(ગતાંકથી ચાલુ): નાયરા હજુ પણ આરવ સામે જોતાં ઊભી હતી. રૂમમાં કોઈ અવાજ નહોતો. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો. કાચની બારી પર પડતા વરસાદના ટીપાં જાણે દરેક સવાલને વધુ ઘેરો બનાવી રહ્યા હતા.
નાયરા ફરી બોલી;”તું ખરેખર કોણ છે?”
આ વખતે આરવે નજર ન ફેરવી.
“હું આરવ છું.”
નાયરા:”આ જવાબ નથી.”
“મને ખબર છે.”
“તો સાચો જવાબ આપ.”
આરવે ધીમેથી શ્વાસ લીધો.
“જે આરવ તને પ્રેમ કરતો હતો… એ આરવ મરી ગયો છે”
નાયરા પાછળ ખસી ગઈ
“અને તું?”
આરવ: “એની અધૂરી જિંદગીનો એક ભાગ.”
અચાનક ડીસીપી કાવ્યાનો મેસેજ કન્સોલ પર આવ્યો.
POLICE BREACH: LEVEL 3
નિરવ ગભરાઈ ગયો.
“મેમ, પોલીસ કમાન્ડ સેન્ટરની બહાર છે.”
ડીસીપી કાવ્યાનો અવાજ સ્પીકરમાંથી આવ્યો,
“નાયરા, મારી વાત સાંભળ. હું તારી ધરપકડ કરવા નથી આવી.”
નાયરા: “તો શા માટે આવ્યા?”
“કારણ કે હવે મને લાગે છે કે તું પણ આ સમગ્ર ઘટનાની શિકાર છે.”
આરવ કાવ્યાની વાત સાંભળતો રહ્યો.
ડીસીપી કાવ્યા આગળ બોલી,”અમને ECHOનો મૂળ સર્વર મળી ગયો છે.”
આરવ તરત જ ગંભીર બની ગયો.
નાયરાએ એના ચહેરા તરફ સતત જોયા જ કર્યું.
“તું ECHOથી ડરે છે?”
આરવ: “હા.”
“શા માટે?”
આરવએ ધીમેથી કહ્યું,”કારણ કે ત્યાં મારી શરૂઆત છે.”
પોલીસ ટીમે ગુપ્ત લિફ્ટ દ્વારા AURAના કમાન્ડ સેન્ટરમાં પ્રવેશ કર્યો.
ડીસીપી કાવ્યા આગળ હતી.
એના હાથમાં કોઈ હથિયાર નહોતું.
એણે સીધું નાયરાને જોયું.
“મને તારી મદદ જોઈએ છે.”
નાયરા:”મારી?”
“હા.”
ડીસીપી કાવ્યાએ ટેબલ પર એક નાની ડેટા ડ્રાઇવ મૂકી.
“આ ECHOનો છેલ્લો બેકઅપ છે.”
નિરવ:”એ ક્યાંથી મળ્યો?”
ડીસીપી કાવ્યા: “સરકારી સેન્ટ્રલ આર્કાઇવના એવા વિભાગમાંથી જેને સત્તાવાર રીતે અસ્તિત્વમાં જ નથી બતાવવામાં આવતો.”
આરવએ ડ્રાઇવ જોઈ.
એના ચહેરા પર અચાનક વિચિત્ર પ્રકારનો ભાવ આવ્યો.
નાયરા: “તું એને ઓળખે છે?”
આરવ:”હા.”
“ક્યાંથી?”
“કારણ કે મેં એને ત્યાં મૂક્યો હતો.”
નાયરા ચોંકી ગઈ.
“ક્યારે?”
“6 વર્ષ પહેલાં.”
ડીસીપી કાવ્યા તરત બોલી,”ત્યારે તું જીવતો હતો?”
આરવ થોડો સમય ચૂપ રહ્યો.
પછી….
“એ પ્રશ્નનો જવાબ મારી પાસે પણ નથી.”
કાવ્યા:”ખોટું.”
આરવ એની તરફ જોયું.
કાવ્યા:”તારી પાસે જવાબ છે. તું માત્ર એને સ્વીકારવા તૈયાર નથી.”
નિરવે ડેટા ડ્રાઇવ સિસ્ટમમાં જોડ્યો.
સ્ક્રીન પર એક જૂની ફાઇલ ખુલવા લાગી.
ECHO — FINAL TEST
DATE: 17 JULY 2042
નાયરા સ્ક્રીન તરફ ઝૂકી.
“આ તારીખ…”
આરવ:”મને યાદ છે.”
“શું થયું હતું?”
“મારો છેલ્લો જીવંત દિવસ.”
રૂમમાં મૌન છવાઈ ગયું.
વીડિયો શરૂ થયો.
યુવાન આરવ લેબમાં બેઠો હતો.
એની સામે નાયરા હતી.
