પેટ્રોલિયમ અને પેકેજીંગ સાથે જોડાયેલી વસ્તુઓ મોંઘી થતા ખાદ્યચીજો, સાબુ, ખાદ્યતેલ, બિસ્કિટના ભાવો વધશે

અમેરિકા-ઈરાન યુદ્ધની સામાન્ય પ્રજાને માઠી અસર થશે. કારણ કે ખાદ્યતેલ, ખાદ્યચીજો તથા ઘરવપરાશની વસ્તુઓમાં કંપનીઓ ભાવવધારો કરવા સજ્જ છે, પેકેજીંગ અને પેટ્રોલિયમ સાથે જોડાયેલી ચીજોના ભાવ વધશે.

વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવ હવે લોકોના ખિસ્સા પર સીધી અસર કરી રહૃાા છે. બિસ્કિટ, સાબુ અને રસોઈ તેલથી લઈને ઘરગથ્થુ પેઇન્ટ સુધીની દરેક વસ્તુ વધુ મોંઘી થવાની ધારણા છે. એફએમસીજી (રોજિદા ઉપયોગની ચીજો) અને ગ્રાહક ટકાઉ વસ્તુઓ (ટીવી અને રેફ્રિજરેટર જેવા ઘરગથ્થુ ઉપકરણો) બનાવતી કંપનીઓ ભાવ વધારો કરવાનું વિચારી રહી છે, ખાસ કરીને પેકેજીંગ અને પેટ્રોલિયમ સંબંધિત વસ્તુઓના વધતા ભાવને કારણે.

એક અંગ્રેજી અખબારના અહેવાલો અનુસાર લાહોરી જીરા જેવી કેટલીક કંપનીઓએ મહિનાની શરૂઆતથી જ પસંદગીના ઉત્પાદનો પર ભાવ વધારો કરી દીધો છે. નુવામા ઇક્વિટીઝના અહેવાલ મુજબ, ખાદ્ય તેલ કંપનીઓએ પણ પ્રતિ લિટર ૪-૫ રૂપિયાનો વધારો કર્યો છે. દરમિયાન, પામ તેલની વધતી કિમતને કારણે, બિકાજી, બ્રિટાનિયા અને નેસ્લે જેવી ખાદ્ય કંપનીઓ પણ આ ક્વાર્ટરમાં ભાવ વધારો કરી શકે છે.

છેલ્લા સાતથી આઠ વર્ષથી, ક્રૂડ ઓઇલની સાથે પામ ઓઇલના ભાવમાં પણ વધઘટ થઈ રહી છે. પામ ઓઇલના આ વધતા ભાવ એચયુએલ અને ગોદરેજ જેવા સાબુ ઉત્પાદકોની મુશ્કેલીઓમાં પણ વધારો કરી શકે છે, કારણ કે પામ ઓઇલ તેમના માટે એક મહત્વપૂર્ણ કાચો માલ છે.

આથી બિસ્કિટ, સાબુ, તેલ અને પેઇન્ટ પણ વધુ મોંઘા થવાની ધારણા છે. એફએમસી અને કન્ઝયુમર ડ્યુરેબલ્સ કંપનીઓ ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. રાંધણ તેલના ભાવમાં પ્રતિ લિટર ૪-૫ રૂપિયાનો વધારો થયો છે. બીકાજી, બ્રિટાનિયા અને નેસ્લે આ ક્વાર્ટરમાં ભાવ વધારી શકે છે. એચયુએલ અને ગોદરેજ પણ સાબુના ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહૃાા છે.

રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે દેશની ઘણી પેકેજ્ડ ફૂડ કંપનીઓએ કેટલાક પ્લાન્ટ્સ પર ઉત્પાદન બંધ કરી દીધું છે અથવા ઘટાડી દીધું છે. પેઇન્ટ ઉદ્યોગમાં વપરાતા લગભગ ૪૦% કાચા માલ ક્રૂડ તેલમાંથી મેળવવામાં આવે છે, તેથી ક્રૂડ ઓઇલના વધતા ભાવની અસર અહીં પહેલેથી જ અનુભવાઈ રહી છે. બર્જર પેઇન્ટ્સ, કાન્સાઇ નેરોલેક અને જેએસડબ્લ્યુ ડુલક્સે ગયા મહિનામાં ભાવમાં વધારો કરી દીધો છે. એશિયન પેઇન્ટ્સ આગામી દિવસોમાં ભાવમાં ૬-૮% વધારો પણ કરી શકે છે.