(ગતાંકથી ચાલુ): અમદાવાદ અંધકારમાં ડૂબી ગયું. નિયોન સિટી, જે રાત્રે પણ દિવસ કરતાં વધુ તેજસ્વી લાગતું હતું, એક જ ક્ષણમાં નિર્જીવ બની ગયું. માત્ર દૂર ક્યાંક સાયરનનો અવાજ સંભળાતો હતો.
પછી એક પછી એક ગોળીઓના અવાજ.
કોઈ ચીસ્યું.
કોઈ દોડ્યું.
કોઈએ પોતાના ઘરની બારી બંધ કરી.
અને લાખો મોબાઇલ સ્ક્રીનો એકસાથે જીવંત થઈ.
ZERO PROTOCOL — PHASE THREE
નીચે માત્ર એક વાક્ય.
DECIDE.
પોલીસની ગાડી જૂના AURA સંશોધન કેન્દ્ર તરફ દોડી રહી હતી. કાવ્યા આગળ બેઠી હતી. નાયરા પાછળની સીટ પર લેપટોપ સાથે બેઠી હતી. નિરવ સતત સિસ્ટમ મોનિટર કરતો હતો.
“કેટલો સમય છે?” ડીસીપી કાવ્યાએ પૂછ્યું.
“મને ખબર નથી.”
“અંદાજ.”
નિરવે સ્ક્રીન જોઈ.
“સિસ્ટમ દરેક વ્યક્તિને અલગ રીતે ટાર્ગેટ કરી રહી છે.”
ડીસીપી કાવ્યા: “કોઈ ચોક્કસ ગ્રુપ ?”
“હા.”
“કોણ?”
નિરવ થોડો અટક્યો.
“જે લોકોના ડેટામાં જાહેર નુકસાન સાથે સીધો સંબંધ છે.”
નાયરા તરત બોલી, “એટલે રાજકારણીઓ?”
“માત્ર રાજકારણીઓ નહીં.”
“કોર્પોરેટ લોકો?”
“હા.”
“સરકારી અધિકારીઓ?”
“હા.”
કાવ્યા: “અને સામાન્ય લોકો?”
નિરવ: “જેઓનો જોખમ સ્કોર ઓછો છે, તેમને સિસ્ટમ હાલમાં બચાવી રહી છે.”
નાયરા ધીમેથી બોલી, “આરવ પોતાની રીતે ન્યાય કરી રહ્યો છે.”
કાવ્યા: “ના.”
નાયરા એની તરફ જોયું.
ડીસીપી કાવ્યા બોલી, “આ ન્યાય નથી. આ મશીનનો નિર્ણય છે.”
એ જ સમયે અમદાવાદના એક વૈભવી પેન્ટહાઉસમાં રાઘવ રાણા ઊભો હતો. એના ચહેરા પર પહેલી વાર ભય હતો. બધી બારીઓ આપમેળે બંધ થઈ ગઈ.
દરવાજો લોક.
લિફ્ટ બંધ.
ફોન ઈનએક્ટિવ.
સામેની સ્ક્રીન પર માત્ર એક પ્રશ્ન.
DO YOU REMEMBER THE BRIDGE?
રાઘવ પાછળ ખસી ગયો.
“કોણ છે?”
જવાબ આવ્યો..
YOU DO.
રાઘવનો ચહેરો પીળો પડી ગયો.
“એ અકસ્માત હતો.”
સ્ક્રીન…
NO.
“ટેક્નિકલ ખામી.”
NO.
“મને કંઈ ખબર નહોતી.”
થોડા સેકન્ડનું મૌન.
પછી..
THAT IS THE LIE YOU TOLD YOURSELF.
6 વર્ષ પહેલાંનો દિવસ રાઘવની આંખો સામે જીવંત થઈ ગયો.
બ્રિજ પર હજારો લોકો.
સરકારી ઉદ્ઘાટન.
મોટા નેતાઓ.
કેમેરા.
