પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિગ્રા મહિલા વર્ગમાં સુવર્ણ ચંદ્રક સ્પર્ધામાંથી અયોગ્ય જાહેર થયાના એક દિવસ બાદ કુસ્તીબાજ વિનેશ ફોગાટે ગુરુવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી, ફાઇનલમાં જવાના માર્ગમાં અદભૂત પ્રદર્શન કરીને ઐતિહાસિક ગોલ્ડ મેડલથી એક ડગલું દૂર હતી. જો કે, મંગળવારે સવારના વજનમાં તેનું વજન 100 ગ્રામથી વધુ હોવાનું દર્શાવ્યા બાદ તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
વિનેશે પોસ્ટમાં ઉમેર્યું કે ગુડબાય રેસલિંગ 2001-2024″
વિનેશે સેમિફાઇનલ મુકાબલો 5-0ના માર્જિનથી તેના ક્યુબાના હરીફ યુસ્નેલિસ ગુઝમેન લોપેઝ સામે જીત્યો હતો, જેણે ફાઇનલ મેચમાં તેનું સ્થાન લીધું હતું. તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. અમેરિકાની સારાહ હિલ્ડેબ્રાન્ડે, જે ભારતીય પ્રતિસ્પર્ધીની રાહ જોઈ રહી હતી, પરંતુ તેના બદલે ક્યુબાની ખેલાડીએ 3-0ના સ્કોર સાથે ગોલ્ડ જીત્યો.
વિનેશે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી છે અને આ ઇવેન્ટ માટે સંયુક્ત સિલ્વર મેડલની માંગણી કરી છે. આ અંગેનો નિર્ણય આજે જાહેર કરવામાં આવશે.
હરિયાણાની 29 વર્ષીય કુસ્તીબાજ વિનેશે ત્રણ વખતની ઓલિમ્પિયન છે, તેણે ત્રણેય ગેમ્સમાં ત્રણ અલગ-અલગ વજનની શ્રેણીમાં ભાગ લીધો હતો. જ્યારે 2016 માં રિયો ઓલિમ્પિકમાં, તેણીએ 48 કિગ્રા કેટેગરીમાં, ટોક્યો ગેમ્સમાં 53 કિગ્રામાં ભાગ લીધો હતો.
તેણે ત્રણ કોમનવેલ્થ ગેમ્સમાં 2014, 2018 અને 2022માં ત્રણ અલગ-અલગ વેઇટ કેટેગરીમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે.
વિનેશ 2018માં કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ પણ બની હતી. તેણે અનુક્રમે 2019 અને 2022માં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે.
વિનેશ ફોગાટને બુધવારે ઓલિમ્પિકમાં કુસ્તીની ફાઇનલમાં અયોગ્ય ઠેરવવામાં આવી હતી. તેણે કોર્ટ ઓફ એબ્રિટ્રેશન ફોર સ્પોર્ટમાં સિલ્વર મેડલ માટે અપીલ કરી છે. વિનેશ ઓલિમ્પિક ફાઇનલમાં પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ હતી