વડોદરાના માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન ઓલરાઉન્ડર યુસુફ પઠાણને પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની પાર્ટી TMCએ બહેરામપુરાની ટિકિટ આપવાની જાહેરાત કરી છે. એક તરફ વડોદરામાં યુસુફ પઠાણની રાજકારણની એન્ટ્રીની વધાવવામાં આવી રહી છે તો બીજી તરફ રાજકારણમાં ઝંપલાનાર યુસુફ પઠાણ વડોદરા તો શું ભારત દેશમાં જ નથી.
યુસુફ પઠાણ હાલ શ્રીલંકામાં લિજેન્ડ કપ રમી રહ્યો છે. તેની સાથે તેનો કિક્રેટર ભાઈ ઈરફાન પણ શ્રીલંકામાં છે. બન્ને ભાઈઓ શ્રીલંકામાં લિજેન્ડ કપ રમ્યા બાદ જ ભારત આવવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે બપોરથી મીડિયા દ્વારા યુસફ પઠાણનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો જાણવા મળ્યું કે જ્યારે ટિકિટની જાહેરાત કરવામાં આવી ત્યારે યુસુફ પઠાણ વડોદરામાં પોતાના ઘરે હાજર ન હતો.
ભારતીય ક્રિકેટ ટીમમાં રહીને યુસુફ પઠાણે વન ડે અને ટી-20 સિરિઝમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ા ઉપરાંત સમાજ સેવામાં પણ તેમનું નામ છે. કોરોના કાળ દરમિયાન મફતમાં માસ્કનું વિતરણ કર્યું હતું.