અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન: ગુજરાતના સ્ટેશનો હેરિટેજની કરાવશે ઝાંખી

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હશે. આ ટ્રેન 508 કિલોમીટર લાંબા રેલ કૉરિડોર પર દોડશે. જેના કારણે મુંબઈથી અમદાવાદ વચ્ચેનો સમય ઘટીને બે કલાક રહી જશે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) કોરિડોર ગુજરાતની સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાને ઉજાગર કરશે. 508 કિલોમીટર બુલેટ ટ્રેન પ્રોજેકેટ ડિસેમ્બર, 2025માં લૉન્ચ થશે અને ગુજરાતના 8 રેલવે સ્ટેશનો સ્થાનિક હેરિટેજને દર્શાવશે.

સ્ટેશનો
સાબરમતી સ્ટેશન: મહાત્મા ગાંધીના ચરખાથી પ્રેરિત, આ સ્ટેશન ભારતની સ્વતંત્રતાનું પ્રતીક છે અને નજીકના સાબરમતી આશ્રમને શ્રદ્ધાંજલિ આપશે.
અમદાવાદ સ્ટેશન: સિદી સૈય્યદની જાળીનું પ્રદર્શન, સ્ટેશનની છત પર રંગબેરંગી પતંગો દર્શાવવામાં આવશે, જે શહેરના પ્રખ્યાત પતંગ ઉત્સવને પ્રદર્શિત કરશે.
આણંદ સ્ટેશન: શ્વેત ક્રાંતિ માટે જાણીતું, આણંદ તેની દૂધ અને શ્વેત ક્રાંતિના વારસાને પ્રતિબિંબિત કરતી સફેદ ડિઝાઇનનું પ્રતિનિધિત્વ કરશે.
વડોદરા સ્ટેશન: તેના પાંદડાવાળું આ શહેરમાં વડના વૃક્ષોની ઝાંખી કરાવશે.
ભરૂચ સ્ટેશન: આ રેલવે સ્ટેશન પર પરંપરાગત હસ્તકલાને પ્રકાશિત કરતી સુજાની વણાટનું પ્રદર્શન દર્શાવવામાં આવશે.
સુરત સ્ટેશન: ચમકદાર ડિઝાઈન વૈશ્વિક ડાયમંડ પોલિશિંગ હબ તરીકે સુરતની પ્રતિષ્ઠાને પ્રતિબિંબિત કરશે.
બીલીમોરા સ્ટેશન: સ્ટેશન તાજા પીળા રંગની સાથે વિસ્તારના કેરીના બગીચાઓની ઓળખ રજૂ કરશે.
વાપી સ્ટેશનઃ તેની આધુનિક ડિઝાઈન શહેરના ઝડપી ઔદ્યોગિક વિકાસનું પ્રતિક બનશે.