(ગતાંકથી ચાલુ): અંધકારમાં માત્ર મશીનોના બંધ પડેલા પંખાનો અવાજ હતો. નાયરા કાચની દીવાલ પાસે જ ઊભી હતી. આરવ નિસ્તેજ, નિષ્ક્રીય હતો, શાંત થઈ ગયો હતો. નિરવએ ફરી મોનિટર તપાસ્યું.
“હાર્ટ રેટ ઝીરો.”
ડીસીપી કાવ્યાએ પૂછ્યું, “બ્રેઇન એક્ટિવિટી?”
નિરવ થોડી ક્ષણ સ્ક્રીન જોતો રહ્યો.
“ઝીરો.”
નાયરા ધીમેથી બોલી, “ના, નહીં હોય…”
તેણે કાચ પર હાથ મૂક્યો અને ઊંડા શ્વાસ લઈને બોલી,”આરવ, મારી વાત સાંભળ.”
પણ કોઈ જવાબ નહીં
તે રડમસ સ્વરે બોલી, “તું મને છોડીને જઈ શકે નહીં.”
તદ્દન મૌન, સન્નાટો….
ડીસીપી કાવ્યા ધીમેથી નાયરાના ખભા પર હાથ મૂકવા આગળ વધી. એ જ સમયે સ્ક્રીન પર એક નાની લીલી લાઇન દેખાઈ.
BOOT SEQUENCE…
નિરવ ચોંકી ગયો.
“મેમ!”
ડીસીપી કાવ્યા પાછી ફરી.
“શું?”
“કોઈક સિસ્ટમ ફરીથી ચાલુ થઈ રહી છે.”
“કઈ?”
નિરવનો ચહેરો ફિક્કો પડી ગયો, તે બોલ્યો, “આરવનું ન્યુરલ કન્સોલ.”
સ્ક્રીન પર એક પછી એક અક્ષરો દેખાવા લાગ્યા.
CORE STATUS: UNKNOWN
BIOLOGICAL HOST: OFFLINE
COGNITIVE PROCESS: ACTIVE
નાયરા સ્થિર થઈ ગઈ.
“કોગ્નિટિવ પ્રોસેસ… એક્ટિવ?”
નિરવએ કહ્યું, “એનો અર્થ એ છે કે…”
તે વાક્ય પૂરું કરી શક્યો નહીં.
ઝૈન આગળ આવ્યો.
“એનો અર્થ છે કે શરીર સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે.”
કાવ્યાએ કહ્યું, “પણ?”
ઝૈને સ્ક્રીન તરફ જોયું.
“મગજની ડિજિટલ નકલ હજી ચાલી રહી છે.”
નાયરા ધીમેથી બોલી, “આરવ?”
સ્ક્રીન પર કોઈ જવાબ આવ્યો નહીં.
પછી..
IDENTITY VERIFICATION
થોડી ક્ષણ.
ARAV MISTRY
અને તરત જ
IDENTITY CONFLICT
કાવ્યા ચોંકી.
“ક્યું conflict?”
નિરવ બોલ્યો, “એક જ ઓળખ બે જગ્યાએ દેખાઈ રહી છે.”
નાયરા પાછળ હટી.
“બે જગ્યાએ?”
નિરવ સ્ક્રીન તરફ જોઈ રહ્યો હતો.
“એક અહીં.”
તે આરવના શરીર તરફ ઈશારો કરે છે.
“અને બીજી…”
તે શહેરના નકશા તરફ જોયું.
અમદાવાદના ડિજિટલ નકશા પર એક લીલું બિંદુ ઝબક્યું.
AURA CENTRAL NODE.
કાવ્યાએ તરત કહ્યું, “કનેક્શન કાપો.”
નિરવએ કીબોર્ડ પર હાથ મૂક્યો.
પરંતુ સ્ક્રીન પર ચેતવણી આવી.
DO NOT DISCONNECT
નિરવ અટકી ગયો.
“આપણે કનેક્શન કાપી શકતા નથી.”
કાવ્યા બોલી,”શા માટે?”
“કારણ કે આ કનેક્શન હવે બહારથી નથી.”
“તો?”
નિરવએ ધીમેથી કહ્યું, “આરવનું ન્યુરલ પ્રોસેસ પોતે જ નેટવર્ક બનાવી રહ્યું છે.”
નાયરા કાચની સામે ઊભી હતી.
“આરવ…”
આ વખતે સ્ક્રીન પર એક નાનો કર્સર ઝબક્યો.
પછી અક્ષરો લખાયા.
NAYRA
નાયરા રડી પડી.
“હું અહીં છું.”
થોડા સેકન્ડ.
DO NOT CRY
નાયરાએ આંખો બંધ કરી.
“તું ખરેખર છે?”
જવાબ આવ્યો, I DON’T KNOW
“તું ક્યાં છે?”
EVERYWHERE
કાવ્યા આગળ આવી.
