71મી મિસ વર્લ્ડ 2024 સ્પર્ધાનો ગ્રાન્ડ ફિનાલે 27 વર્ષ બાદ મુંબઈમાં યોજવામાં આવ્યો. દુનિયાભરનાં લાખો લોકોની હાજરી વચ્ચે ફિનાલેમાં નવી મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો. આ ઇવેન્ટ અગાઉ UAE માં યોજાવાની હતી, પણ બાદમાં હવે મુંબઈના સિટી ઑફ ડ્રીમ્સમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાવામાં આવી. આ સ્પર્ધાની શરુઆત 18 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં શરૂ થઈ હતી.
ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝ્કોવાએ ભવ્ય કાર્યક્રમમાં પ્રખ્યાત મિસ વર્લ્ડ 2024નો ખિતાબ જીત્યો હતો, જેમાં ભારતીય સ્પર્ધક સીની શેટ્ટી માત્ર ટોચના 8માં સ્થાન મેળવી શકી હતી. મિસ લેબનોન યાસ્મિના ઝૈતુનને પ્રથમ રનર અપ જાહેર કરવામાં આવી હતી.
મિસ ઇન્ડિયા વર્લ્ડ 2022 સીની શેટ્ટીએ મિસ વર્લ્ડ 2023 માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. બોલિવૂડ સિંગર્સ શાન, નેહા કક્કર, ટોની કક્કર અને ટોની-એન સિંહે મુંબઈમાં 71મી મિસ વર્લ્ડ ઈવેન્ટમાં પરફોર્મ કર્યું હતું.
મિસ બ્રાઝિલે યુગાન્ડા, યુક્રેન અને નેપાળ પોતપોતાના ખંડોમાં જીત સાથે ‘બ્યુટી વિથ ધ પર્પઝ’નો ખિતાબ જીત્યો.
ફાસ્ટ-ટ્રેક ચેલેન્જમાં મિસ માર્ટીનિક, ક્રોએશિયા અને વિયેતનામ વિજેતા રહી હતી. મિસ વર્લ્ડ ફાસ્ટ-ટ્રેકના વિજેતાઓ બનનારી સુંદરીઓને વધાવી લેવામાં આવી હતી.
મિસ વર્લ્ડ ફાસ્ટ-ટ્રેકના વિજેતાઓ
મિસ વર્લ્ડની ટોપ મોડલ: મિસ માર્ટીનિક
સ્પોર્ટ્સ ચેલેન્જ વિનર: મિસ ક્રોએશિયા
સોશિયલ મીડિયા ચેલેન્જ વિનર: મિસ વિયેતનામ
મિસ વર્લ્ડની વિજેતા ભારતીય સુંદરીઓ
- રીટા ફારિયા પોવેલ (1966)
- ઐશ્વર્યા રાય બચ્ચન (1994)
- ડાયેના હેડન (1997)
- યુક્તા મુખી (1999)
- પ્રિયંકા ચોપરા જોનાસ (2000)
- માનુષી છિલ્લર (2017)
આ વર્ષની મિસ વર્લ્ડ સ્પર્ધા માટે 12 જજોની પેનલ બનાવવામાં આવી હતી. આ પેનલમાં ભારતીય મનોરંજન ક્ષેત્રની અગ્રણી હસ્તીઓનો સમાવેશ કરાયો હતો.
મિસ વર્લ્ડ 2024ના નિર્ણાયકોમાં ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા, ક્રિકેટર હરભજન, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ, મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન અને સીઈઓ જુલિયા મોર્લી, અભિનેત્રી કૃતિ સેનન, અભિનેત્રી પૂજા હેગડે અને ત્રણ ભૂતપૂર્વ મિસ વર્લ્ડનો સમાવેશ કરાયો હતો. બિગ બોસ 17નો વિજેતા મુનવ્વર ફારુકી અને અન્ય સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ સાથે ઈવેન્ટમાં પહોંચ્યા હતા.