અમેરિકાએ ઈરાનનો શાંતિ પ્રસ્તાવ ફરીથી ફગાવી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે ઈરાન સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે, પરંતુ કોઈ નિષ્કર્ષ નીકળ્યો નથી. બીજી તરફ ઈરાન કહે છે કે પહેલા હોર્મુઝ સ્ટ્રેટ ખોલીએ, પછી વાતચીત થઈ શકે અને ધમકીઓ અપાતી હોય તેવા માહોલમાં વાતચીત સંભવ નથી. આ કારણે ફરીથી તંગદિલી વધી રહી છે અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ છે.
અહેવાલો મુજબ ઈરાને ફરીથી અમેરિકાને શાંતિ મંત્રણાનો નવો પ્રસ્તાવ મોકલ્યો છે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ પ્રસ્તાવ ગમ્યો નહીં અને તેમણે તેને નકારી કાઢ્યો. એએનઆઈ અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું કે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં વધતા તણાવને કારણે, અમેરિકા પાસે ઈરાન પ્રત્યેના તેના અભિગમમાં મુશ્કેલ પસંદગીનો સામનો કરવો પડી રહૃાો છેઃ કાં તો વાતચીત દ્વારા મામલો ઉકેલવો અથવા લશ્કરી સ્તરે તણાવ વધારવો.
સેન્ટકોમ કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપર દ્વારા બ્રીફિગ વિશે પૂછવામાં આવતા, ટ્રમ્પે પત્રકારોને કહૃાું, વિકલ્પો છે. શું આપણે જઈને તેમને ખરાબ રીતે નાશ કરવા માંગીએ છીએ. તેમને કાયમ માટે નષ્ટ કરવા માંગીએ છીએ? અથવા આપણે કોઈ સોદો કરવાનો પ્રયાસ કરવા માંગીએ છીએ. તે વિકલ્પો છે. માનવીય રીતે કહીએ તો, હું તે કરવા માંગતો નથી, ટ્રમ્પે કહૃાું. પરંતુ તે વિકલ્પ છે શું આપણે મોટી સંખ્યામાં ત્યાં જઈને તેમને ઉડાવી દેવા માંગીએ છીએ, અથવા આપણે કંઈક કરવા માંગીએ છીએ? તેમણે એએનઆઈના પાકિસ્તાન દ્વારા ઈરાન સાથે વેપાર માટે જમીન પરિવહન માર્ગો ખોલવા અંગેના પ્રશ્નોના જવાબમાં કહૃાું કે તેઓ વિકાસથી વાકેફ છે અને ઇસ્લામાબાદમાં નેતૃત્વ માટે સમર્થન વ્યક્ત કરે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે તેઓ ઈરાનને કોઈપણ કિમતે પરમાણુ શસ્ત્રોે મેળવવા દેશે નહીં, કારણ કે તે વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર ખતરો છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું છે કે અમેરિકા પરમાણુ શસ્ત્રો પાગલોના હાથમાં જવા દેવા માંગતુ નથી. આ જ કારણ છે કે તેમણે ઈરાન સાથે યુદ્ધ લડ્યું.
ફલોરિડામાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાએ મધ્ય પૂર્વને પરમાણુ ખતરાથી બચાવ્યું છે. તેમણે કહૃાું, જો આપણે યુદ્ધ ન કર્યું હોત, તો તેમની પાસે પરમાણુ શસ્ત્રો હોત, અને ઇઝરાયલ, મધ્ય પૂર્વ અને યુરોપનો નાશ થયો હોત. ટ્રમ્પે એમ પણ કહૃાું હતું કે તેમણે યુદ્ધ અટકાવવા માટે ઈરાનની ઓફરને ફરીથી ફગાવી દીધી હતી.