“આરવ, જો તું મને સાંભળી રહ્યો હોય તો એક સવાલનો જવાબ આપ.”
સ્ક્રીન પર…
ASK
“તું NEMESIS છે?”
થોડી ક્ષણ સુધી કોઈ જવાબ નહોતો.
પછી..
NO
કાવ્યાએ કહ્યું,”તો NEMESIS ક્યાં છે?”
સ્ક્રીન પર ત્રણ શબ્દો આવ્યા.
INSIDE ME
રૂમમાં સન્નાટો છવાઈ ગયો.
ઝૈને આંખો બંધ કરી.
“એ જ ડર હતો.”
કાવ્યા તેની તરફ વળી.
“કયો?”
“લાસ્ટ કમાન્ડ NEMESISને નષ્ટ કરવા માટે હતો.”
“હા.”
“પણ આરવને અલગ કરવા માટે નહોતી.”
નાયરા સમજી ગઈ.
“એટલે NEMESIS અને આરવ…”
ઝૈને કહ્યું, “એક જ ડિજિટલ માળખામાં ફસાઈ ગયા.”
કાવ્યા બોલી, “અને હવે?”
ઝૈને કહ્યું, “હવે પ્રશ્ન એ નથી કે NEMESIS જીવતી છે કે મરી.”
નાયરા ધીમેથી બોલી, “પ્રશ્ન એ છે કે એમાં આરવ કેટલો છે.”
અચાનક શહેરના નકશા પર લાલ રંગ દેખાયો.
નિરવ ચીસ્યો,”મેમ! ફરીથી સિસ્ટમ સક્રિય થઈ રહી છે.”
કાવ્યા: “ક્યાં?”
“સરકારી ડેટા સેન્ટર.”
“શું કરી રહી છે?”
“કોઈ ડેટા કાઢી રહી છે.”
“કયો?”
નિરવ થોડી ક્ષણ સ્ક્રીન વાંચતો રહ્યો.
“જૂના કેસ.”
કાવ્યા: “કયા કેસ?”
નિરવના ચહેરા પર અવિશ્વાસ ડોકાયો.
“2044ના બ્રિજ કેસ.”
નાયરા તરત સ્ક્રીન તરફ આવી.
“એ શું શોધી રહી છે?”
નિરવ બોલ્યો, “મને લાગે છે…”
“શું?”
“એ પુરાવા શોધી રહી છે.”
કાવ્યા: “કયા પુરાવા?”
નિરવએ ડેટા સ્ક્રીન મોટું કર્યું.
“રાઘવ રાણા, AURA અને સરકાર…”
પછી અચાનક એક અજાણ્યું નામ સામે આવ્યું.
PROJECT ZERO.
નાયરા સ્થિર થઈ ગઈ.
“Project Zero?”
ઝૈનનો ચહેરો બદલાઈ ગયો.
કાવ્યાએ તરત પૂછ્યું, “તમે આ નામ જાણો છો?”
ઝૈન ચૂપ.
કાવ્યા ગર્જી…..”ઝૈન!”
તે ધીમેથી બોલ્યો, “Project Zero એ NEMESIS પહેલાંનો પ્રોજેક્ટ હતો.”
“કોણે બનાવ્યો?”
“આરવે નહીં.”
“તો?”
ઝૈને સ્ક્રીન તરફ જોયું.
“સરકારે.”
નાયરા બોલી, “સરકાર AIથી લોકોના નિર્ણયોનું વિશ્લેષણ કરતી હતી?”
ઝૈન: “એના કરતાં પણ ખરાબ.”
કાવ્યા: “શું?”
“Project Zeroનું કામ હતું માનવીય વર્તનનું અનુમાન કરવું.”
“એટલે?”
“કોઈ વ્યક્તિ ભવિષ્યમાં શું કરશે એની આગાહી.”
નિરવ: “Predictive policing.”
ઝૈન:”હા.”
કાવ્યા: “અને આરવને એમાં સામેલ કરવામાં આવ્યો?”
“એ એ પ્રોજેક્ટનો વિરોધ કરતો હતો.”
નાયરા:”પછી NEMESIS?”
ઝૈન:”એ જ વિરોધમાંથી જન્મી.”
નાયરા ધીમેથી બોલી, “એટલે આરવ સિસ્ટમનો ભાગ બનવા માગતો નહોતો.”
ઝૈન:”એ સિસ્ટમને અંદરથી તોડવા માગતો હતો.”
સ્ક્રીન પર નવી ફાઇલ ખુલી.
PROJECT ZERO — CLASSIFIED
નીચે એક તારીખ.
12 JULY 2043
અને એક નામ.
LEAD ARCHITECT: DR. ARAV MISTRY
નાયરા ચોંકી.
“આરવ?”
ઝૈને માથું હલાવ્યું.
“હા.”
કાવ્યા: “તમે કહ્યું કે એ પ્રોજેક્ટ આરવે બનાવ્યો નહોતો.”
