ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપી દીધું છે. હવે તેઓ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. માત્ર 13 દિવસના સમયગાળા દરમિયાન તેમણે રાજ્યસબાનું સાંસદ પદ છોડી દીધું છે.
તાજેતરમાં જ જેપી નડ્ડાની ગુજરાતમાંથી રાજ્યસભામાં એન્ટ્રી કરાવાવામાં આવી હતી. તેઓ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, નડ્ડાએ લોકસભા ચૂંટણી લડવા માટે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તેની હજુ જાહેરાત કરવામાં આવી નથી