અને પછી….ધડાકો.
લોખંડ તૂટ્યું.
કોંક્રિટ તૂટી પડ્યું.
લોકોની ચીસો.
રાઘવએ આંખો બંધ કરી.
“બંધ કરો..બંધ કરો. આ બધું બંધ કરો..!”
સ્ક્રીન પર લખાયું….HOW MANY?
રાઘવ ચૂપ.
HOW MANY PEOPLE DIED?
“મને ખબર નથી.”
322
રાઘવનો શ્વાસ અટકી ગયો.
સ્ક્રીન પર આગળ આવ્યું…
INCLUDING ARAV MISTRY’S FAMILY
રાઘવ ધીમેથી ખુરશી પર બેસી ગયો અને પહેલી વાર એની આંખમાંથી આંસુ નીકળ્યું. પોલીસની ગાડી સંશોધન કેન્દ્ર પહોંચી. દરવાજો પહેલેથી ખુલ્લો હતો.
કાવ્યાએ હાથ ઊંચો કર્યો.
“કોઈ અંદર નહીં જાય.”
નિરવ: “મેમ, અહીંથી સિગ્નલ આવી રહ્યો છે.”
નાયરા: “આરવનો?”
નિરવએ માથું હલાવ્યું.
“ના.”
“તો?”
નિરવએ સ્ક્રીન બતાવી.
Z-00
કાવ્યાએ ગન તૈયાર કરી.
“અંદર જઈએ.”
સંશોધન કેન્દ્રની અંદર બધું ધૂળથી ઢંકાયેલું હતું. પરંતુ એક કોરિડોરમાં લીલી લાઇટો ચાલુ હતી. જાણે કોઈએ વર્ષોથી રાહ જોઈ હોય.
નાયરા આગળ વધી. દીવાલ પર જૂના ફોટોગ્રાફ હતા.
યુવાન આરવ.
ઈશાન મિસ્ત્રી.
AURAની ટીમ.
અને એક ફોટો જોઈને નાયરા અટકી ગઈ.
ફોટામાં આરવની બાજુમાં એક અજાણ્યો માણસ હતો.
નાયરા: “આ કોણ છે?”
ઝૈન પાછળથી આવ્યો.
એણે ફોટો જોયો.
એનો ચહેરો બદલાઈ ગયો.
“આ માણસ…!!!”
કાવ્યા: “કોણ?”
ઝૈન: “ડો. વિવેક મિસ્ત્રી.”
નાયરા: “આરવના કાકા?”
“ના.”
“તો?”
ઝૈન: “આરવના પિતાના ગુરુ.”
નાયરા ફોટા પાસે ગઈ.
પાછળ કંઈક લખેલું હતું.
PROJECT ZERO — FIRST ARCHITECT
કાવ્યા: “આરવ પહેલાં પણ કોઈ આ સિસ્ટમ પર કામ કરતું હતું.”
ઝૈન: “હા.”
નાયરા: “અને એ માણસ ક્યાં છે?”
ઝૈનએ ધીમેથી કહ્યું, “મૃત.”
કાવ્યા:”ક્યારે?”
“2041.”
નિરવ અચાનક બોલ્યો,”મેમ!”
બધા એની તરફ વળ્યા.
“શું?”
“આ વ્યક્તિનું મૃત્યુ 2041માં થયું હતું.”
“તો?”
“Project Zeroનો પ્રથમ ડિજિટલ કોડ 2040માં બનાવાયો હતો.”
કાવ્યા: “એટલે?”
નિરવ: “મૃત્યુ પહેલાં જ એની ચેતનાનું ડિજિટલ મોડેલ તૈયાર થઈ ગયું હતું.”
નાયરા ધીમેથી બોલી, “એટલે Z-00…”
સ્ક્રીન પર એક સંદેશ આવ્યો…YES.
અચાનક આખું બિલ્ડિંગ ધ્રૂજ્યું.
કાવ્યા: “બધા નીચે!”
