અમદાવાદમાં રાહુલ ગાંધીની તડાફડી, “હવે લગ્નનાં ઘોડાને લગ્નમાં અને રેસના ઘોડાને રેસમાં જ ઉતારીશું”

અમદાવાદ આવેલા ઈન્ડિયા ગઠબંધનનનાં લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કરતી વખતે અનેક સૂચક ટીપ્પણીઓ કરી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને ખાસ્સી એવી શિખામણો પણ આપી હતી.

રાહુલ ગાધીએ કહ્યું કે માત્ર ત્રણ મહિનામાં ભાજપને સત્તા દુર કરવા માટે તે વખતે કોંગ્રેસ 20 વીસ પાછળ રહીગઈ હતી. પણ હવે પૂરા ત્રણ વર્ષ છે. અને આ ત્રણ વર્ષમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકરો ભાજપને હરાવવા માટે કામે લાગવાના છે. હું, સિનિયર નેતાઓ અને મારી બહેમ સાથે છે.

તેમણે વધુમાં કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના નેતાઓ છે. એક નેતા લગ્નમાં ચાલે એવા છે અને બીજા નેતા રેસમાં ચાલે એવા છે. હવે થાય છે એવું કે લગ્નનાં ઘોડાને રેસમાં ઉતારવામાં આવે છે અને રેસના ઘોડાને લગ્નમાં ઉતારવામાં આવે છે. પણ હવે એવું નહીં બને. હવે લગ્નનાં ઘોડાને લગ્નમાં જ ઉતારવામાં આવશે અને રેસનાં ઘોડાને રેસમાં જ ઉતારવામાં આવશે.

રાહુલ ગાંધીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અયોધ્યામાં જે રીતે પાર્ટીનો પરાજય થયો હતો તેવી જ રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર પર ઈન્ડીયા ગઠબંધન વિજયી બનશે.

અમદાવાદમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સાથે મળીને ગુજરાતમાં તેમને હરાવવા જઈ રહ્યા છીએ. અમે ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને ભાજપને એવી જ રીતે હરાવીશું જેમ અમે તેમને અયોધ્યામાં હરાવ્યા હતા.