કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થિનીની હત્યા, લૂંટનો પ્રતિકાર કરવા બદલ ચાકૂ મારી રહેંસી નંખાઈ, આરોપીની ધરપકડ

નોકરી અને અભ્યાસ માટે વિદેશ જતા ભારતીયો પર હુમલા અને હત્યાના બનાવો વધુને વધુ સામાન્ય બની રહ્યા છે. લૂંટના ઇરાદાથી કેનેડામાં વધુ એક ભારતીય યુવતીની હત્યા કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી વિધિ કલ્પેશકુમાર મેઘા નામની યુવતી ચાર વર્ષ પહેલાં નાયગ્રા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે કેનેડા ગઈ હતી.

બોરસદની યુવતીની હત્યા
નાયગ્રા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે, તે વર્ક પરમિટ માટે પણ તૈયારી કરી રહી હતી. 15 મેના રોજ, 22 વર્ષીય વિધિ તેના ઘરેથી નીકળી રહી હતી ત્યારે એક વ્યક્તિએ લૂંટ કરવાના ઇરાદે તેના પર તીક્ષ્ણ છરીથી હુમલો કર્યો. જાહેર સ્થળે બનેલી આ ઘટનાએ લોકોને ચોંકાવી દીધા.

આરોપી ધરપકડ
સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક યુવતીને હોસ્પિટલમાં ખસેડી, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરી. ઘટનાની જાણ થતાં કેનેડિયન પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વિદેશમાં રહેતા ભારતીયો પર હુમલા દિવસેને દિવસે વધી રહ્યા છે.