પશુપાલન ગ્રામીણ અર્થતંત્રનું મહત્ત્વપૂર્ણ અંગ, ભારત દૂધ ઉત્પાદનમાં અવ્વલઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેઓએ આજે બનાસકાંઠાના ભીલડીમાં 14 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યું. જેમાં ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર તથા બે બાયો-સીએનજી પ્લાન્ટનો સમાવેશ થાય છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2એ અને 2બીનો પણ શિલાન્યાસ 31મી ઓક્ટોબરે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના ભીલડીમાં 14 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનો શિલાન્યાસ-લોકાર્પણ કરશે. જ્યારે 31મી ઓક્ટોબરે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરાથી લોકોને પાણી અને વીજળી બચાવવા અપીલ કરી હતી. આ સાથે તેમણે કહૃાું હતું કે મને દેશની સેવામાં ૨૫ વર્ષ થઈ ગયા છે. હું જીવીશ ત્યાં સુધી ગુજરાતનો ઋણી રહીશ અને તમારી સેવામાં હાજર રહીશ. ઘણા લોકો આજે દેશની મહિલાઓ અને ખેડૂતોને ભ્રમમાં નાખી દેવા માગે છે. દેશ પર સંકટ આવે ત્યારે આવા લોકો ખુશ થાય છે.

પશુપાલનને ગ્રામીણ અર્થવ્યવસ્થાનું મહત્ત્વપૂર્ણ અંગ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વર્તમાન સરકારે પશુપાલન ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજીને સફળતાપૂર્વક જોડ્યું છે, જેના પરિણામે આજે ભારત દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને તેનો સીધો લાભ દેશના પશુપાલકોને મળી રહૃાો છે. બનાસકાંઠામાં સ્થપાયેલ બીબીબીઆરસી સેન્ટર રાષ્ટ્રીય ગોકુલ મિશનને વધુ વેગ આપશે અને અહીં આઈવીએફ ટેકનોલોજી દ્વારા દેશી ગાયોનું શ્રેષ્ઠ સંવર્ધન થવાથી આવનારી પેઢીને ઉત્તમ પશુધન પ્રાપ્ત થશે. આ સાથે જ ગ્રામીણ સ્તરે ગોબરથી બાયોગેસ અને જૈવિક ખાતર તૈયાર કરવા માટેનું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવામાં આવી રહૃાું છે, જે ‘વેસ્ટમાંથી વેલ્થ’ (કચરામાંથી સમૃદ્ધિ) ના મંત્રને સાકાર કરી રહૃાું છે.

બનાસકાંઠામાં આયોજિત વિશાળ ખાટલા સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના લોકોએ આજે અનોખો વટ પાડી દીધો છે અને દુનિયામાં ક્યારેય આટલી મોટી ખાટલા સભા થઈ નહીં હોય. આ પ્રસંગે હાથમાં પીએમનો ફોટો લઈને ઊભેલી એક દીકરી સાથે સંવાદ કરતા તેમણે હસતાં-હસતાં કહ્યું કે, બેન, તે મને હરાવી દીધો. વડાપ્રધાને સરકારની ઉપલબ્ધિઓ વર્ણવતા કહૃાું કે છેલ્લાં 12 વર્ષમાં સરકારે ખેતી અને પશુપાલન ક્ષેત્રે વિજ્ઞાનને સક્ષમતાથી જોડ્યું છે, જેના કારણે આજે ‘પીએમ કિસાન સન્માન નિધિ’ યોજના દેશના નાના ખેડૂત પરિવારો માટે મોટો આર્થિક આધાર બની ગઈ છે.

ખેડૂતોની આર્થિક પ્રગતિ અને પારદર્શક રાજનીતિ પર ભાર મૂકતા પીએમ મોદીએ દાવો કર્યો હતો કે અગાઉની સરકારોએ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસ૫ી) અંગે ખેડૂતોને માત્ર દગા જ દીધા હતા, જ્યારે વર્તમાન સરકારે એમએસપીના તમામ વાયદાઓ સંપૂર્ણપણે પૂર્ણ કર્યા છે. તેમણે જણાવ્યું કે સરકારે અત્યાર સુધીમાં ૧૨ લાખ સોલાર પંપ ખેડૂતોને ઉપલબ્ધ કરાવ્યા છે, જેને કારણે દેશના ખેડૂતોના અંદાજે ૫૦ લાખ કરોડ રૂૂપિયા બચ્યા છે. જો આ સોલાર પંપ ન મળ્યા હોત તો ખેડૂતોએ સિંચાઈ માટે ૮૦ કરોડ લીટર મોંઘું ડીઝલ ખરીદવું પડત, જેણે અન્નદાતાઓના જીવનમાં મોટી રાહત આપી છે. ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે એ માટે અમે ૧૬ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીબીબીઆરસી સેન્ટરમાં પીએમ મોદીએ વાછરાડાઓને દૂધ પીવડાવ્યું હતું. રોડ શો પૂર્ણ કર્યા બાદ અહીં ઈટી-આઈવીએફ લેબનું ઉદઘાટન કર્યું હતું. તે પછી ભીલડીમાં વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો હતો.

થરાદ અને રાધનપુરમાં બનાસ ડેરીના બે બાયો-સીએનજી પ્લાન્ટનો તેઓ શિલાન્યાસ કરશે, જેની ગાયના છાણ પ્રોસેસિંગની ક્ષમતા અનુક્રમે પ્રતિદિન 75 મેટ્રિક ટન અને પ્રતિદિન 100 મેટ્રિક ટન છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2એ (એરપોર્ટ એક્સટેન્શન) અને ફેઝ-2બી (ગિફ્ટ સિટી એક્સટેન્શન)નો શિલાન્યાસ કરશે. જેમાં ફેઝ-2એ કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધી 5 સ્ટેશનોને આવરી લેતી 6 કિ.મી.થી વધુની લંબાઈ ધરાવશે, જ્યારે ફેઝ-2બી ગિફ્ટ સિટીથી શાહપુર સુધી 3 સ્ટેશનોને આવરી લેતી 3.3 કિ.મી.થી વધુની લંબાઈ ધરાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30મી ઓક્ટોબરના રોજ સાંજે કેવડિયા પહોંચી જશે અને 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ઉજવણીનું એક મુખ્ય આકર્ષણ ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’ દ્વારા આયોજિત ‘નક્સલ મુક્ત ભારત’ પરનું એક વિશેષ નાટ્ય પ્રદર્શન હશે, જેમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત 126 જિલ્લાના આશરે 2000 કલાકારો ભાગ લેશે.