ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ફિલ્મ પ્રોડ્યુસરની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તમિલ નિર્માતા જાફર સાદિક ડ્રગ ડીલિંગમાં પકડાયા છે. NCBએ નિર્માતા સાદિકને ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ડ્રગ સ્મગલિંગનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો છે.
નિર્માતા જાફર સાદિકની ધરપકડ
NCBએ શનિવારે કહ્યું કે દક્ષિણના ફિલ્મ નિર્માતા અને DMKના પૂર્વ નેતા જાફર સાદિકની 4 મહિનાથી શોધ ચાલી રહી હતી, હવે અમને સફળતા મળી છે. અધિકારીએ કહ્યું કે તેણે 45 થી વધુ વખત વિદેશમાં 3,500 કિલોગ્રામ સ્યુડોફેડ્રિન સપ્લાય કર્યું હતું. ગયા મહિને ફેડરલ એન્ટિ ન્યુરોટિક એજન્સીએ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. દિલ્હીમાં એક વેરહાઉસની તલાશી દરમિયાન માદક દ્રવ્યો બનાવવા માટેનો 50 કિલોગ્રામ સ્યુડોફેડ્રિન મળી આવ્યો હતો.
સાદિકના કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં 4 ફિલ્મો કરી છે અને તેની છેલ્લી ફિલ્મ પણ આ મહિને રિલીઝ થવા જઈ રહી છે. ધરપકડ બાદ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેની સાથે જોડાયેલા અન્ય લોકોની પણ શોધ કરવામાં આવી રહી છે.