અમદાવાદ જળબંબાકારઃ 18 ઈંચથી વધુ વરસાદ, અમદાવાદીઓ પરેશાન, માર્ગો ધોવાયા, ટીમો દોડી

અતિભારે વરસાદ થતા અમદાવાદ જળમગ્ન છે અને જનજીવન થંભી ગયું છે. 18 ઈંચ જેટલા વરસાદથી શહેર પાણી-પાણી થઈ ગયું છે. સોસાયટીઓ- રસ્તાઓ જળબંબાકાર છે. લોકોના ઘરો-દુકાનોમાં પાણી ઘુસી ગયા છે. શાળા કોલેજોમાં રજા પડી ગઈ છે. દૂધ-શાકભાજી વગેરે માટે લોકો દોડાદોડી કરી રહ્યા છે.

અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે જનજીવન પણ વ્યાપક રીતે પ્રભાવિત બન્યું છે.

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 18 ઈંચથી વધુ વરસાદ, ઉત્તર-પશ્ચિમમાં સાડા 14 ઈંચ અને પશ્ચિમ-મધ્ય ઝોનમાં સાડા 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદ બાદ એએમસીની પ્રિ-મોન્સુનની કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. 24 કલાક બાદ પણ પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન થતાં શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહૃાા છે. ગોતા, શીલજ, સિધુભવન, હેલ્મેટ ચાર રસ્તા, બોપલ અને ઘુમા જેવા મુખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

નવાઈની વાત એ છે કે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ પ્રજા હાલાકી વેઠી રહી છે, પ્રિ-મોન્સુન પ્લાનિંગ માત્ર કાગળ પર સાબિત થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહૃાો છે. અતિભારે વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે. બંગલોમાં પાણી ઘૂસી ગયા છે. શહેરમાં અનેક સોસાયટીઓ ડૂબી છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહૃાું છે. ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિમાં વાહન ચાલકો ફસાયા છે. અમદાવાદના પૂર્વ ઝોનમાં સાડા છ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અનેક મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક રહિશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહૃાો છે. ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને જાહેર વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં મહાનગરપાલિકાની ટીમો પાણીના નિકાલ માટે સતત કામગીરી કરી રહી છે.

ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ૯ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડ્યો છે અને સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સાડા ૧૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૮ ઈંચથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. ભારે વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થવાની તેમજ પાણી ભરાવાની અનેક ઘટનાઓ સામે આવી છે. મહાનગરપાલિકા અને રાહત ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી કાર્યવાહી કરી રહી છે.