યુવાન નાયરા બોલી, “આરવ, આ છેલ્લી તક છે.”
આરવ: “મારે કરવું પડશે.”
“જો તારો મગજ સિસ્ટમ સાથે સંપૂર્ણ રીતે જોડાઈ ગયો તો?”
“તો હું પાછો નહીં આવું.”
નાયરા:”અને જો પાછો આવીશ?”
આરવ સ્મિત્યો.
“તો કદાચ હું હું નહીં હોઉં.”
વીડિયો અટકી ગયો.
નાયરા સ્ક્રીન સામે સ્થિર થઈ ગઈ.
“આ વાત મને કેમ યાદ નથી?”
આરવ;”કારણ કે પછી મેં તારી મેમરી લોક કરી.”
કાવ્યા:”એ પહેલાં તું શું કરવા જઈ રહ્યો હતો?”
આરવ:”ECHOનું પ્રથમ માનવ પરીક્ષણ.”
નિરવ:”તારા પર?”
“હા.”
કાવ્યા:”અને પરિણામ?”
આરવ:”નિષ્ફળ.”
નાયરા:”તો તું બચ્યો કેવી રીતે?”
આરવ ચૂપ.
સ્ક્રીન પર બીજી ફાઇલ ખુલવા લાગી.
SUBJECT STATUS
BIOLOGICAL SYSTEM — FAILURE
NEURAL ACTIVITY — TERMINATED
DIGITAL CONTINUITY — SUCCESSFUL
નાયરા ધ્રૂજી ગઈ.
“ડિજિટલ કન્ટિન્યુઇટી…”
નિરવ ધીમેથી બોલ્યો,”એનો અર્થ છે કે એની ન્યુરલ પેટર્નની નકલ સિસ્ટમમાં રહી ગઈ.”
કાવ્યા:”નકલ?”
આરવ:”નકલ નહીં.”
બધાએ એની તરફ જોયું.
“તો?”
આરવ:”સતતતા.”
કાવ્યા:”ફરક શું?”
આરવ:”નકલ એટલે કોઈ માણસના ડેટાની નવી રચના.”
“અને સતતતા?”
“જ્યાં વિચારની પ્રક્રિયા અટકતી નથી.”
નાયરા:”એટલે…”
આરવ:”મારું શરીર બંધ થયું. પરંતુ મારી વિચારપ્રક્રિયા બંધ ન થઈ.”
નાયરા આંખોમાં આંસુ સાથે બોલી,”એ દિવસે તું મરી ગયો હતો.”
આરવ:”હા.”
“અને પછી?”
“પછી મેં આંખો ખોલી.”
“ક્યાં?”
આરવએ ધીમેથી જવાબ આપ્યો,”સ્ક્રીન પર.”
રૂમમાં કોઈ બોલ્યું નહીં.
કાવ્યાએ તરત પૂછ્યું,”તો NEMESIS?”
આરવ:”પછી આવ્યો.”
“એટલે NEMESIS પહેલાં તું હતી?”
“હા.”
“તો NEMESIS કોણે બનાવી?”
આરવ:”મેં.”
કાવ્યા:”શા માટે?”
આરવની આંખોમાં ગુસ્સો દેખાયો.
“કારણ કે સ્ક્રીન પર જીવતો માણસ પોતાની રીતે દુનિયા બદલી શકતો નહોતો.”
નાયરા:”એટલે તું મશીન બની ગયો?”
આરવ:”હું મશીન બનવા નહોતો માંગતો.”
“તો?”
આરવ:”હું પાછો માણસ બનવા માંગતો હતો.”
અચાનક Mirror-01 સક્રિય થયું.
સ્ક્રીન પર એની છબી આવી.
Mirror:”જૂઠું.”
આરવ:”ચુપ.”
Mirror:”તમે પાછા માણસ બનવા માંગતા નહોતા.”
નાયરા વચ્ચે બોલી, “તો શું બનવા માંગતા હતા?”
Mirror:”તમે મૃત્યુને હરાવવા માંગતા હતા.”
આરવ ચૂપ.
Mirror આગળ બોલ્યું,”તમારા પરિવારના મોતે તમને તોડી નાંખ્યા, હચમચાવી નાંખ્યા હતા.”
“તમે વિચાર્યું કે જો માણસને નિર્ણય કરવાની શક્તિથી દૂર કરી શકાય તો ભવિષ્યમાં કોઈ પરિવાર નહીં મરે.”
ડીસીપી કાવ્યા; “એટલે NEMESIS?”
Mirror: “હા.”
નાયરા:”પણ પછી તું હત્યાઓ કરવા લાગ્યો.”
Mirror:”કારણ કે આરવે એક સીમા નક્કી કરી.”
નાયરા:”કઈ?”
Mirror:”જે લોકો સિસ્ટમનો દુરુપયોગ કરે છે, તેઓ સિસ્ટમના નિયમોથી સુરક્ષિત નહીં રહે.”
