ઓટીટીની અશ્લિલ સામગ્રી સામે કડક કાર્યવાહીઃ 18 પ્લેટફોર્મ, 19 સાઈટ, 10 એપ બ્લોક

ઓ.ટી.ટી. પર અશ્લિલ સામગ્રી સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી કરી છે અને અનેક પ્લેટફોર્મ બ્લોક કરાયા છે.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઓટીટીની અશ્લિલ સામગ્રી પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોદી સરકાર દ્વારા બ્લોક કરાયેલા ૧૮ પ્લેટફોર્મ, ૧૯ સાઈટ્સ-૧૦ એપ્સ અને પ૭ સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

કેન્દ્ર દ્વારા આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી છે જ્યારે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા ભૂતકાળમાં ઘણી વખત આ અંગે ચેતવણી આપવામાં આવી હતી. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓવર ધ ટોપ પ્લેટફોર્મ પર અશ્લિલ સામગ્રીને લઈને મોટી કાર્યવાહી કરી છે.

પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ૧૮ અવરોધિત ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લિલ, અભદ્ર અને કેટલાક પ્રસંગોએ પોર્ન સામગ્રી પણ આપવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી છે જ્યારે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા ભૂતકાળમાં ઘણી વખત આ અંગે ચેતવણી આપવામાં આવી હતી.

ગુરુવારે (૧૪ માર્ચ, ર૦ર૪) સમગ્ર દેશમાં ૧૮ ઓટીટી પ્લેટફોર્મ, ૧ વેબસાઈટ્સ, ૧૦ એપ્સ અને પ૭ સોશિયલ મીડિયા હેન્ડલ બ્લોક કરવામાં આવ્યા હતાં.