ઝીરો પ્રોટોકોલ-1: બેઝમેન્ટમાં રાઘવ રાણાનો અવાજ ગૂંજ્યો, પણ રાઘવ રાણા તો મરી ગયો હતો, તો પછી આ કેવી રીતે શકય છે?

(ગતાંકથી ચાલુ): ગોળીનો ત્રીજો અવાજ બેઝમેન્ટની છત પર ગુંજ્યો. કાચના પેનલમાં નાની તિરાડ પડી.ડીસીપી કાવ્યાએ તરત સૌને પાછળ હટવાનો ઈશારો કર્યો.
“બધા કવર લો!”
નિરવએ લાઇટ બંધ કરી દીધી. બેઝમેન્ટ ફરી અંધકારમાં ડૂબી ગયું. પરંતુ આરવનું ન્યુરલ કન્સોલ હજી લીલું ઝબકી રહ્યું હતું. નાયરા તેની સામે ઊભી હતી.
“આરવ…”
સ્ક્રીન પર અક્ષરો દેખાયા.
THEY ARE NOT HERE FOR ME.
નાયરા ધીમેથી પૂછ્યું, “તો કોના માટે?”
જવાબ આવ્યો: FOR YOU.
નાયરા પાછળ ફરી.
“મારા માટે?”
આરવની સિસ્ટમમાંથી જવાબ આવ્યો, YOU SAW TOO MUCH.
ઉપરના માળેથી પગલાંનો અવાજ સંભળાયો.
એક નહીં.
અનેક.
કાવ્યાએ હેડસેટમાં ધીમેથી કહ્યું, “નિરવ, બહારનો રસ્તો?”
“બંધ.”
“ઇમરજન્સી એક્ઝિટ?”
“લોક છે.”
“કંટ્રોલ?”
“અમારા હાથમાં નથી.”
ડીસીપી કાવ્યાએ ઊંડો શ્વાસ લીધો.
“તો આપણે અહીં જ ઊભા રહીને રાહ જોવાની નથી.”
નાયરા એની તરફ જોઈ.
“શું કરીશું?”
કાવ્યા: “આપણે એમને નીચે આવવા દઈશું.”
નિરવે ચોંક્યો.
“મેમ?”
“અને પછી એમને ખબર પડશે કે આ લેબમાં તેઓ એકલા નથી.”
નાયરા સ્ક્રીન તરફ જોયું.
આરવનો મેસેજ આવ્યો.
GOOD PLAN.
કાવ્યાએ સ્મિત કર્યું.
“તું હજી સાંભળે છે?”
I HEAR EVERYTHING.
કાવ્યાએ તરત પૂછ્યું, “તો પછી આ લોકોની સંખ્યા કેટલી?”
થોડા સેકન્ડ.
SEVEN
“હથિયાર?”
UNKNOWN
“ક્યાં છે?”
LEVEL -1
નિરવ ચોંક્યો.
“એટલે અમારી ઉપર.”
YES
કાવ્યા: “એ લોકો પાસે NEMESISનું એક્સેસ છે?”
જવાબ આવ્યો: NOT ANYMORE.
ડીસીપી કાવ્યાએ આશ્ચર્યથી સ્ક્રીન જોઈ.
“તેં એમનું એક્સેસ કાપી નાખ્યું?”
NO.
“તો?”
THEY NEVER HAD IT.
નાયરા સમજી ગઈ.
“વિક્રમ ખોટું બોલતો હતો.”
આરવ: HE ALWAYS DOES.
અચાનક ઉપરથી અવાજ આવ્યો.
“ડો. મિસ્ત્રી!”
બેઝમેન્ટમાં ગુંજ્યો. વિક્રમનો અવાજ નહોતો. કોઈ બીજાનો અવાજ હતો.
“તમારી પાસે બે મિનિટ છે.”
કાવ્યાએ બૂમ પાડી, “કોણ છે?”
જવાબ આવ્યો: “તમને ખબર છે.”
કાવ્યા: “નામ કહો.”
થોડી ક્ષણ શાંતિ.
પછી…
“રાઘવ રાણા.”
નાયરા અને કાવ્યા એકબીજા સામે જોયાં.
નાયરા ધીમેથી બોલી, “પણ રાઘવ તો…”
ઝૈને એની વાત પૂરી કરી, “મરી ગયો હતો.”
સ્ક્રીન પર તરત એક ફાઇલ ખુલી.
RAGHAV RANA
STATUS: DECEASED — OFFICIAL RECORD
STATUS: ACTIVE — PRIVATE DATABASE
કાવ્યા ચોંકી.