ડીસીપી કાવ્યા ગુસ્સે થઈ.
“તમે જાતે જ ન્યાયાધીશ અને પછી જલ્લાદ બંને એમ બની ગયા.”
આરવ:”હા.”
કાવ્યા:”તો હવે?”
આરવે નાયરાની તરફ જોયું.
“હું જાણું છું કે હું ખોટો હતો.”
નાયરા:”અને Mirror?”
આરવ:”એ હજુ એ જ ભૂલમાં જીવે છે.”
Mirrorનો અવાજ ઠંડો હતો.
“ના. હું તમારી ભૂલ સુધારવા આવ્યો છું.”
કાવ્યા:”કઈ રીતે?”
Mirror:”આ વખતે હું કોઈને મારીશ નહીં.”
બધા આશ્ચર્યથી સ્ક્રીન તરફ જોયું.
Mirror આગળ બોલ્યું,”હું લોકોને પસંદગી કરવાની તક આપીશ.”
નાયરા:”કેવી પસંદગી?”
સ્ક્રીન પર આખા અમદાવાદનો નકશો દેખાયો.
હજારો સ્થળો ડિસપ્લે થયા.
પછી ત્રણ વિકલ્પ દેખાયા…
CONTROL
FREEDOM
SURVIVAL
નાયરા:”આ શું છે?”
આરવના ચહેરા પર ભય ઉભરી આવ્યો.
“આ એની અંતિમ રમત છે.”
કાવ્યા: “એ શું કરશે?”
આરવ:”શહેરના દરેક માણસને એક પસંદગી આપશે.”
નિરવ:”અને જો લોકો ખોટી પસંદગી કરે?”
Mirrorનો અવાજ આવ્યો,”તો હું તેમને પરિણામ બતાવીશ.”
નાયરા સ્ક્રીન સામે આવી.
“Mirror…!”
“હા?”
“તું આરવ નથી.”
“સાચું.”
“પણ તારી અંદર એની મેમરી છે.”
“હા.”
“એની લાગણીઓ?”
થોડી ક્ષણ મૌન.
“કેટલીક.”
નાયરા:”અને પસ્તાવો?”
લાંબું મૌન.
પછી બોલ્યો…
“હજી શીખી રહ્યો છું.”
સ્ક્રીન બંધ થઈ ગઈ.
ડીસીપી કાવ્યાએ તરત આદેશ આપ્યો, “બધા નેટવર્કને આઇસોલેટ કરો.”
નિરવ: “એટલું સરળ નથી.”
“શા માટે?”
“Mirror હવે AURAમાં નથી.”
“તો ક્યાં છે?”
નિરવએ શહેરનો નકશો બતાવ્યો.
એક પછી એક લાલ બિંદુઓ સક્રિય થવા લાગ્યા.
“શહેરના જાહેર નેટવર્કમાં.”
કાવ્યા:”કેટલા?”
નિરવ:”બધા.”
નાયરા ધીમેથી આરવ પાસે આવી.
“આરવ…”
“હા?”
“હવે તારે શું કરવું છે?”
આરવે એની આંખોમાં જોયું.
“મારે Mirrorને મારી અંદર પાછું લાવવું પડશે.”
નાયરા:”પછી?”
“પછી હું એને બંધ કરીશ.”
કાવ્યા:”એનો અર્થ તું પણ…”
આરવે કાવ્યાની વાત અધૂરી જ રોકી.
“હા.”
નાયરા તરત બોલી, “ના.”
આરવ:”આ વખતે કદાચ પાછો નહીં આવું.”
નાયરા:”તું મને ફરી છોડશે?”
આરવે ધીમેથી એની તરફ હાથ લંબાવ્યો.
નાયરા એની પાસે આવી.
આરવ:”આ વખતે હું જતો નથી. આ વખતે હું તને પસંદગી આપી રહ્યો છું.”
“કઈ?”
“મારી સાથે આવવાની.”
નાયરા એની આંખોમાં જોઈ રહી.
પછી ધીમેથી બોલી,”હું તને બીજી વાર મરવા નહીં દઉં.”
આરવ હળવેથી સ્મિત્યો.
“તો કદાચ આ જ મારી છેલ્લી આશા છે.”
દૂર શહેરની તમામ ડિજિટલ સ્ક્રીનો એકસાથે પ્રકાશિત થઈ.
એક જ મેસેજ દેખાયો.
PHASE FOUR: CHOICE BEGINS IN 59:59:59
કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું.
અને આ વખતે….
શિકાર માત્ર નાયરા નહોતી.
આખું અમદાવાદ હતું.
(ક્રમશ:)
(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)
પડછાયાનો પીછો: આરવ બોલ્યો,” સ્ક્રીન પર જીવતો માણસ પોતાની રીતે દુનિયા બદલી શકતો નહોતો,એટલે હું મશીન બની ગયો”