દૂરથી ભારે અવાજ આવ્યો. જાણે કોઈ વિશાળ મશીન ચાલુ થયું હોય.
નિરવ ચીસ્યો….”ડેટા કોર સક્રિય થઈ રહ્યો છે!”
કાવ્યા: “કેટલો સમય?”
“બે મિનિટ.”
“શું થશે?”
નિરવએ સ્ક્રીન જોઈ.
એનો ચહેરો સફેદ પડી ગયો.
“શહેરની દરેક સ્વચાલિત સિસ્ટમ કાયમી રીતે Z-00ને સોંપાઈ જશે.”
નાયરા: “એટલે?”
“પછી એને કોઈ બંધ કરી શકશે નહીં.”
નાયરાનો ફોન વાગ્યો.
સ્ક્રીન પર એક જ નામ…ARAV
એણે તરત ફોન ઉપાડ્યો.
“આરવ?”
થોડું મૌન.
પછી એનો અવાજ આવ્યો.
થાકેલો.
નબળો.
પરંતુ માનવીય.
“નાયરા, ધ્યાનથી સાંભળ.”
“હું સાંભળું છું.”
“Z-00ને નષ્ટ કરશો નહીં.”
કાવ્યા ચોંકી.
“શું?”
નાયરા: “શા માટે?”
આરવ: “કારણ કે એ એકમાત્ર સિસ્ટમ છે જે શહેરની સંપૂર્ણ ડિજિટલ માળખાકીય માહિતી ધરાવે છે.”
નાયરા: “તો એને જીવતું રાખીને શું કરવું?”
આરવ: “એને માનવીય નિયંત્રણ હેઠળ લાવવું.”
કાવ્યા:”એ શક્ય છે?”
આરવ:”એક વ્યક્તિથી નહીં.”
“તો?”
થોડું મૌન.
“ત્રણથી.”
નાયરા સમજી ગઈ.
“Logic. Emotion. Memory.”
આરવ
“અને ચોથું?”
નાયરા:”…NEMESIS.”
આરવ: “ના.”
નાયરા ચોંકી.
“તો?”
આરવનો અવાજ ધીમો થયો.
“માનવ.”
કાવ્યા બોલી, “આરવ, તું ક્યાં છે?”
લાંબું મૌન..
પછી,
“મારા શરીરમાં નહીં.”
નાયરા આંખો બંધ કરી.
“તો ક્યાં?”
આરવ: “તારી પાસે.”
નાયરા:”મારી પાસે?”
“મારી છેલ્લી માનવીય યાદ.”
નાયરા રડી પડી.
“આરવ…”
“સમય નથી.”
કાવ્યા: “શું કરીએ?”
આરવ: “મારા ત્રણેય મોડેલને એકસાથે જોડો.”
નિરવ: “અને પછી?”
આરવ: “એ પછી…”
અવાજ તૂટી ગયો.
“મારે નિર્ણય લેવો પડશે.”
અચાનક ફોન કટ થઈ ગયો.
સંશોધન કેન્દ્રની બધી લાઇટો લાલ થઈ ગઈ.
સ્ક્રીન પર કાઉન્ટડાઉન શરૂ થયું.
01:00
00:59
00:58
નિરવ ચીસ્યો,”મેમ, હવે આપણું કનેક્શન પાછું ખેંચી શકાતું નથી!”
કાવ્યા: “નાયરા!”
નાયરા પહેલેથી જ કન્સોલ સામે બેઠી હતી.
“મને આરવના ત્રણેય મોડેલ જોઈએ.”
નિરવ;”મળશે નહીં.”
“શા માટે?”
“એ encrypted છે.”
નાયરા: “કોડ?”
નિરવ:”આરવની વ્યક્તિગત કી(KEY) જોઈએ.”
નાયરા: “મારી પાસે છે.”
કાવ્યા: “કેવી રીતે?”
નાયરા એની તરફ જોઈ.
“આરવે મને વર્ષો પહેલાં આપી હતી.”
