લોકસભા ચૂંટણી2024 : ભાજપે જાહેર કરી 195 ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો કોણ કપાયું અને કોણ રહ્યું?

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી દ્વારા પહેલી ચૂંટણી યાદી જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ પહેલા સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં 195 નામને સમાવવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીને વારાણસીથી ઉમેદવાર બનાવવામાં આવશે અને ત્યાંથી ચૂંટણી લડશે. આ સાથે જ, મોદી સરકારના 34 મંત્રીઓને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા હતા. જેના નામ આજે જાહેર કરવામાં આવ્યા છે.

195ની યાદીમાં આ લોકોને આપવામાં આવી ટિકિટ

2 – પૂર્વ મુખ્યમંત્રી

1 – લોકસભા અધ્યક્ષ

46 – 50 વર્ષથી ઓછી ઉંમરના

28 – મહિલા

47 – યુવા

27 – અનુસુચિત જાતી

18 – અનુસુચિત જનજાતી

5 – OBC

ગુજરાતની આ બેઠક પરના નામ જાહેર કરવામાં આવ્યા

  • પાટણ – ભરતસિંહ ડાભી
  • કચ્છ – વિનોદ ચાવડા (SC)
  • ગાંધીનગર -અમિત શાહ
  • અમદાવાદ પશ્રિમ – દિનેશ મકવાણા (SC)
  • બનાસકાંઠા – રેખા ચૌધરી
  • રાજકોટ- પરશોત્તમ રૂપાલા
  • પોરબંદર – મનસુખ માંડવિયા
  • જામનગર- પુનમ માડમ
  • આણંદ – મિતેશ રમેશ પટેલ
  • ખેડા- દેવુંસિંહ ચોંહાણ
  • પંચમહાલ- રાજપાલ જાદવ
  • દાહોદ – જશવંત સિંહ
  • ભરૂચ -મનસુખ વસાવા
  • બારડોલી- પ્રભુભાઈ વસાવા
  • નવસારી – સી આર પાટીલ

અન્ય રાજ્યોના ઉમેદવારોની યાદી

દિલ્હીના ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલ, ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી, નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજ, પશ્ચિમ દિલ્હીથી કમલજીત સેહરાવત અને દક્ષિણ દિલ્હીથી રામવીર બિધુરી ભાજપના ઉમેદવાર હશે.

ઉત્તર પ્રદેશના ભાજપના ઉમેદવાર

મુઝફ્ફરનગરથી સંજીવ બાલ્યાન, ગૌતમ બુદ્ધ નગરથી મહેન્દ્ર શર્મા, મથુરાથી હેમા માલિની, આગરાથી એસપીએસ બઘેલ, ફતેહપુર સીકરીથી રાજકુમાર ચાહર, ખેરીથી અજય મિશ્રા ટેની, સીતાપુરથી રાજેશ વર્મા, હરદોઈથી જયપ્રકાશ રાવત, સાક્ષી મહારાજ, ઉન્નાવના સાક્ષી મહારાજ., લખનૌઉંથી રાજનાથ સિંહ , અમેઠીથી સ્મૃતિ ઈરાની, કન્નૌજથી સુબ્રત પાઠક, અકબરપુરથી દેવેન્દ્ર ભોલે, ઝાંસીથી અનુરાગ શર્મા, હમીરપુરથી પુષ્પેન્દ્ર સિંહ ચંદેલ, બાંદાથી આરકે પટેલ, બારાબંકીથી ઉપેન્દ્ર રાવત અને ફૈઝાબાદથી લલ્લુ સિંહ.

મધ્યપ્રદેશના ભાજપના ઉમેદવાર

ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા, દમોહથી રાહુલ લોધી, ખજુરાહોથી વીડી શર્મા, રીવાથી જનાર્દન મિશ્રા, શાહડોલથી હિમાદ્રી સિંહ, જબલપુરના આશિષ દુબે, હોશંગાબાદથી દર્શન ચૌધરી, વિદિશાથી શિવરાજ સિંહ ચૌહાણ, ભોપાલથી આલોક શર્મા, રાજગઢથી રોડમલ નગર અને ખંડવાથી નયનેશ્વર પાટીલને ટિકિટ આપવામાં આવી છે.

રાજસ્થાનથી ભાજપના ઉમેદવાર

બિકાનેરથી અર્જુન મેઘવાલ, અલવરથી ભૂપેન્દ્ર યાદવ, ભરતપુરથી રામસ્વરૂપ કોલી, નાગૌરથી જ્યોતિ મિર્ધા, જોધપુરથી ગજેન્દ્ર શેખાવત, બાડમેરથી કૈલાશ ચૌધરી, ઉદયપુરથી મન્નાલાલ રાવત, બાંસવાડાથી મહેન્દ્ર માલવિયા અને કોટાથી ઓમ બિરલા ભાજપના ઉમેદવાર હશે.

અરુણાચલ પશ્ચિમથી કિરેન રિજિજુ

એ જ રીતે આંદામાનથી વિષ્ણુ, અરુણાચલ પશ્ચિમથી કિરેન રિજિજુ, અરુણાચલ પૂર્વથી તાપીર ગાઓ, સિલચરથી પરિમલ શુક્લા, ગુવાહાટીથી બિજલી કલિતા અને ડિબ્રુગઢથી સર્બાનંદ સોનોવાલને ટિકિટ આપવામાં આવી છે.

ઝારખંડમાં ભાજપના ઉમેદવાર

ભાજપે ગોડ્ડાથી નિશિકાંત દુબે, રાંચીથી સંજય સેઠ, જમશેદપુરથી વિદ્યુત મહતો, ખુંટીથી અર્જુન મુંડા અને પલામુથી વિષ્ણુ દયાલ રામને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

છત્તીસગઢથી ભાજપના ઉમેદવાર

સરોજ પાંડેને કોરબાથી, સંતોષ પાંડેને રાજનાંદગાંવથી, વિજય બઘેલને દુર્ગથી, બ્રીજમોહન અગ્રવાલને રાયપુરથી, મહેશ કશ્યપને બસ્તરથી અને ભોજરાજને કાંકેરથી ટિકિટ મળી છે.

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. બુધવારે 29 ફેબ્રુઆરીએ મોડી રાત સુધી ચાલેલી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠકમાં આખરે ઉમેદવારોના નામોને મંજુરી આપવામાં આવી હતી, જે બાદ આજે ભાજપે ઉમેદવારોની પ્રથમ ચાદી જાહેર કરી છે. ભાજપની પ્રથમ યાદીમાં 195 લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીનું સૌથી મોટો ગોલ તે બેઠકો જીતવા પર છે, જેના પર તેને 2014 અને 2019ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ બેઠકો જીતવા માટે બેઠકમાં ઊંડો વિચાર અને મંથન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બુધવારે સાંજે 6 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ જેપી નડ્ડા અને અમિત શાહની વડા પ્રધાન મોદી સાથે તેમના નિવાસસ્થાન પર મેરેથોન બેઠકને કારણે તે વિલંબિત થઈ હતી જે લગભગ 3 કલાક સુધી ચાલી હતી. પીએમના નિવાસસ્થાને ચાલી રહેલી બેઠકના કારણે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 11 વાગ્યે શરૂ થઈ અને શુક્રવારે સવારે લગભગ 3 વાગ્યે પૂરી થઈ હતી. બેઠકમાં સૌપ્રથમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોની લોકસભાની બેઠકો પર વિચારણા કરવામાં આવી હતી. પક્ષે કયા ઉમેદવારોને ટિકિટ આપવી, ભાજપને બમ્પર જીત અપાવી શકે તે અંગે વિચારણા કરી હતી.