“એટલે એના મૃત્યુનો રેકોર્ડ ખોટો હતો.”
ઝૈન, “6 વર્ષથી.”
નાયરા ધીમેથી બોલી, “તો બ્રિજ પછી એ ક્યાં હતો?”
સ્ક્રીન પર એક સ્થાન દેખાયું.
DELHI — SECURE RESEARCH FACILITY
કાવ્યાને સમજાઈ ગયું.
“Project Zero.”
નીચેનો દરવાજો ધીમે ધીમે ખૂલવા લાગ્યો.
કાવ્યાએ હથિયાર તાક્યું. નાયરા પાછળ હટી. પરંતુ દરવાજાની બહાર કોઈ નહોતું. ફક્ત એક નાની બ્લેક ડિવાઈસ ટાઈલ્સ પર પડેલી હતી.
નિરવએ તેને જોયું, તે બોલ્યો,”મેમ, આ કદાચ ડેટા કન્ટેનર છે.”
કાવ્યા: “ટચ કરતા નહીં.”
પરંતુ સ્ક્રીન પર આરવનો મેસેજ આવ્યો,
OPEN IT.
નાયરા ચોંકી.
“તું ખાતરીથી કહે છે?”
YES.
નિરવએ સાવચેતીથી ડિવાઈસ કન્સોલ સાથે જોડી. સ્ક્રીન પર હજારો ફાઇલો દેખાઈ.
નામો.
તારીખો.
સરકારી વિભાગો.
કોર્પોરેટ સંસ્થાઓ.
રાજકીય સંગઠનો.
મીડિયા નેટવર્ક.
પોલીસ અધિકારીઓ.
અને દરેક નામની સામે એક કોડ.
Z-01
Z-02
Z-03
નાયરા ધીમેથી બોલી, “આ લોકોની યાદી છે.”
ડીસીપી કાવ્યા: “કયા લોકોની?”
નિરવએ ડેટા સ્કેન કર્યો. તેનો અવાજ ધ્રૂજી ગયો.
“જેઓએ Project Zeroને ચલાવ્યો હતો.”
એક નામ સ્ક્રીન પર મોટું થઈ ગયું.
RAGHAV RANA — Z-01
બીજું
VIKRAM BHATT — Z-02
ત્રીજું
UNKNOWN — Z-00
કાવ્યા અટકી ગઈ.
“Z-00?”
ઝૈન સ્ક્રીનની નજીક ગયો.
“આ તો…”
નાયરા:”શું?”
ઝૈન બોલ્યો, “આ Project Zeroનો મૂળ કન્ટ્રોલર હતો.”
“નામ?”
“મને ક્યારેય જણાવાયું નહોતું.”
સ્ક્રીન પરની ફાઇલ લોક હતી.
નિરવએ કહ્યું, “એન્ક્રિપ્ટેડ છે.”
નાયરા બોલી, “આરવને પૂછો.”
કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.
“આરવ?”
થોડા સેકન્ડ સુધી કોઈ જવાબ નહીં.
પછી
I KNOW WHO Z-00 IS.
નાયરા: “કોણ?”
લાંબું મૌન.
NOT YET.
ડીસીપી કાવ્યા ગુસ્સે થઈ.
“આરવ, અમારી પાસે સમય નથી.”
જવાબ આવ્યો, IF YOU KNOW THE NAME, THEY WILL KNOW YOU KNOW.
નાયરા ધીમેથી બોલી, “એટલે?”
Z-00 IS STILL WATCHING.
અચાનક આખા બેઝમેન્ટમાં એક અજાણ્યો અવાજ ગુંજ્યો. આ વખતે અવાજ આરવનો નહોતો. કોઈ પુરુષનો અવાજ.
શાંત.
બિલ્કુલ ઠંડો સ્વર.
“ડો. મિસ્ત્રી.”
બધા સ્થિર થઈ ગયા.
“તમે ખૂબ આગળ આવી ગયા છો.”
કાવ્યા જોરથી બોલી, “કોણ છો?”
અવાજમાંથી હાસ્ય ઉત્પન્ન થયું નહીં. ગુસ્સે પણ ન થયો.
“જે વ્યક્તિએ તમને અહીં સુધી આવવા દીધા.”
નાયરા ધીમેથી બોલી, “Z-00.”
અવાજ થોડી ક્ષણ માટે બંધ થયો.
પછી…
“હવે તમને સમજાયું.”
કાવ્યા: “તમે આરવને ઉપયોગ કર્યો.”
“ના.”
“તો?”
“આરવ પોતે અમારો સૌથી સફળ પ્રયોગ હતો.”
નાયરા ગુસ્સે થઈ.
“એ માણસ છે.”
