બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, બે તબક્કામાં યોજાશે ચૂંટણી, આ તારીખે આવશે પરિણામ

બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પટનામાં તમામ તૈયારીઓની સમીક્ષા કર્યા પછી કમિશનના અધિકારીઓ ગઈકાલે દિલ્હી પરત ફર્યા હતા. આ વખતે, બિહાર વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજવાની માંગ કરવામાં આવી છે. ભાજપ અને આરજેડી બંનેએ ચૂંટણી પંચને બે તબક્કામાં ચૂંટણી કરાવવાનો આગ્રહ કર્યો હતો. બિહારમાં કુલ 243 સીટ છે.

2020 માં અગાઉની બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન ત્રણ તબક્કામાં યોજાયું હતું. પ્રથમ તબક્કો 28 ઓક્ટોબર, 2020 ના રોજ, બીજો તબક્કો 3 નવેમ્બર, 2020 ના રોજ અને ત્રીજો તબક્કો 7 નવેમ્બર, 2020 ના રોજ યોજાયો હતો. મતગણતરી 10 નવેમ્બર, 2020 ના રોજ થઈ હતી. રાજ્યના કેટલાક ભાગોમાં શરૂઆતના નક્સલવાદી અને સુરક્ષા ચિંતાઓને કારણે 2020 ની ચૂંટણીઓ ત્રણ તબક્કામાં યોજવી જરૂરી માનવામાં આવી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવયું કે 22 વર્ષ પછી બિહારમાં મતદાર યાદી ફેરરચના કરવામાં આવી હતી. 40 સીટ અનામત છે. મતદાર યાદીની ત્રુટીઓ દુર કરવામાં આવી છે. જેમ મતદારોના નામ યાદીમાં નથી તેમને નવા વોટર કાર્ડ આપવામાં આવશે.

મોબાઈલ ફોનને પોલિંગ બૂથની બહાર જમા કરાવી શકે છે. 14 લાખ લોકો પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કરશે. આ પહેલાં ઉમેદવારના સ્ટોલ મતદાન કેન્દ્રથી દુર રાખવામાં આવતા હતા તેનાં બદલે રાજકીય પાર્ટીઓનાં ઉમેદવારો સ્ટોલ 100 મીટરનાં અંતરે સ્ટોલ અથવા બૂથ લગાવી શકે છે. દરેક મતદાન મથક પર 1200 મતદારો જ રહે તેના માટે પ્રયાસો કરવામાં આવ્યા છે.

તેમણે વિગતો આપતા જણાવ્યું કે કેટલીકવાર મોક પોલ હોય છે ત્યારે મોક પોલનો ડેટા પ્રિસાઈડીગ ઓફિસર ડેટા ડિલીટ કરવાનું ભૂલી જાય છે. આવી સ્થિતિમાં પોલની ફરીથી મોક પોલની ગણતરી કરવામાં આવશે. બેલેટ વોટની ગણતરી ઈવીએમનાં બે રાઉન્ડ પહેલાં કરવામા આવશે. ચૂંટણી પંચ પાસે 40 એપ છે. ઈન્ડેક્સ કાર્ડનાં ડેટા માટે હવે ડિજીટલ યુગમાં ડિજીટલ કાર્ડ મળી જશે. ફેક ન્યૂઝ પર બાજ નજર રાખવામાં આવશે. બિહારની રહેલાં 1950 નંબર પર કોલ કરશે તો સહાય આપવામાં આવશે.

તેમણે જણાવ્યું કે હવે બિહારની 243 સીટ માટે 243 ઓબ્ઝર્વર હશે અને તેઓ અન્ય રાજ્યોનાં હશે. આ ઓબ્ઝર્વરના નંબરો પણ જાહેર કરવામાં આવશે. આ સાથે અન્ય નિરીક્ષકો પણ દરેક વિધાનસભા વિસ્તારમાં કાર્યરત રહેશે.

તેમણે જણાવ્યું કે બિહારની ચૂંટણી બે તબક્કામાં થશે.

ચૂંટણીનો પ્રથમ તબક્કો: 6 નવેમ્બર

ચૂંટણીનો બીજો તબક્કો:11 નવેમ્બર

પરિણામ જાહેર કરવાની તારીખ-14મી નવેમ્બર

છેલ્લી ચૂંટણીમાં મતદારોની ભાગીદારી આશરે 58.7% હતી, જે 2015 કરતા વધુ છે. તેથી, અમે ચૂંટણી પંચ દ્વારા આજની પ્રેસ કોન્ફરન્સની રાહ જોઈ રહ્યા છીએ, જે ચૂંટણીની તારીખો, તબક્કાઓ અને અન્ય પ્રક્રિયાઓની જાહેરાત કરશે, જે બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે માર્ગદર્શિકા નક્કી કરશે. બિહાર વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 22 નવેમ્બર,2025 ના રોજ સમાપ્ત થાય છે.