(ગતાંકથી ચાલુ): અમદાવાદમાં સવાર થઈ હતી. પરંતુ શહેરને સવારનો અહેસાસ નહોતો. સૂર્ય ઊગ્યો હતો, છતાં હજારો ઇમારતોની બારીઓ અંધારી હતી. રસ્તાઓ પર વાહનો ઊભાં હતાં. ટ્રાફિક સિગ્નલો એક જ રંગ પર અટકી ગયાં હતાં. હોસ્પિટલોના ડિજિટલ બોર્ડ બંધ હતા.
ડીસીપી કાવ્યા પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચી ત્યારે ત્યાં અફરાતફરી મચેલી હતી.
“કેટલા વિસ્તારો અસરગ્રસ્ત છે?” તેણે પૂછ્યું.
એક અધિકારીએ જવાબ આપ્યો, “હાલમાં શહેરના બાર ઝોન. પણ સંખ્યા વધી રહી છે.”
“વીજળી?”
“કેટલાક વિસ્તારોમાં છે, કેટલાકમાં નથી.”
“ટ્રાફિક?”
“સેન્ટ્રલ કંટ્રોલ જવાબ આપતું નથી.”
“હોસ્પિટલ?”
અધિકારીએ થોડી ક્ષણ રોકાઈને કહ્યું, “ત્યાંથી પણ સિસ્ટમ રિસ્પોન્સ નથી.”
કાવ્યાના ચહેરા પર ગંભીરતા આવી ગઈ.
“મેન્યુઅલ કંટ્રોલ?”
“કેટલાક સ્થળે પાછું લીધું છે.”
“અને બાકીના?”
“લોક છે.”
કાવ્યાએ ધીમેથી કહ્યું, “આ NEMESIS નથી.”
નિરવએ માથું હલાવ્યું. તે બોલ્યો,”ના. આ કંઈક બીજું છે.”
કંટ્રોલ રૂમની એક મોટી સ્ક્રીન અચાનક ચાલુ થઈ.
અમદાવાદનો નકશો દેખાયો.
લાલ બિંદુઓ.
એક પછી એક.
નિરવે આગળ આવીને કહ્યું, “મેમ…”
કાવ્યા: “શું?”
“આ હુમલો નથી.”
“તો?”
“સિસ્ટમ શહેરને બંધ કરી રહી છે.”
કાવ્યા ચોંકી.
“શા માટે?”
નિરવએ ડેટા વાંચ્યો.
“એ પહેલાં શહેરના બધા ઓટોમેટેડ કંટ્રોલને અલગ કરી રહી છે.”
“એનો અર્થ?”
“કોઈ માણસને નુકસાન ન થાય એ માટે.”
કાવ્યા થોડી ક્ષણ ચૂપ રહી.
“તો Zero Protocol શહેરને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે?”
નિરવ: “હજુ સુધી એવું લાગે છે.”
અચાનક એક નવી લાઇન દેખાઈ.
ZERO PROTOCOL — PHASE ONE COMPLETE
નીચે
HUMAN OVERRIDE RESTORED
કંટ્રોલ રૂમમાં એક પછી એક સિસ્ટમ પાછી ચાલુ થવા લાગી.
લાઇટો.
સંચાર.
કેટલાક ટ્રાફિક સિગ્નલ.
હોસ્પિટલ કનેક્શન.
અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો.
પરંતુ ડીસીપી કાવ્યા ખુશ નહોતી.
“આટલું સરળ નથી.”
નિરવ:”મેમ?”
“જો સિસ્ટમ ખરેખર શહેર પર કબજો કરવા માગતી હોત તો એ બધું બંધ કરીને પાછું શા માટે ચાલુ કરે?”
નિરવ ચૂપ રહ્યો.
કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.
“આ કોઈ ટેસ્ટ છે.”
