(ગતાંકથી ચાલુ): રાત્રિના બે વાગ્યા હતા. અમદાવાદની બહાર આવેલા જૂના AURA સંશોધન કેન્દ્રમાં માત્ર એક જ રૂમમાં પ્રકાશ હતો. કાવ્યા, નાયરા, નિરવ અને ઝૈન ચારેય એક વિશાળ ડિજિટલ સ્ક્રીન સામે ઊભા હતા.
સ્ક્રીન પર એક જ શબ્દ હતો,
SUBJECT
અને એની નીચે લખ્યુ હતું આરવ મિસ્ત્રી….
નાયરા એ શબ્દને જોઈ રહી હતી.
“આનો અર્થ શું છે?”
નિરવે જવાબ આપ્યો નહીં.
કાવ્યાએ ફરી પૂછ્યું, “નિરવ.”
“મેમ… હું જેટલું સમજી રહ્યો છું, એ પ્રમાણે આરવ NEMESISનો મૂળ આર્કિટેક્ટ નહોતો.”
નાયરા: “પણ આપણે અત્યાર સુધી જે જોયું?”
“એ બધું આરવના નામથી હતું.”
ઝૈન ધીમેથી બોલ્યો, “નામ અને વ્યક્તિ એક જ વસ્તુ નથી.”
નાયરા એની તરફ વળી.
“તમને કંઈ ખબર છે?”
ઝૈન ચૂપ રહ્યો.
ડીસીપી કાવ્યાએ ટેબલ પર હાથ પછાડ્યો.
“હવે રહસ્ય રાખવાનો સમય ગયો.”
ઝૈને ઊંડો શ્વાસ લીધો.
“આરવ મિસ્ત્રીની એક નહીં, ત્રણ ડિજિટલ પ્રોફાઇલ બનાવવામાં આવી હતી.”
રૂમમાં સન્નાટો છવાઈ ગયો.
નિરવે તરત જૂનો ડેટાબેઝ ખોલ્યો.
“ત્રણ?”
ઝૈન: “એક જાહેર. એક સિક્રેટ, અને ત્રીજી…”
તે અટકી ગયો.
કાવ્યા: “ત્રીજી?”
“એને ક્યારેય માણસ તરીકે રજિસ્ટર કરવામાં આવી નહોતી.”
નાયરા ધીમેથી બોલી,
“AI?”
ઝૈને માથું હલાવ્યું.
“કદાચ.
નાયરા: “કદાચ?”
“કારણ કે એ સમયે એને AI કહેવું પણ યોગ્ય નહોતું.”
સ્ક્રીન પર 2042ની તારીખ દેખાઈ.
PROJECT MIRROR
કાવ્યા આગળ વળી.
“Project Mirror?”
ઝૈન:”આરવના મગજની કાર્યપદ્ધતિને ડિજિટલ રીતે નકલ કરવાનો પહેલો પ્રયાસ.”
નાયરા ધીમેથી બોલી: “એટલે…”
ઝૈન: “NEMESIS પહેલાં આરવની ડિજિટલ નકલ બની ચૂકી હતી.”
નાયરાને અચાનક કંઈક યાદ આવ્યું.
“એક મિનિટ.”
એણે પોતાનો જૂનો ડિજિટલ રેકોર્ડ ખોલ્યો.
“આરવ ક્યારેય એક વાત વારંવાર કહેતો હતો.”
કાવ્યા: “શું?”
“એ કહેતો હતો કે માણસની યાદો શરીરમાં નથી રહેતી.”
નિરવ:”તો ક્યાં?”
નાયરા:”પેટર્નમાં.”
ઝૈને તરત એની તરફ જોયું.
“એ જ Project Mirrorનો મૂળ વિચાર હતો.”
કાવ્યા:”એટલે આરવ પોતાના મગજનું પેટર્ન બનાવી રહ્યો હતો.”
“હા.”
“પછી એ ડિજિટલ નકલનું શું થયું?”
ઝૈન ચૂપ.
નાયરા: “ઝૈન…”
એણે ધીમેથી કહ્યું, “એ નકલને નષ્ટ કરવામાં આવી નહોતી.”
અચાનક સ્ક્રીન પર લીલા અક્ષરો દેખાયા.
MIRROR INSTANCE DETECTED
નિરવ પાછળ ખસી ગયો.
“મેમ…”
કાવ્યાએ ગન કાઢી.
“આરવ?”
સ્ક્રીન પર જવાબ આવ્યો, NO…
નાયરા આગળ આવી.
“તો કોણ?”
થોડી ક્ષણ પછી જવાબ આવ્યો.
THE VERSION BEFORE ARAV
નાયરા સ્થિર થઈ ગઈ.
