આગામી લોકસભા ચૂંટણી 2024 માટે તૈયારી કરી લીધી છે. આ શ્રેણીમાં ભારતીય જનતા પાર્ટીએ શનિવારે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભરૂચ લોકસભા સીટ પર આ વખતે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર થશે. AAPએ ભરૂચ બેઠક પરથી તેના ઉભરતા નેતા ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ સાથે જ આ બેઠક પર ભાજપે મનસુખભાઈ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે.
તમને જણાવી દઈએ કે I.N.D.I.A ગઠબંધન હેઠળ ગુજરાતમાં કોંગ્રેસ અને AAP એકસાથે ચૂંટણી લડી રહ્યા છે. જો બીટીપી સમૂળગી રીતે મહેશ વસાવાની સાથે ભાજપમાં ભળી જાય છે તો મહેશ વસાવાના પિતા છોટુભાઈ વસાવા નવી પાર્ટીની રચના કરી લોકસભાની ચૂંટણીમાં ઝંપવાલશે એવા વર્તારા મળી રહ્યા છે.
ભરૂચમાં વસાવા vs વસાવા
લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતની ભરૂચ બેઠક પર રસપ્રદ મુકાબલો જોવા મળશે. આ વખતે AAP અને BJP વચ્ચે ચૂંટણી મેદાનમાં વસાવા વિરુદ્ધ વસાવા જંગ છે. આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવાને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે, જેઓ સતત 6 વખત જીત્યા છે. આ સાથે જ ભાજપે પણ આદિવાસી વ્યૂહરચના રમતા મનસુખ વસાવાને આ બેઠક પર ટિકિટ આપી છે.
જાણો કોણ છે મનસુખ વસાવા
ભાજપના મનસુખ વસાવા હાલ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી સાંસદ છે. તેમને એક મહત્વપૂર્ણ આદિવાસી ચહેરો માનવામાં આવે છે. જનતામાં પણ તેની મજબૂત પકડ છે. મનસુખ આ બેઠક પરથી સતત 6 વખત ચૂંટણી જીત્યા છે. વર્ષ 1998માં તેઓ પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા. ત્યારથી આ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. તેઓ ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે.
કોણ છે ચૈતર વસાવા?
ચૈતર વસાવા પણ આદિવાસી સમાજમાં ખૂબ જ લોકપ્રિય છે. હાલમાં તેઓ AAPના ધારાસભ્ય પણ છે. તેઓ 8 ડિસેમ્બર, 2022 થી ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારમાંથી AAPનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વન કર્મચારીઓને ધમકાવવાના આરોપમાં તે છેલ્લા કેટલાક મહિનાઓથી જેલમાં હતા. તે સમયે AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ તેમને જેલમાં મળ્યા હતા.