અનામતની અંદર જ અનામત: હવે OBC, SC અને STની પેટા કેટેગરી બનાવાશે, સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટે 2004ના ચૂકાદાને રદ્દ કર્યો છે. 6-1ની બહુમતી સાથે આદેશ પસાર કરતા, સાત જજોની બેન્ચે જણાવ્યું હતું કે સ્વદેશી અને જરૂરિયાતમંદોને લાભ આપવા માટે આરક્ષણ ક્વોટામાં પેટા-શ્રેણીઓ બનાવી શકાય છે. અનામતમાં અનામતને લઈને સુપ્રીમ કોર્ટે 2004માં આંધ્ર પ્રદેશના એક કેસમાં પોતાનો ચુકાદો આપતા કહ્યું હતું કે રાજ્યોને અનામતની અંદર અનામત આપવાનો અધિકાર નથી.

કવાયત પંજાબથી શરૂ કરવામાં આવી હતી
1975માં પ્રથમ વખત પંજાબ સરકારે અનુસૂચિત જાતિની પેટા શ્રેણી બનાવી હતી. એક વાલ્મિકી સમુદાય માટે અને એક ધાર્મિક શીખ સમુદાય માટે. આ નિયમ 30 વર્ષ સુધી અમલમાં રહ્યો. હાઈકોર્ટે તેને 2006માં રદ કરી હતી. પંજાબ સરકારે 2010માં ફરીથી કાયદો બનાવ્યો. પછી રદ કરી. 2020 માં, સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે EV ચિન્નૈયા વિ આંધ્ર પ્રદેશ કેસમાં કહ્યું હતું કે આ પર વિચાર કરવો જોઈએ. આ પછી ચીફ જસ્ટિસે ફરીથી સાત જજોની બેન્ચની રચના કરી.