વલસાડ રેલ્વે સ્ટેશન પર પાઉં-વડાના ફેરિયા પાસે માસિક હપ્તાની માંગણી કરવાના 14 વર્ષ જૂના કેસમાં પૂરતા પુરાવાના અભાવે સેશન્સ ॥ કોર્ટે આરોપી આર.પી.એફ. કોન્સ્ટેબલને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ક કર્યો હતો.
બચાવ પક્ષના સિનિયર વકીલ ઈલ્યાસ પટેલ પાસેથી મળતી માહિતી અનુસાર આ કેસની વિગત એવી છે કે, વર્ષ 2010માં વલસાડ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર પાઉં-વડા વેચતા એક ફેરિયા પાસે ધંધો ચાલુ રાખવા માટે આરોપી કોન્સ્ટેબલ રણજીતસિંહ રુદ્રપ્રતાપ સિંઘે માસિક 500ની ગેરકાયદેસર લાંચ માંગી હોવાની ફરિયાદ એસીબીમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે ગોઠવવામાં આવેલી ટ્રેપ દરમિયાન આરોપી કથિત રીતે લાંચની રકમ લેતા ઝડપાયા હતા.

કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે સુરતનાં સિનિયર વકીલ ઈલ્યાસ પટેલની દલીલો અને પુરાવાઓને ધ્યાને લેતા અદાલતે જણાવ્યું કે લાંચની માંગણી પુરવાર થઈ નથી. જે સાબિત કરવામાં ફરિયાદી પક્ષ નિષ્ફળ રહ્યો છે. ફરિયાદીની જુબાનીમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો અને અગાઉની દુશ્મનાવટ પણ સામે આવી હતી. નોટો પર મળેલા નિશાન માત્ર સહાયક પુરાવા ગણાય, જે માંગણી સાબિત થયા વગર ગુનો સાબિત કરવા માટે પૂરતા નથી. કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂક્યો હતો.