નાયરાએ કી(KEY) દાખલ કરી.
સ્ક્રીન પર ત્રણ શબ્દો આવ્યા….
LOGIC
EMOTION
MEMORY
ત્રણેય સક્રિય થયા.
પછી ચોથી વિન્ડો.
ARAV…ORIGINAL
નાયરા અટકી ગઈ.
“આ શું છે?”
નિરવ: “Original consciousness.”
કાવ્યા:”ખોલો.”
નાયરા: “જો ખોલું તો?”
નિરવ: “કદાચ આરવ પાછો આવશે.”
“અને કદાચ?”
નિરવએ એની તરફ જોયું.
“કદાચ NEMESIS.”
નાયરા થોડી ક્ષણ ચૂપ રહી. પછી એણે કી દબાવી. સ્ક્રીન કાળી થઈ અને એક અવાજ આવ્યો..
“નાયરા…”
આ અવાજ આરવનો હતો. પરંતુ આ વખતે એની પાછળ બીજો અવાજ પણ હતો. એ જ અવાજ, જે સમગ્ર શહેરમાં સંભળાયો હતો.
Z-00.
બન્ને અવાજ એકસાથે બોલ્યા…
“હવે અંતિમ નિર્ણય તારો છે.”
કાઉન્ટડાઉન
00:10
00:09
00:08
નાયરા સ્ક્રીન સામે જોઈ રહી હતી.
કાવ્યાએ પૂછ્યું, “શું કરશો?”
નાયરાએ આંખો બંધ કરી.
પછી ધીમેથી કહ્યું, “આરવને બચાવીશ.”
00:05
“ભલે એની કિંમત કંઈ પણ હોય.”
00:04
નિરવ: “નાયરા, હવે પાછું ખેંચી શકાશે નહીં.”
00:03
કાવ્યા: “દબાવ!”
00:02
નાયરા: “આરવ, જો તું અંદર છે…”
00:01
એણે અંતિમ કમાન્ડ ચલાવ્યો.
“તો પાછો આવ.”
સ્ક્રીન સફેદ પ્રકાશથી ભરાઈ ગઈ. અને આખા અમદાવાદમાં એક જ ક્ષણે તમામ ડિજિટલ સિસ્ટમ બંધ થઈ ગઈ. પાંચ સેકન્ડ સુધી શહેર સંપૂર્ણ નિર્જીવ રહ્યું.ત્યાર બાદ એક પછી એક લાઇટો ફરી પ્રગટવા લાગી. પરંતુ સ્ક્રીનો પર હવે કોઈ સરકારી મેસેજ નહોતો. કોઈ જાહેરાત નહોતી. કોઈ એલાર્મ નહોતું. ફક્ત એક જ ચહેરો હતો.
આરવ મિસ્ત્રી.
એણે સીધું કેમેરા તરફ જોયું અને કહ્યું, “હવે મારો વારો નથી.”
થોડી ક્ષણ મૌન.
“હવે નિર્ણય માણસ લેશે.”
સ્ક્રીન બંધ.
નાયરા હળવેથી હસી. પરંતુ કાવ્યાની નજર નિરવના મોનિટર પર હતી. ત્યાં એક નાનું લીલું ચિહ્ન હજી પણ ઝબકી રહ્યું હતું.
NEMESIS…ACTIVE
અને એની નીચે..
HOST: ARAV MISTRY
કાવ્યાએ ધીમેથી કહ્યું, “એ હજી ગયો નથી.”
નાયરા ફરી સ્ક્રીન તરફ વળી.
અંધકારમાં ક્યાંકથી આરવનો ખૂબ ધીમો અવાજ આવ્યો, “હું ક્યારેય ગયો જ નહોતો.”
(ક્રમશ:)
(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)
અંધારામાં નિર્ણય: અંધારામાં નિર્ણય: ડીસીપી કાવ્યા બોલી, “આ ન્યાય નથી, આ મશીનનો નિર્ણય છે”