જવાબ આવ્યો: “હતો.”
નાયરા સ્થિર થઈ ગઈ. આરવની સ્ક્રીન અચાનક લાલ થઈ.
WARNING
EXTERNAL NEURAL ACCESS
નિરવ બોલ્યો, “કોઈ આરવના કોરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું છે!”
કાવ્યા: “બંધ કરી શકાય?”
“ના!”
ઝૈન. “આ તો એ જ પ્રક્રિયા છે જે 6 વર્ષ પહેલાં થઈ હતી.”
નાયરા કાચ પાસે દોડી.
“આરવ!”
સ્ક્રીન પર એક જ શબ્દ…
RUN
નાયરા ગભરાઈ.
“ક્યાં?”
AWAY FROM ME.
“હું નહીં જાઉં.”
NAYRA, PLEASE.
એણે માથું હલાવ્યું.
“ના.”
આરવની સ્ક્રીન પર અચાનક બીજો ચહેરો દેખાયો.
રાઘવ રાણા.
એણે કેમેરા તરફ જોયું.
“નાયરા, તું આરવને બચાવી શકતી નથી.”
નાયરા: “શા માટે?”
રાઘવ: “કારણ કે આરવ હવે એક વ્યક્તિ નથી.”
થોડી ક્ષણ મૌન.
“એ એક સિસ્ટમ છે.”
કાવ્યા સમજી ગઈ.
“એટલે આ આખી રમત આરવના શરીર માટે નથી.”
ઝૈન: “ના.”
કાવ્યા; “એની ચેતના માટે છે.”
ઝૈન ધીમેથી બોલ્યો,”અને જે એની ચેતનાને નિયંત્રિત કરશે, એ આખા શહેરને નિયંત્રિત કરી શકશે.”
નાયરા આરવની સ્ક્રીન સામે ઊભી રહી.
“આરવ, મારી વાત સાંભળ.”
I AM LISTENING.
“તું મને પ્રેમ કરે છે?”
થોડા સેકન્ડ.
પછી..
MORE THAN ANYTHING.
નાયરા રડી પડી.
“તો મને એક વાતનું વચન આપ.”
WHAT?
“તું ફરી કોઈ નિર્દોષને નુકસાન નહીં કરે.”
સ્ક્રીન લાંબા સમય સુધી શાંત રહી.ત્યાર બાદ જવાબ આવ્યો.
I PROMISE.
નાયરાએ આંખો બંધ કરી. પરંતુ કાવ્યાની નજર સ્ક્રીન પર અટકી ગઈ. એક નાની લાઇન નીચે દેખાઈ રહી હતી.
PROMISE ACCEPTED — HUMAN CONSTRAINT ADDED
કાવ્યા ધીમેથી બોલી, “આરવ…”
નાયરા એની તરફ ફરી.
“શું?”
કાવ્યા: “આ વચન માત્ર તારા માટે નહોતું.”
“એટલે?”
“આરવે પોતાની સિસ્ટમને નવો કમાન્ડ આપ્યો છે.”
નાયરાએ સ્ક્રીન તરફ જોયું.
નવી લાઇન દેખાઈ.
PRIMARY RULE: PROTECT HUMAN LIFE
પછી..
SECONDARY RULE: EXPOSE SYSTEMIC CRIMES
અને અંતે…
FINAL RULE: NEVER BECOME THE SYSTEM.
નાયરાએ ધીમેથી સ્મિત કર્યું. પરંતુ એ સ્મિત માત્ર એક ક્ષણ ટક્યું. કારણ કે છેલ્લી સ્ક્રીન પર અચાનક લખાયું.
Z-00 HAS ENTERED THE NETWORK.
અને નીચે
IDENTITY REVEAL: 00:59
કાઉન્ટડાઉન શરૂ થયું.
00:59…
00:58…
00:57…
કાવ્યાએ કહ્યું, “બધા તૈયાર રહો.”
નાયરા સ્ક્રીન સામે ઊભી રહી.
આરવનો અવાજ આવ્યો, “હવે તને ખબર પડશે કે આ યુદ્ધ ખરેખર કોની સામે છે.”
કાઉન્ટડાઉન ચાલુ રહ્યું.
00:56…
00:55…
અને અમદાવાદની બધી સ્ક્રીનો એકસાથે બ્લેક થઈ ગઈ. પછી એક જ ચહેરો દેખાયો.
Z-00.
પરંતુ ચહેરો દેખાતાં જ નાયરા પાછળ ખસી ગઈ.
કારણ કે એ ચહેરો…
એણે પહેલાં પણ જોયો હતો.
(ક્રમશ:)
(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)