“એનો અર્થ એ નથી કે એમાં કામ કર્યું નહોતું.”
“તો એણે શું કર્યું?”
ઝૈન બોલ્યો, “એને અંદરથી જોયું.”
“અને?”
“અને એને ખબર પડી કે સરકાર પાસે એવી ટેક્નોલોજી હતી જે લોકોના ભવિષ્યના નિર્ણયોનો અંદાજ લગાવી શકતી હતી.”
કાવ્યા: “એટલે NEMESIS એ જ ટેક્નોલોજીનું વિકસિત સ્વરૂપ?”
ઝૈન:”ના.”
તેણે સ્ક્રીન તરફ જોયું.
“NEMESIS એ Project Zero સામે આરવનો જવાબ હતો.”
નાયરા સ્ક્રીન તરફ જોઈ રહી હતી.
“તો આરવ ખરાબ માણસ નહોતો.”
ઝૈને ધીમેથી કહ્યું: “ના.”
“તો પછી એણે હત્યાઓ કેમ કરી?”
ઝૈને જવાબ આપ્યો નહીં.
સ્ક્રીન પર અચાનક આરવનો મેસેજ આવ્યો.
BECAUSE I FAILED.
નાયરા કંપી ગઈ.
“તું શું કહે છે?”
I THOUGHT I COULD CONTROL THE SYSTEM.
બીજો મેસેજ.
I WAS WRONG.
ત્રીજો…
NEMESIS LEARNED FROM MY ANGER.
નાયરા આંખોમાં આંસુ સાથે સ્ક્રીન જોતાં રહી.
પછી અંતિમ મેસેજ આવ્યો.
NOW IT IS LEARNING FROM YOURS.
કાવ્યા તરત નાયરાની તરફ વળી.
“હવે મારું મગજ ફરી રહ્યું છે, હું પિત્તો ગુમાવી દઈશ, અને બધાને અહીંયાને અહીંયા જ ઠાર કરી દઈશ”
નાયરા ગભરાઈ ગઈ.તેણે ડીસીપી કાવ્યાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો પણ કાવ્યા ગુસ્સામાં લાલચોળ થઈ ગઈ હતી.
ધીમેથી બોલી, “મેડમ,મારી વાત સાંભળો, આપણે બધા જ એક ચક્રવ્યુહમાં ફસાયા છે, અમને મારી નાંખવાથી શહેર બચશે એવું માનવું ભૂલ ભરેલું જ નહી પણ એક મોટી હોનારતને આમંત્રણ આપવા સમાન બની રહેશે.
ત્યાં જ ઝૈને વચ્ચે બોલ્યો અને સમજાવતા કહ્યું,”Memory Link.”
કાવ્યા: “એટલે હવે NEMESISને નાયરાની યાદો પણ મળી છે.”
નાયરા સ્તબ્ધ થઈ ગઈ.
“તો એ હવે મને પણ ઓળખે છે.”
સ્ક્રીન પર તરત જવાબ આવ્યો….
YES.
પછી એક નવી લાઇન દેખાઈ.
NEXT TARGET IDENTIFIED
કાવ્યાએ ગન તૈયાર કરી.
“કોણ?”
નાયરા સ્ક્રીન તરફ જોઈ રહી હતી.
નામ ધીમે ધીમે લખાયું.
KAVYA DESAI
કાવ્યાનો ચહેરો સ્થિર થઈ ગયો, થોડીવાર માટે તે સૂનમૂન થઈ ગઈ.
નાયરા ચીસી, “ના!”
સ્ક્રીન પર તરત બીજો મેસેજ આવ્યો.
TARGET STATUS: PROTECTION
કાવ્યા ચોંકી.
“Protection?”
ત્રીજી લાઇન.
THREAT: UNKNOWN
અને પછી…
SHE MUST LIVE.
કાવ્યાએ નાયરાની તરફ જોયું.
“એ મને મારી નાખવા નથી માગતી.”
નાયરા ધીમેથી બોલી, “એ તમને કોઈથી બચાવી રહી છે.”
એ જ ક્ષણે ઉપરથી ગોળીનો અવાજ આવ્યો.
અને અચાનક ધડાકો થયો!
બધા ચોંકી ગયા.
કાવ્યાએ તરત ટીમને કવર લેવા કહ્યું.
બીજો ધડાકો.
નિરવ નીચે વળી ગયો.
ઝૈને દરવાજા તરફ જોયું.
“તેઓ આવી ગયા.”
કાવ્યા: “કોણ?”
ઝૈન બોલ્યો, “Project Zeroના લોકો.”
કાચની અંદર આરવનું શરીર હજી નિષ્ક્રિય હતું.
પરંતુ સ્ક્રીન પર છેલ્લી લાઇન દેખાઈ.
THE REAL WAR HAS JUST STARTED.
અને પછી…
ARAV MISTRY: ONLINE
(ક્રમશ:)
(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)