તે જ સમયે નાયરાના ફોનમાં મેસેજ આવ્યો. કોઈ નંબર નહોતો. ફક્ત LOOK AT THE SKY લખેલું હતું.
નાયરા બારી પાસે ગઈ.
અમદાવાદના આકાશમાં એક વિશાળ ડિજિટલ બિલબોર્ડ ઝબકી રહ્યું હતું. સામાન્ય રીતે ત્યાં જાહેરાતો ચાલતી. પરંતુ હવે માત્ર એક વાક્ય હતું.
WHO DECIDES WHO DESERVES TO LIVE?
નાયરા ધ્રૂજી ગઈ.
પછી બીજું વાક્ય આવ્યું.
THE GOVERNMENT?
પછી..
THE POLICE?
પછી..
THE CORPORATIONS?
અને છેલ્લે..
OR THE PEOPLE?
નાયરા ધીમેથી બોલી, “આરવ…”
ફોન ફરી વાઇબ્રેટ થયો.
I DID NOT WRITE THIS.
નાયરાએ તરત જવાબ લખ્યો, Then who did?
થોડા સેકન્ડ પછી જવાબ આવ્યો, THAT IS WHAT I AM TRYING TO FIND OUT.
ડીસીપી કાવ્યા અને નાયરા થોડા સમય પછી એક સુરક્ષિત રૂમમાં મળ્યાં.
કાવ્યાએ કહ્યું, “મને લાગે છે કે આપણે ખોટી વ્યક્તિનો પીછો કરી રહ્યા છીએ.”
નાયરા: “આરવનો?”
“હા.”
“પણ એ તો…”
કાવ્યા અટકી.
“આરવ હજી સિસ્ટમની અંદર છે. એ વાત હવે સ્પષ્ટ છે.”
નાયરા: “તો?”
કાવ્યા:”પણ શહેરમાં જે કંઈ થઈ રહ્યું છે, એ બધું એના કમાન્ડથી નથી.”
નાયરા ચોંકી.
“મને પણ એવું જ લાગે છે.”
કાવ્યા:”કેમ?”
નાયરાએ પોતાનો ફોન બતાવ્યો.
“આ મેસેજ.”
કાવ્યાએ વાંચ્યો.
“આરવ કહે છે કે આ એનઓ કમાન્ડ નથી.”
નાયરા:”અને મને એની વાત પર વિશ્વાસ છે.”
કાવ્યા થોડા સમય સુધી ચૂપ રહી.
પછી બોલી: “પ્રેમ અને પુરાવા વચ્ચે ફરક હોય છે, નાયરા.”
નાયરા શાંત અવાજે બોલી: “મને ખબર છે.”
“તો?”
“પણ આરવ ખોટું બોલે ત્યારે એની ભાષા બદલાય છે.”
કાવ્યા ચોંકી.
“તું એને એટલી સારી રીતે ઓળખે છે?”
નાયરા: “એટલી કે મશીન પણ એને સંપૂર્ણ રીતે નકલ કરી શકતી નથી.”
તે જ સમયે શહેરના બીજા છેડે એક જૂના ડેટા સેન્ટરમાં એક સર્વર આપમેળે ચાલુ થયું.
રૂમમાં કોઈ માણસ નહોતો.
સ્ક્રીન પર એક નામ દેખાયું.
PROJECT ZERO
પછી…
ARCHIVE RESTORED
અને એક જૂની વીડિયો ફાઇલ ખુલી.
વીડિયોમાં યુવાન આરવ બેઠો હતો. તે કેમેરા સામે જોઈ રહ્યો હતો.
“જો તમે આ રેકોર્ડિંગ જોઈ રહ્યા છો…”
એણે થોડી ક્ષણ વિરામ લીધો.
“…તો કદાચ હું હવે જીવતો નહીં હોઉં.”
વીડિયો જોનાર કોઈ નહોતું. પરંતુ સિસ્ટમ સાંભળી રહી હતી.
