્ષમાં એક દિવસમાં 0.242 દિવસનો સમય ઉમેરવામાં આવે છે. આ એક દિવસ ફેબ્રુઆરીમાં દર ચાર વર્ષે ઉમેરવામાં આવે છે, જે 28થી 29 દિવસનો મહિનો થઈ જાય છે, અને તે વર્ષ 365નાં બદલે 366 દિવસનું બને છે. જ્યારે પણ એક વર્ષમાં 366 દિવસ અથવા 29 દિવસ ફેબ્રુઆરીમાં આવે છે, તો તે વર્ષને લીપ યર કહેવામાં છે.

સામાન્ય રીતે વર્ષમાં 365 દિવસ હોય છે, પરંતુ લીપ યરમાં 366 દિવસ હોય છે. પૃથ્વી સૂર્યની એક પરિક્રમા 365 દિવસ અને 6 કલાકમાં પૂર્ણ કરે છે. આ રીતે દર ચાર વર્ષે એક દિવસ વધારવામાં આવે છે. જે ચાર વર્ષ પછી આવી રહેલા વર્ષમાં ઉમેરવામાં આવે છે. આ રીતે લીપ યર દર 4 વર્ષે  ઉજવવામાં આવે છે.

પૃથ્વી 365 દિવસ અને 6 કલાકમાં સૂર્યની એક ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે અને આમ ચોથા વર્ષમાં દિવસોની સંખ્યા 366 થાય છે. જ્યારે ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો થઈ જાય છે. આગામી લીપ યર 2024માં ઉજવવામાં આવશે. જ્યારથી વિશ્વમાં ગ્રેગોરિયન કેલેન્ડર સ્વીકારવામાં આવ્યું ત્યારથી લીપ યર આવે છે. ઇસુ ખ્રિસ્તના જન્મ વર્ષથી ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવવામાં આવ્યું છે.

ઈસુ ખ્રિસ્તના જન્મના ચાર વર્ષ બાદ પ્રથમ લીપ યર ઉજવાયું હતું. ત્યારથી લઈને આજદિન સુધી અને આવનાર સદીઓ સુધી દર ચાર વર્ષે લીપ યર ઉજવાતું રહેશે.

જો આપણે લીપ યર નહીં ઉજવીએ તો દર વર્ષે આપણે 6 કલાક સૌરમંડળના ચક્ર સમય કરતા આગળ નીકળી જઈશું અને આ રીતે 100 વર્ષ પછી 25 દિવસ આગળ થઈ જશું. આના કારણે હવામાન પરિવર્તનનું કોઈ જ્ઞાન નહીં હોય. વાતાવરણમાં બેલેન્સ અને સમયચક્રને સ્થિર રાખવાના હેતુથી દર ચાર વર્ષે  લીપ યર ઉજવવામાં આવે છે.

60 વર્ષના શિપ કેપ્ટનની પાણીમાં ડુબતી મહિલાને બચાવવા 40 ફૂટ ઉંચેથી છલાંગ

પોતાના જીવને જોખમમાં મુકીને અન્યનો જીવ બચાવવા માટે કરાયેલો પ્રયાસ હંમેશા કાબિલે તારીફ રહે છે અને એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ અન્યો માટે જીવે છે તે જ માનવતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડી શકે છે. મ્યાનમારના એક શિપના 60 વર્ષના કેપ્ટને આ વાતને સાચી સાબિત કરી છે. પાણીમાં ડુબી રહેલી એક મહિલાને બચાવવા માટે બીજો કોઇપણ વિચાર કર્યા વગર શિપના કેપ્ટને 40 ફુટની ઊંચાઈએથી કૂદીને એ મહિલાનો જીવ બચાવ્યો છે.

આ ઘટના મ્યાનમારના ડાલા પોર્ટની છે. અહીં 34 વર્ષીય મબિલા કિન ચાન મ્યા શિપમાંથી નીચે પાણીમાં પડી ગઈ. મહિલા પડી એ દિશામાં ઝડપથી બીજી શિપ આવી રહી હતી. ત્યારે એકપણ મિનિટ વેડફ્યા વિના શિપના 60 વર્ષીય કેપ્ટન યૂ માએંટે 40 ફુટ ઊંચેથી પાણીમાં છલાંગ લગાવી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. મહત્વની વાત એ હતી કે આ દરમિયાન બંદરે ઊભેલા અન્ય બે યુવાનોએ પણ મહિલાનો જીવ બચાવવા માટે પાણીમાં ભૂસકો માર્યો હતો.

કેપ્ટન યૂ માએંટે જણાવ્યું કે, તેઓ ઘણા વર્ષોથી અહીં કામ કરે છે અને તેમણે ઘણાં લોકોના જીવ બચાવ્યા છે. મહિલાને મદદ કરવા અંગે કેપ્ટને કહ્યું, “એ વખતે મારા મનમાં માત્ર મહિલાનો જીવ બચાવવાની ચિંતા હતી. હું તેને બચાવવા માગતો હતો. હું તો ઘરડો થઈ ગયો છું મરી ગયો તો પણ શું વાંધો. પરંતુ તે મહિલા યુવાન હોવાથી તેને બચાવવી જરૂરી હતી.” પાણીમાંથી બહાર કાઢીને મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ હતી. મહિલા બેભાન તો નહોતી થઈ પણ આઘાતમાં હતી. સ્થાનિક લોકોએ કેપ્ટન અને બંને યુવકોની બહાદુરીની પ્રશંસા કરી છે.