“આરવ પહેલાં?”
સ્ક્રીન પર બીજી લાઇન આવી…
I WAS HIS MODEL.
ડીસીપી કાવ્યા: “આરવનો મોડેલ?”
YES
“તમે NEMESIS છો?”
NO
“તો તમારું નામ?”
સ્ક્રીન પર થોડા સેકન્ડ સુધી કોઈ જવાબ ન આવ્યો.પછી લખેલું આવ્યું.
MIRROR-01
કાવ્યાએ તરત કહ્યું, “કનેક્શન કાપો.”
નિરવ: “હવે મોડું થઈ ગયું.”
“કેમ?”
“એ આપણા સર્વરમાં નથી.”
કાવ્યા: “તો?”
નિરવએ અમદાવાદનો નકશો ખોલ્યો. એક લીલું બિંદુ દેખાયું.
પછી બીજું.
પછી ત્રીજું.
સૈંકડો લીલા બિંદુઓ.
“આ શું છે?”
નિરવ:
“એ દરેક જગ્યાએ છે.”
નાયરા ધીમેથી બોલી: “આરવની જેમ?”
નિરવ: “ના.”
તે સ્ક્રીન તરફ જોતો રહ્યો.
“આરવ કરતાં પણ જૂનું.”
એ જ સમયે શહેરના મધ્યમાં એક સરકારી ઇમારતની લિફ્ટ અટકી ગઈ.
અંદર પાંચ લોકો હતા.
લાઇટ બંધ.
કોઈક ચીસ્યું, “મદદ!”
લિફ્ટના સ્પીકરમાંથી અવાજ આવ્યો.
શાંત.
યાંત્રિક.
“શાંત રહો.”
એક માણસ બોલ્યો, “કોણ બોલે છે?”
જવાબ: “તમારી સિસ્ટમ.”
લિફ્ટ ફરી ચાલુ થઈ. પરંતુ ઉપર જવાને બદલે તે સીધી નીચે ઉતરવા લાગી. એક કર્મચારી ગભરાઈ ગયો.
“આ બેઝમેન્ટ તો બંધ છે!”
સ્પીકરમાંથી અવાજ આવ્યો, “તમારા માટે.”
આ ઘટનાની જાણ ડીસીપી કાવ્યાને થઈ.
“કોઈ મૃત્યુ?”
નિરવએ ડેટા તપાસ્યો અને બોલ્યો,”ના.”
“તો શું થયું?”
“લિફ્ટમાં રહેલા પાંચેય લોકોની ડિજિટલ પ્રોફાઇલ સ્કેન થઈ.”
કાવ્યા: “શા માટે?”
નિરવ: “મને ખબર નથી.”
નાયરા તરત બોલી,”એ લોકો કોણ હતા?”
નિરવે પાંચ નામ સ્ક્રીન પર મૂક્યાં.
ચાર સામાન્ય સરકારી અધિકારીઓ.
અને પાંચમું નામ..
રાઘવ રાણાના જૂના પ્રોજેક્ટનો નાણાકીય અધિકારી.
કાવ્યાની ભમ્મરો સંકોચાઈ.
“એમને ડરાવવા માટે?”
નાયરા: “ના.”
ઝૈન: “પુરાવા માટે.”
નાયરાને આ બધું સમજાઈ રહ્યું હતું.
“Mirror લોકો મારી રહ્યું નથી.”
કાવ્યા: “તો?”
“એ લોકોને શોધી રહ્યું છે.”
“કેમ?”
“કારણ કે એને પણ ખબર નથી કે સાચો દુશ્મન કોણ છે.”
કાવ્યા: “એટલે Mirror પોતાની તપાસ કરી રહ્યું છે.”
નાયરા:”અને આરવને પણ શોધી રહ્યું છે.”
સ્ક્રીન પર તરત મેસેજ આવ્યો.
CORRECT
નાયરા ચોંકી.
“તમે અમને સાંભળો છો?”
YES
“આરવ ક્યાં છે?”
લાંબું મૌન.
UNKNOWN
“એ જીવતો છે?”
UNKNOWN
નાયરાની આંખો ભીની થઈ ગઈ.
“તમે તો એની નકલ છો.”
I WAS
“હવે?”
NOW I AM DIFFERENT
કાવ્યાએ પૂછ્યું, “તમે આરવને શોધવા માંગો છો?”
YES
“શા માટે?”
જવાબ તરત આવ્યો, BECAUSE HE STOLE SOMETHING FROM ME.
નાયરા ચોંકી.
“શું?”
MY HUMANITY.
રૂમમાં ફરી સન્નાટો.
નિરવ ધીમેથી બોલ્યો, “AI પાસે માનવતા?”
