ગુજરાતનાં નવા મંત્રીમંડળને ખાતાની ફાળવણી કરવામાં આવી, જાણો કોને કયું ખાતું ફાળવાયું?

ગુજરાતનાં નવા મંત્રીમંડળને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મહત્વનાં ખાતા ફાળવવામાં આવ્યા છે.

1.મુખ્ય પ્રધાન-ભૂપેન્દ્ર  પટેલ

સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન અને પાટનગર યોજના,

નર્મદા અને કલ્પસર, ખાણ અને ખનિજ, બંદરો, માહિતી અને પ્રસારણ, તમામ નીતિ વિષયક બાબતો અને અન્યઓને ન ફાળવેલ વિષયો

2. હર્ષ રમેશ સંઘવી
નાયબ મુખ્ય પ્રધાન
ગૃહ અને પોલીસ હાઉસીંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી, વાહનવ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડ્યન

પ્રધાનોને ફાળવવામાં આવેલા વિભાગો આ પ્રમાણે છેઃ

કેબિનેટ પ્રધાનો

3. કનુ મોહન દેસાઇ
નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ

4. જીતુ સવજી વાઘાણી
કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ

5. ઋષિકેશ ગણેશ પટેલ
ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતો

6. કુંવરજી મોહન બાવળીયા
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ

7. નરેશ મગન પટેલ
આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ

8. અર્જુન દેવા મોઢવાડિયા
વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી

9. ડૉ. પ્રદ્યુમન ગુણા વાજા
સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ

10. રમણ ભીખા સોલંકી
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો

રાજ્ય કક્ષાના મંત્રીઓ

11. ઇશ્વર ઠાકોર પટેલ
જળસંપત્તિ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો)

12. પ્રફુલ્લ છગન પાનસેરીયા
આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો), પ્રોટોકોલ

13. ડૉ. મનીષા રાજીવ વકીલ
મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને અધિકારિતા

14. પરષોત્તમ ઓધવ સોલંકી
મત્સ્યોદ્યોગ

15. કાંતિ શિવલાલ અમૃતિયા
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર

16. રમેશ ભૂરા કટારા
કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન

17. દર્શના મુકેશ વાઘેલા
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ

18. કૌશિક કાંતિ વેકરીયા
કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો

19. પ્રવિણ ગોરધન માળી
વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વાહનવ્યવહાર

20. ડૉ. જયરામ ચેમા ગામીત
રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડ્યન

21. ત્રિકમ બીજલ છાંગા
ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ

22. કમલેશ રમેશ પટેલ
નાણાં, પોલીસ હાઉસીંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી

23. સંજય વિજય મહીડા
મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ

24. પૂનમચંદ છના બરંડા
આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબતો

25. સ્વરુપ સરદાર ઠાકોર
ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ,

26. રિવાબેન રવિન્દ્ર જાડેજા
પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