બોલિવૂડ સ્ટાર્સ કોઈપણ ફિલ્મ કરતા પહેલા પોતાના માટે વેનિટી વેનની માંગ કરે છે. ઘણા એવા સ્ટાર્સ છે જેઓ જો વેનિટી ન મળે તો ફિલ્મ છોડી દે છે. કેટલાક પોતાની વેનિટી વેન લઈને આવે છે.
પરંતુ અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં કંઈક અલગ જ થયું. મુકેશ અંબાણીના ઈશારા પર તમામ સેલેબ્સ સામાન્ય લોકોની જેમ બસમાં બેસી ગયા. કોઈએ કશું કહ્યું પણ નહીં. હવે તેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.
વીડિયોમાં અનિલ કપૂર, સોનાક્ષી સિંહા, રકુલપ્રિતસિંહ, રિતેશ દેશમુખ, ત્નૂ પત્ની જેનેલિયા ડિસોઝા, આદિત્યરોય કપુર, વરુણ ધવન, તેના ડાયરેક્ટર પિતા ડેવિડ ધવનથી લઈને હાજર રહેલા તમામ સ્ટાર્સ ચૂં કે ચા કર્યા વિના બસમાં બેસી ગયા હતા.
પ્રિ-વેડિંગમાં કેટલાકને રોલ્સ રોયસ જેવી વીઆઈઆઈપી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી હતી.શાહરુખ ખાન, સલમાન ખાન, હોલિવૂડ સિંગર રિહાના, બિલ ગેટ્સને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.