ભગવાન જગન્નાથની રથયાત્રા: અત્યાર સુધીમાં 10 લોકો બેભાન,ભક્તોનું ઘોડાપૂર

અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યા હતા.

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને સમગ્ર શહેરમાં ભકિતમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સવારે 7 વાગે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેના ત્રણ કલાક બાદ હવે રથ મંદિર પરિસરથી આગળ નીકળ્યા છે. આ ત્રણ રથ પૂર્વે સુશોભિત ટ્રક, અખાડા અને ભજન મંડળીએ પ્રસ્થાન કર્યું હતું. જો કે ભગવાન હવે નગરચર્યાએ નીકળતા સમગ્ર રસ્તા પર તેમના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળશે. તેમજ ભગવાનન મોસાળ સરસપુરમાં પણ ભગવાનના દર્શન માટે ભક્તો આતુર બન્યા છે.

ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તોને પ્રસાદીરૂપે ભોજન માટે છેલ્લા અઠવાડિયાથી અલગ અલગ પોળમાં રસોડા ધમધમી રહ્યા છે. તેમજ રથયાત્રામાં જોડાતા ભાવિક ભક્તો અહિયાં અચૂક પ્રસાદ લેવા માટે આવતા હોય છે. અહીં આવનારા લાખો ભક્તોને ભોજન પીરસવામાં આવશે. ભગવાનની રથયાત્રાના દિવસે સરસપૂરના એકપણ ઘરનો ચૂલો પ્રગટતો નથી. તમામ લોકો મોસાળમાં ભાણિયાની આગતા સ્વાગતા કરવામાં મગ્ન થઈ જતા હોય છે અને ભક્તોને ભોજન પીરસે છે.

વડાપ્રધાન નરેન્દ્ર અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક રાજનેતાઓને લોકોને રથયાત્રાની શુભેચ્છા પાઠવી છે. જેમાં પીએમ મોદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રથયાત્રાની શુભેચ્છા પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા અકાઉન્ટ X પર પોસ્ટ મુકીને દેશવાસીઓને રથયાત્રાની શુભેચ્છા પાઠવી.

જ્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં જગન્નાથ મંદિરના રથયાત્રાની મંગળા આરતી ઉતારી હતી. તેમજ તેમણે પણ રથયાત્રાના પર્વ પર અમિત શાહે ભગવાન જગન્નાથજી પાસે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી. રથયાત્રાના પર્વ પર અમિત શાહે X પર પોસ્ટ લખીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને લખ્યુ કે ભગવાન જગન્નાથજી પાસે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.

જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ રથયાત્રાને લઇને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું કે ” શ્રદ્ધા અને ભક્તિના પર્વ મહાપ્રભુ શ્રી જગન્નાથ રથયાત્રા નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.આ તહેવાર તમારા બધાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે તેવી પ્રાર્થના. “