અગાઉ, ઈરાને 26 અને 27 એપ્રિલે પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને તેમણે નકારી કાઢ્યો હતો. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ નાખુશ છે કે ઈરાને તેના નવા પ્રસ્તાવમાં પરમાણુ મુદ્દાનો ઉલ્લેખ કર્યો નથી. ઈરાન કહે છે કે હોર્મુઝ સ્ટ્રેટ તાત્કાલિક ખોલવો જોઈએ, અને વાતચીતમાં પરમાણુ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. ટ્રમ્પ ઇચ્છે છે કે બંને બાબતો એક સાથે થાય. ટ્રમ્પે કહૃાું છે કે ઈરાને વાતચીતમાં આવતા પહેલા તેનું સમૃદ્ધ યુરેનિયમ સોંપવું જોઈએ.
તેમણે કડક શબ્દોમાં કહૃાું, ઈરાનને પરમાણુ શસ્ત્રો આપી શકાતા નથી કારણ કે તેઓ પહેલા તેનો ઉપયોગ ઈઝરાયલ સામે કરશે, પછી મધ્ય પૂર્વ અને યુરોપ, અને પછી આપણે હોઈશું. આપણે આવા પાગલોના હાથમાં પરમાણુ શસ્ત્રોે રહેવા દઈ શકીએ નહીં.
અગાઉ, ટ્રમ્પે પાકિસ્તાન દ્વારા મધ્યસ્થી કરાયેલા પ્રસ્તાવ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે ઈરાન એવી શરતો લાદી રહૃાું છે જે અમેરિકા ક્યારેય સ્વીકારશે નહીં. ફલોરિડા માટે વ્હાઇટ હાઉસ છોડતી વખતે, ટ્રમ્પે કહૃાું હતું કે, તેઓ સોદો કરવા માંગે છે, પરંતુ હું તેનાથી સંતુષ્ટ નથી.
ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો હતો કે ઈરાનને કોઈપણ કિમતે પરમાણુ શસ્ત્રો વિકસાવવા દેવામાં આવશે નહીં. ટ્રમ્પે દાવો કર્યો હતો કે યુએસ લશ્કરી કાર્યવાહી, ખાસ કરીને ગ્-૨ બોમ્બર્સના ઉપયોગથી ઈરાનની કમર તૂટી ગઈ છે. તેમણે કહૃાું કે ઈરાન પાસે હવે નૌકાદળ, ન હવાઈ દળ અને ન તો રડાર સિસ્ટમ છે.
દરમિયાન, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહૃાું હતું કે જો વોશિગ્ટન તેના ધમકીભર્યા વાણીવિલાસ છોડી દેશે, તો તેઓ રાજદ્વારી ઉકેલ માટે તૈયાર છે, પરંતુ તેમની સેના કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે. દરમિયાન, ઈરાને તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીને સક્રિય કરી દીધી છે અને હુમલાની સ્થિતિમાં મોટા પાયે બદલો લેવાની તૈયારી કરી રહી છે. યુએસ અધિકારીઓ એક નાના પરંતુ તીવ્ર હુમલાની શક્યતાનું મૂલ્યાંકન કરી રહૃાા હોવાના અહેવાલ છે, જે સંભવિત રીતે ઇઝરાયલી કાર્યવાહી તરફ દોરી શકે છે. આ કારણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ છે. અમેરિકા ઈરાનને મસળી નાંખવાની ધમકી આપતુ હોવાથી રશિયા અને ચીને આપેલી ગર્ભિત ચેતવણીઓ જોતા પુનઃ યુદ્ધ થાય તો તે ખતરનાક બની શકે તેમ છે. આથી ત્રીજુ વિશ્વ યુદ્ધ અટકાવવા યુએન સહિત વિશ્વ સમુદાય દ્વારા પ્રયાસો તેજ થઈ રહ્યા હોવાના પણ અહેવાલો છે.
આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે ઈરાન સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે, પરંતુ કોઈ નિષ્કર્ષ નીકળ્યો નથી. બીજી તરફ ઈરાન કહે છે કે પહેલા હોર્મુઝ સ્ટ્રેટ ખોલીએ, અને ધમકી ભર્યા માહોલમાં વાતચીત કેમ થઈ શકે ? આ કારણે તંગદિલી વધી છે.