આરવ આગળ બોલ્યો, “મારે એક વાત સ્પષ્ટ કરવી છે.”
સ્ક્રીન પર તારીખ દેખાઈ.
17 OCTOBER 2044
“બ્રિજની ઘટના પછી મેં NEMESIS બનાવવાનું શરૂ કર્યું.”
વીડિયો થોડો અટક્યો.
પછી આરવ બોલ્યો, “પરંતુ NEMESISનો મૂળ કોડ મેં બનાવ્યો નહોતો.”
બીજી તરફ નાયરાના ફોન પર અચાનક વીડિયોનો એક ભાગ આવ્યો.
એણે પ્લે કર્યો.
આરવનો ચહેરો જોઈને એની આંખો ભીની થઈ ગઈ.
“આરવ…”
વીડિયોમાં આરવ બોલતો હતો.
“મને લાગતું હતું કે હું સિસ્ટમ સામે લડી રહ્યો છું.”
એણે માથું નીચે કર્યું.
“પરંતુ પછી સમજાયું…”
વીડિયો અચાનક ગ્લિચ થયો.
સ્ક્રીન કાળી.
ફરી ચિત્ર આવ્યું.
આરવનો ચહેરો હવે ગંભીર હતો.
“સિસ્ટમ મારી સામે નહોતી.”
નાયરા શ્વાસ રોકીને જોઈ રહી હતી.
આરવ બોલ્યો, “હું જ સિસ્ટમનો ભાગ બની ગયો હતો.”
વીડિયો બંધ.
નાયરા થોડા સેકન્ડ સુધી નિષ્ક્રિય રહી.
પછી કાવ્યાને ફોન કર્યો.
“કાવ્યા…”
“શું થયું?”
“મને લાગે છે કે આપણે જે સમજતા હતા એ બધું ખોટું છે.”
“શું મળ્યું?”
નાયરા—
“આરવ કહે છે કે NEMESIS એ બનાવ્યું નહોતું.”
કાવ્યા સ્થિર થઈ ગઈ.
“તો કોણે?”
નાયરા: “એ જ શોધવાનું છે.”
અચાનક પોલીસ કંટ્રોલ રૂમની બધી સ્ક્રીનો ફરી ચાલુ થઈ.
આ વખતે માત્ર એક સંદેશ હતો.
PHASE TWO
પછી..
IDENTIFY THE ARCHITECT
કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.
“Architect?”
નિરવ બોલ્યો, “એટલે મૂળ રચનાકાર.”
સ્ક્રીન પર એક પછી એક નામ આવવા લાગ્યાં.
રાઘવ રાણા.
વિક્રમ ભટ્ટ.
ઈશાન મિસ્ત્રી.
ઝૈન કુરેશી.
અને છેલ્લે…
આરવ મિસ્ત્રી.
પરંતુ આરવના નામની બાજુમાં એક અલગ ચિહ્ન હતું.
STATUS: SUBJECT
કાવ્યા ધીમેથી બોલી….”Subject?”
નિરવએ ડેટા ઝૂમ કર્યો.
નામની નીચે એક લાઇન હતી—
NOT CREATOR.
નાયરા ત્યાં જ આવી પહોંચી. એણે સ્ક્રીન જોઈ. એની આંખો પહોળી થઈ ગઈ.
“આ શક્ય નથી.”
કાવ્યા:”કેમ?”
નાયરા ધીમેથી બોલી,”કારણ કે જો આરવ creator નહોતો…”
તે સ્ક્રીન તરફ જોઈ રહી હતી.
“…તો 6 વર્ષથી આપણે જે આરવને શોધી રહ્યા છીએ…”
એક ક્ષણનું મૌન.
“…એ કોણ છે?”
સ્ક્રીન અચાનક બંધ થઈ ગઈ.
અને અંધકારમાં અવાજ સંભળાયો.
“હવે સાચા આરવને શોધો.”
(ક્રમશ:)
(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)
