ગુજરાતભરની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 66 નગર પાલિકાની ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. જેની માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજવામાં આવશે જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
જ્યારે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં નહિ આવે. 66 નગર પાલિકાની 2178 બેઠક પર ચૂંટણી યોજશે. જેની માટે 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમજ ઉમેદવારો 1 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે. જે નગર પાલિકા વિસ્તારમાં ચૂંટણી યોજાવાની છે તેમાં આજથી આચાર સંહિતા લાગુ થશે.
અગાઉ ચૂંટણીઓ લંબાઇ હતી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતની જોગવાઇ લાગુ કરવાની હોવાથી અગાઉ ચૂંટણીઓ લંબાઇ હતી.
વહીવટદાર શાસન લદાયું હતું
તે પછી નવેસરથી સીમાંકન અને રોસ્ટર અમલી કરવાનું હોવાથી મુદત વીત્યા બાદ પણ અઢી વર્ષથી આ ચૂંટણીઓ ટળતા પાલિકાઓમાં વહીવટદાર શાસન બે લદાયું હતું.જોકે, હવે ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત, ૭૮ નગરપાલિકા બેઠક અને જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ ઉપરાંત કેટલીક પાલિકા અને પંચાયતોની પેટા ચૂંટણીઓની જાહેરાત થવાની શકયતા હતી.