રાજસ્થાનના કોટામાં શિવ શોભાયાત્રા દરમિયાન ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી 14 બાળકો દાઝી ગયા

રાજસ્થાનના કોટામાં શિવરાત્રીની શોભાયાત્રા દરમિયાન મોટો અકસ્માત થયો છે. કોટામાં વીજળીનો આંચકો લાગવાથી 14 બાળકો દાઝી ગયા છે. મહા શિવરાત્રી નિમિત્તે નીકળેલી શિવ શોભાયાત્રા દરમિયાન વીજ શોક લાગવાથી આ અકસ્માત થયો હતો. તમામ બાળકોને એમબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોટા શિવ બારાત દરમિયાન ઈલેક્ટ્રીક શોક લાગવાથી લગભગ 14 બાળકો દાઝી ગયા હતા.

આ ઘટના કોટાના કુન્હાડી થર્મલ ઈન્ટરસેક્શન પાસે બપોરે લગભગ 12:30 વાગ્યે બની હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકો ઘાયલ બાળકોને તાત્કાલિક એમબીબીએસ હોસ્પિટલમાં લઈ ગયા, ડોક્ટરો બધાની સારવાર કરી રહ્યા છે.

આ હૃદયદ્રાવક ઘટના સકતપુર કાલી બસ્તીમાં શિવ બારાતની શોભાયાત્રા દરમિયાન બની હતી. અકસ્માત સ્થળે હાઇ ટેન્શન પાવર લાઇનના વાયરો ખૂબ જ નીચા છે. જેના કારણે 14 બાળકો વીજ કરંટ લાગતા રોડ પર ખાડો પણ સર્જાયો હતો. લોકોએ જણાવ્યું કે આ દુર્ઘટના થોડા સમય પહેલા જ થઈ હતી. તમામ બાળકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.વીજળી વિભાગની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો છે. નિર્દોષ લોકો તેમની બેદરકારીની સજા ભોગવી રહ્યા છે.

સામે આવેલા વીડિયોમાં લોકો પોતાના બાળકોને હાથમાં લઈને હોસ્પિટલની અંદર દોડતા જોવા મળે છે. પોલીસ અને અન્ય લોકો પણ સ્થળ પર હાજર છે.પોલીસ ટીમ આ મામલે તપાસ કરી રહી છે.