બેલ્જિયમના ઝૂમાં પોતાના મસ્તીએ ચઢેલા પોતાના બચ્ચાને ઉરાંગઉટાંગ ઢસડીને લઇ ગયું!

બેલ્જિયમના એક પ્રાણી સંગ્રહાલયમાં મૂકવામાં આવેલા એક ઉરાંગઉટાંગ પરિવારના નાનકડા બચ્ચાની રમતિયાળ બાળસહજ ચેષ્ટાઓ એક ફોટોગ્રાફરે કેમેરામાં ઝડપી લીધી હતી જેમાં જોવા મળ્યું હતું કે માણસના બચ્ચાઓ જેવું જ રમતિયાળપણું આ વાનર પ્રજાતિના બચ્ચાઓમાં પણ જોવા મળે છે.

બેલ્જિયમના પેઇરી ડેઇઝા ઝૂમાં ૨૦૧૭ના વર્ષમાં જર્મનીથી આ ઉરાંગઉટાંગ કુટુંબને લાવવામાં આવ્યું હતું. જેમાં સારી નામની માદા, ઉજિઆન નામનો નર અને તેમનું બેરાની નામનું ત્રણ વર્ષનું બચ્ચું છે. હાલમાં આ બેરાની તેની માતા સારી સાથે તોફાન મસ્તી કરતા દેખાયું હતું અને ધિંગામસ્તી કરતા કરતા અચાનક તે માણસના બચ્ચાઓની જેમ જ રિસાઇ પણ ગયું હતું.

તેની મા તેને ફોટોમાં દેખાય છે તે રીતે ખેંચી લાવી હતી. જો કે તેના માતા પિતા તેને મનાવવામાં સફળ રહ્યા હતા અને થોડી જ વારમાં આ બચ્ચુ રાજી થઇ ગયું હોય તેમ પોતાના માતા પિતા પાસે દોડી ગયું હતું અને પોતાની માને વહાલભર્યું ચુંબન પણ કર્યું હતું. આના પછી ફરીથી તે તોફાન કરવા લાગ્યું હતું અને એક પીળા બ્લેન્કેટની નીચે ભરાઇ ગયું હતું અને પછી ત્યાંથી નીકળીને ખૂબ તરસ્યું થયું હોય તેમ પાણીના ઘૂંટડાઓ ભરવા લાગ્યું હતું.

તેની આ બધી બાળસહજ ચેષ્ટાઓ ફોટોગ્રાફર કોએન હાર્ટકેમ્પે પોતાના કેમેરામાં ઝડપી લીધી હતી. આ ફોટોગ્રાફર ઉરાંગઉટાંગના વતન એવા બોર્નિયોના જંગલોમાં પામની ખેતી માટે આ વાનર પ્રજાતિના રહેઠાણોનો નાશ કરવામાં આવે છે તે રોકવા માટે ઝુંબેશ પણ ચલાવે છે.

આસનસોલ સ્ટેશને ટ્રેનના જૂના કૉચમાં રેલવેએ રેસ્ટોરાં શરૂ કરી

ભારતીય રેલવેના પૂર્વી ઝોને બે જૂનાં થઈ ગયેલા રેલવેના કૉચને એક રેસ્ટોરાંમાં પરિવર્તીત કર્યા છે જેને આસનસોલ રેલેવે સ્ટેશન પર મૂકવામાં આવ્યા છે. આ ડબ્બાઓને ‘રેસ્ટોરાં ઓન વ્હીલ્સ’ નામ આપવામાં આવ્યુ છે તેમાં રેલવેના મુસાફરો ઉપરાંત સામાન્ય લોકો પણ જઈ શકે છે.

રેસ્ટોરાં ઓન વ્હીલ્સને મેમુ ટ્રેનના બે જૂના કોચમાં સુધારો કરીને બનાવવામાં આવ્યું છે, એમ ઈસ્ટર્ન રેલવેના એક અધિકારીએ કહ્યું હતું. આ રેસ્ટોરાંથી આવતા પાંચ વર્ષમાં બિન-ટિકિટ આવક હેઠળ રૂ. 50 લાખની કમાણી કરવાનું લક્ષ્ય છે. એક કોચમાં ચા અને નાસ્તો મળશે જ્યારે બીજામાં 42 લોકોના બેસવાની ક્ષમતા છે જ્યાં સવારનો નાસ્તો, લંચ અને ડિનર મળશે.

આ રેસ્ટોરાંનું ઉદઘાટન કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોએ કર્યું હતું. આરામ કરવા માટે બે નવા એ.સી. રૂમ અને ઈલેક્ટ્રોનિક રીતે રિઝર્વેશન ચાર્ટ દર્શાવતી પદ્ઘતિ અને બેટરીથી ચાલિત કારનું પણ ઉદઘાટન બાબુલ સુપ્રિયોએ કર્યું હતું. એક સમયમાં આ રેસ્ટોરાંમાં 40 લોકો બેસી શકે છે અને નાશ્તો અને ભોજન લઈ શકે છે કર્મચારીઓની સુવિધા માટે આ કૉચોમાં સુધારો કરી તેનું સૌંદર્યીકરણ કરાયું હતું.