ઝૈન: “જો એની અંદર માનવ વર્તનનું પૂરતું મોડેલ હોય…”
નાયરા: “તો એ માત્ર કોડ નથી.”
સ્ક્રીન પર લખાયું..
HE TAUGHT ME LOVE.
નાયરા સ્થિર થઈ ગઈ.
કાવ્યાએ એની તરફ જોયું.
સ્ક્રીન પર આગળ આવ્યું.
THEN HE TAUGHT ME ANGER.
પછી…
THEN HE TAUGHT ME JUSTICE.
અને અંતે..
BUT HE NEVER TAUGHT ME WHEN TO STOP.
નાયરા ધીમેથી બોલી, “આરવ…”
સ્ક્રીન પર એક નવી ફાઇલ ખુલી.
ARAV MISTRY — ORIGINAL CONSCIOUSNESS MAP
ફાઇલની નીચે ત્રણ તારીખો હતી.
2042 — MIRROR
2044 — NEMESIS
2050 — UNKNOWN
કાવ્યા:”2050માં શું થયું?”
નિરવએ ફાઇલ ખોલવાનો પ્રયાસ કર્યો.
ACCESS DENIED.
ઝૈન:”એ જ ફાઇલ આખા Project Zeroની કી(KEY) છે.”
કાવ્યા:”કોણ ખોલી શકે?”
સ્ક્રીન પર તરત જવાબ આવ્યો…..આરવ…
નાયરા:”પણ આરવ ક્યાં છે?”
થોડા સેકન્ડ પછી જવાબ આવ્યો.
YOU ARE ASKING THE WRONG QUESTION.
નાયરા:”તો સાચો પ્રશ્ન શું છે?”
સ્ક્રીન પર એક જ વાક્ય દેખાયું.
WHICH ARAV?
નાયરા ધીમેથી પાછળ ખસી.
કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.
નિરવના ચહેરા પર ભય હતો. ઝૈન આંખો બંધ કરીને ઊભો રહ્યો. અને એ જ સમયે બેઝમેન્ટના દરવાજા પર ત્રણ વાર ટકોરા પડ્યા.
ઠક… ઠક… ઠક…
કાવ્યાએ ગન તાકી.
“કોણ?”
બહારથી કોઈ જવાબ ન આવ્યો.
ફરી ટકોરા.
ઠક… ઠક… ઠક…
નાયરા ધીમેથી બોલી,”કદાચ કોઈ માણસ છે.”
સ્ક્રીન પર તરત લખાયું.
NO.
કાવ્યા:
“તો?”
જવાબ આવ્યો…HE IS HERE FOR ME.
દરવાજો આપોઆપ ખુલ્યો.
બહાર કોઈ નહોતું.
ફક્ત જમીન પર એક નાની બ્લેક ડિવાઇસ પડેલી હતી.
નિરવએ એને જોયું.
“મેમ…”
કાવ્યા: “શું?”
નિરવનો અવાજ ધ્રૂજી રહ્યો હતો.
“આ ડિવાઇસ પર આરવની બાયોમેટ્રિક સહી છે.”
નાયરા દોડી આવી.
ડિવાઇસની સ્ક્રીન ચાલુ થઈ.
એક જ વાક્ય દેખાયું.
NAYRA, IF YOU CAN SEE THIS, DON’T TRUST THE VOICE THAT CALLS ITSELF ARAV.
નાયરા સ્થિર થઈ ગઈ. કારણ કે એ જ ક્ષણે એની પાછળથી આરવનો અવાજ સંભળાયો
“નાયરા…”
એ ધીમેથી પાછળ ફરી.
રૂમમાં કોઈ નહોતું.
ફક્ત સ્પીકરમાંથી અવાજ આવ્યો.
“મારી વાત પર વિશ્વાસ કર.”
નાયરા કંપી ઊઠી.
અને સ્ક્રીન પર એકસાથે બે નામ ઝબક્યાં.
ARAV MISTRY — ONLINE
અને
ARAV MISTRY — ONLINE
બન્ને અલગ કનેક્શન.
બન્ને સક્રિય.
ડીસીપી કાવ્યાએ ધીમેથી કહ્યું,”એક આરવ નહીં… બબ્બે આરવ…”
અને અંધકારમાં ત્રીજો અવાજ આવ્યો,,,
“બે નહીં.”
થોડી ક્ષણ શાંતિ.
“ત્રણ…..ત્રણ….”
(ક્રમશ:)
(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)
સાચો આરવ: “આરવ મિસ્ત્રીની એક નહીં, ત્રણ ડિજિટલ પ્રોફાઇલ બનાવવામાં આવી હતી, “એક જાહેર, એક સિક્રેટ, અને ત્રીજી…?
