ફાયનાન્સ બિલ 2025 લોકસભામાંથી પાસ, ઓનલાઈન જાહેરાતો પર 6% ડિજિટલ ટેક્સ નાબૂદ, સરકારે 35 સુધારા પણ કર્યા

ફાયનાન્સ બિલ 2025 લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે, જેમાં 35 સરકારી સુધારા સામેલ કરવામાં આવ્યા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદમાં એક સંશોધિત બિલ રજૂ કર્યું હતું, જેમાં અનેક મહત્ત્વપૂર્ણ બજેટ દરખાસ્તોને મંજૂર કરવાની માંગ કરવામાં આવી હતી. લોકસભામાં પાસ થયા બાદ હવે ફાઇનાન્સ બિલ 2025 રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલ પાસ થતાં લોકસભામાં બજેટ 2025ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

સુધારામાં મોટો ફેરફાર એ છે કે ઓનલાઈન જાહેરાતો પર 6% ડિજિટલ ટેક્સ દૂર કરવામાં આવશે. તેનાથી ડિજિટલ માર્કેટિંગ, એડવર્ટાઈઝિંગ એજન્સીઓ અને ઓનલાઈન બિઝનેસને રાહત મળશે.

ફાયનાન્સ બિલમાં અન્ય મહત્વના સુધારા
ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
GST સંબંધિત કેટલાક નિયમોને સરળ બનાવવામાં આવ્યા હતા.
સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિઓ લાગુ કરવામાં આવી.

હવે આગળ શું?

રાજ્યસભામાંથી મંજૂરી મળ્યા બાદ આ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બની જશે. આનાથી આગામી નાણાકીય વર્ષમાં કર નીતિ અને આર્થિક સુધારાને અસર થશે.